Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આપણું મગજ જુદી જુદી વસ્તુઓને કેવી રીતે યાદ રાખે છે ?

આપણું મગજ જાતજાતના વિષયોનું જ્ઞાાન, લોકોની ઓળખ, ભૂતકાળની ઘટનાઓ અને ઘણું બધું એક સામટું યાદ રાખે છે. અને જરૃર પડે ત્યારે તાત્કાલિક યાદ પણ આવે છે. આ ઉપરાંત ભવિષ્યના વિચારો પણ કરી શકે છે. ખોપરીમાં આવેલું નાનકડું મગજ આટલું મોટું કામ કઈ રીતે કરતું હશે. તે નવાઈની વાત છે.

વિજ્ઞાનીઓને પણ મગજના કાર્ય વિશે પુરેપુરી સમજ નથી. આપના મગજમાં અબજો જ્ઞાન કોષો આવેલાં છે. આ બધા જ્ઞાનકોષો ઝાડની ડાળીની જેમ એકબીજા સાથે જોડાઈને મોટું જાળું બનાવે છે. જ્ઞાનકોષો એકબીજા સાથે ડેન્ફાઈડ નામના મણકાથી જોડાયેલાં રહે છે. આ બધા જાળા ઉપરાંત મગજમાં જુદા જુદા કામ માટે જુદા જુદા વિભાગો છે. મગજનો આંતરિક હિસ્સો યાદ સંઘરવાનું કામ કરે છે. તેમાંના જ્ઞાન કોષોમાં બધી માહિતી ભરેલી હોય છે.

જ્ઞાનકોષો જરૃર પડે ત્યારે એકબીજાને પોતાની માહિતી આપે છે. આ માહિતી ન્યુરોટ્રાન્સમીટર નામના વિદ્યુત સિગ્નલો દ્વારા આપ લે થાય છે. અને તે રીતે જ કરોડરજ્જુમાં થઈ શરીરમાં પહોંચે છે. આંખ, કાન, જીભ અને ચામડીના જ્ઞાનકોષો પોતે જોયેલું, સાંભળેલુ, અને સ્પર્શેલું તેમ બધી વિગતોના સંકેતો મગજમાં ચેતાતંતુઓ દ્વારા મગજમાં મોકલે છે.

મગજમાં આ બધી માહિતી એકઠી થઈને સંગ્રહ થાય છે. મગજની રચના જટિલ અને સુક્ષ્મ છે. યાદશક્તિ વધારવા માટે અનેક વિજ્ઞાનીઓ પ્રયાસ કરે છે. પરંતુ ધારી સફળતા મળતી નથી.

Post Comments