Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રજાની મજા

ચાલને મમ્મી આપણ હવે નાની ઘિરે જઈએ,
હેતભર્યાં ત્યાં મામા મામી ખેતર પાદર જઈએ,
મીઠડી મમ્મી ચાલ રજાની, મોજને માણી લઈએ.
ગામઠી બોલી, ગામના છોરા,
સૌનો સાદો વેશ, સૌની હારે ટેકરો ચડતા,
છોને વાગે ઠેસ, ટહુકો કોયલ મોરનો સુણી,
ગીતડા ગાતા જઈએ.
ચાલને મમ્મી આપણ હવે...
વેલડે બેસી વાડીએ જાવું,
તડકા લાગે આકરા,
વડલા હેઠે ટીંચકા ખાસું,
આઘા કરસું ઝાંખરા,
પાછા ફરતા આંબલી રાયણ,
થેલી ભરતા જઈએ.
ચાલને મમ્મી આપણ હવે...
નાના લાવે કેસર કાચી,
ફોરમ મીઠી આવશે,
ને તું તારી, મમ્મી હારે,
વાતું છાની કરશે,
રસભરી ત્યાં ચોપાટુંની,
રમતું, માંડવા જઈએ.
ચાલને મમ્મી આપણ હવે...
- જયેશ ઠક્કર

Post Comments