Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિલ્હીનો પ્રાચીન મિનારો : કુતુબ મિનાર

કુતુબ મિનારમાં ટોચે જવા માટે વલયાકાર ૩૭૯ પગથિયાં છે. દરેક માળે બાલ્કની છે. જેમાંથી બહારનું દૃશ્ય જોઈ શકાય છે.

પાટનગર દિલ્હીના મેહરોલી વિસ્તારમાં આવેલો કુતુબ મિનાર યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સ્થાન પામેલો છે. ૭૩ મીટર ઊચાઈના આ મિનારામાં પાંચ માળ છે. પાયામાં ૧૪ મીટર વ્યાસથી ક્રમશઃ ઘટીને ટોચે ૨.૭ મીટર વ્યાસનો આ મિનારો ઇ.સ. ૧૧૯૨ થી ઇ.સ.૧૩૬૯ના સમયગાળામાં તબકકા વાર ચણાવેલો.
કુતુબ મિનાર દિલ્હીના સ્થાપક કુતબુદ્દીન ઐબકે બંધાવેલો. તેણે એક જ માળ બંધાવેલો ત્યાર બાદ ફિરોજશાહ તઘલખ અને શેરશાહ સૂરીએ બાકીના માળ બંધાવી પાંચ માળ પૂરા કરેલા.
કુતુબ મિનાર એક સંકુલમાં આવેલો છે. આ સંકુલમાં ઘણા પ્રાચીન સ્થાપત્યો છે. લોહ સ્થંભ પણ અહીં જ આવેલો છે. અફઘાનિસ્તાની મસ્જિદોના મિનારા જેવી ડિઝાઇનના કુતુબ મિનારમાં ટોચે જવા માટે વલયાકાર ૩૭૯ પગથિયાં છે. દરેક માળે બાલ્કની છે. જેમાંથી બહારનું દૃશ્ય જોઈ શકાય છે. જો કે હાલમાં પ્રવાસીઓને ઉપર જવાની મનાઈ છે.

Post Comments