Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભગવાનનો બોધ ભક્તની ચાલાકી

ભગવાન બુદ્ધ પાસે એક ઇચ્છુક આવ્યો. કહે : ''ભગવાન, કોઈ ઉપદેશ આપો.''

ભગવાન કહે : ''અત્યારે જ અમલમાં મૂકશે કે પછી.. ?''

પેલો કહે : ''આજે તો બહુ કામ છે. આજે તો ખાલી પૂછવા જ આવ્યો છું (ઇન્કવાયરી કરવા).''

ભગવાન કહે : ''ઠીક ત્યારે, જ્યારે તું અમલ કરી શકે ત્યારે આવજે. ઉપદેશ તૈયાર જ છે.''

ઇચ્છુક કહે :'' ભગવાન તૈયાર છે તો આપી જ રાખો ને ! મારે જ્યારે જરૃર પડશે ત્યારે હું તેનો ઉપયોગ કરીશ, મારા ધનનું પણ હું તેમ જ કરું છું.''  

ભગવાને કહ્યું : ''ધારો કે એક મકાનમાં તું છું. કાષ્ટનું મકાન છે. એકદમ જ તેમાં આગ લાગી. બચવાની કોઈ શક્યતા જ નથી. લોક બહારથી બૂમ પાડી રહ્યા  છે, નીકળી આવ, બહાર આવી જાવ, જલદી કરો, સ્ફૂર્તિ કર...''

ભગવાને વાત અટકાવી, આગ ભડકાવી કહ્યું :''ઉત્સુક, કહે જોઈએ, કે તું એકદમ જ બહાર આવશે કે પછીથી, બીજે દિવસે ?''

ભક્તો કદાચ ભગવાનનાય માથાના હોય છે. દોઢડાહ્યા જ કહો ને !

પેલાએ તો પૂછયું : ''પણ ભગવાન, અત્યારે આગ ક્યાં લાગી છે ? ઉપદેશ આપો જ.''

ભગવાન બુદ્ધે ઉપદેશ આપી દીધો :
''આગ લાગે ત્યાં સુધીની રાહ જો, બસ !''

પેલા ભક્તને ઉપદેશ મળી ગયો. ભગવાન બુદ્ધનો ઉપદેશ હતો, પછી જોઈએ શું ?

જ્યારે જ્યારે તે મળતો ત્યારે કહે : '' ભગવાન, હજી આગ નથી લાગી.'' તાત્પર્ય કે, હજી ભૂસકો મારવાની જરૃર નથી.

થોડાં વર્ષો પછી પાછી મુલાકાત થઈ. પ્રશ્નાર્થી કહે :''ભગવાન, આગ નથી લાગી.''

વખતોવખત, વર્ષોવર્ષ તે ભગવનને મળતો જ રહ્યો. કહેતો જ રહ્યો :''ભગવાન, આગ નથી લાગી, નથી લાગી, નથી લાગી.''

તે દરમિયાનમાં તે કંઈ કેટલાય મૃતકોને આગમાં ભસ્મીભૂત કરી આવ્યો. તે આગ ચાંપતો જ રહ્યો. એ કોઈ જ આગ એને દેખાઈ નહિ.

એક દિવસ તે જાતે જ મરવા પડયો. મર્યો જ સમજો ને !

પેલી બધી ચિતાઓની આગ તેને દેખાવા લાગી, વળગવા લાગી, તેની ફરતે ગુંચવાવા- ગૂંથાવા લાગી.

ભડભડતી જ્વાળાઓમાં તે શેકાવા સિઝાવા બળવા લાગ્યો. જોરજોરથી બૂમો પાડવા લાગ્યો : ''ભગવાન ! આગ લાગી, જુઓ કે જુઓ, લાગી રે લાગી, ભગવાન ! તમારો ઉપદેશ, તમારો બોધ, તમારી આજ્ઞાા...''

ભગવાનના શબ્દો આગની જ્વાળા દ્વારા, તણખા અને તડતડ દ્વારા બહાર આવતા હતા : '' રાહ જો ભક્ત, ઇચ્છુક, રાહ જો...''

- હરીશ નાયક
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments