Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અવકાશ જેટલું જ અજાયબ પૃથ્વીનું પેટાળ

પૃથ્વી સખત ખડકોનો બનેલો ગોળો છે. આપણે રહીએ છીએ તે પૃથ્વીની સપાટીથી તેનું કેન્દ્ર ૬૩૭૬ કિલોમીટર ભૂતળમાં છે.

પૃથ્વીની સપાટીના ઉપલા પોપડામાં સજીવ સૃષ્ટિ જીવી શકે તેવું વાતાવરણ અને તાપમાન છે. પરંતુ જેમ જેમ ઊંડે જઇએ ત્યારે દર કિલોમીટરે ૨૦ ડિગ્રી જેટલા તાપમાનમાં વધારો થાય. કેન્દ્રમાં લગભગ ૩૮૦૦ ડિગ્રી જેટલા તાપમાન હોય છે. ત્યાં ઉકળતો લાવા રસ ભરેલો છે.

આ ગરમી આપણા માટે ઉપયોગી છે. પૃથ્વીનું ઉપલું પડ ૬૬ કિલોમીટરનું છે. તેમાં ખડકો છે.તેની નીચે લાવારસનું પેટાળ છે. આ પેટાળ અજાયબ છે.

જાત જાતની ધાતુઓથી ભરેલા આ વિસ્તારમાં ગરમી અને દબાણથી વિવિધ પ્રક્રિયાઓ થઈને લગભગ ૪૦૦૦ જાતના ખનીજો બને છે. હીરો અને કોલસો પણ અહીં જ બને છે.

પૃથ્વીના પેટાળમાં આપણને બધું પથ્થર અને ખડકો જેવું લાગે પરંતુ તે ૯૦ ટકા ક્રિસ્ટલ સિલિકેટનું બનેલું છે. ઓક્સિજન સિલિકોન અને મેગ્નેશિયમ તેના મુખ્ય ઘટકો છે.

આ પડમાં અનેક રાસાયણિક ક્રિયાઓ પણ થાય છે. આપણે રહીએ છીએ તે જમીનનું સ્તર તો પૃથ્વીના કદના હિસાબે સફરજનની છાલ જેવું ગણાય. પૃથ્વીને સખત બનાવનાર આવરણો તે જમીન અને મહાસાગરોની નીચે આવેલી ૨૯૦૦ કિલોમીટરનું જાડું સ્તર છે. તેમાં ભૂગર્ભની બધી હલચલ થાય છે.

Post Comments