Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બુદ્ધિ વગરનો બળદિયો

- વાઘની દયા બળદને ભારે પડી ગઈ વાઘ બળદ પાસે પુષ્કળ કામ કરાવતો એટલુંજ નહિં પરંતુ દરરોજ સાંજે વાઘ બળદ ઉ

એ ક ખેડૂતને પોતાની મોટી વાડી તથા ખેતરો હતાવાડીમાં ઘણાં બળદો કામ કરતા હતા. ખેડૂત બહુ ભલો હતો. બધા બળદોને સારી રીતે રાખતો અને સારું ખાવાનું આપતો.તેની વાડીમાં એક કૂતરો પણ હતો.તે કંઈ કામ કરતો નહિં છતાં તેનો માલિક તેને ખૂબ પ્રેમ અને લાડથી રાખતો હતો.કૂતરો આખી રાત જાગી વાડીનું રખોપુ કરતો હતો.એક અદેખા બળદને કુતરાની ખૂબ ઈર્ષા આવી.તેણે બીજા બળદોને કહ્યું કે, ''આપણે આખો દિવસ ખેતરમાં મજૂરી કરીએ છીએ તો પણ આ ખેડૂત કેવા લાડ પ્યારથી તેને રાખે છે!

મારાથી તો આવું અપમાન સહન થતું નથી.તેથી હું તો આ ખેડૂતનું ઘર છોડી જંગલમાં રહેવા માંગુ છું.જંગલમાં લીલો ઘાસચારો નદીનાં નિર્મળ પાણી,કોઈ જાતની કામની વેઠ નહિં અને પુરી સ્વતંત્રતા,આપણે મન ફાવે ત્યાં ફરી શકીએ તમારે આવવું હોય તો તમે પણ મારી સાથે ચાલો.''તેની વાંત સાંભળી બીજા બળદોએ કહ્યું,''ભાઈ,અહીં કામ તો છે પરંતુ તેના બદલામાં આપણો માલિક આપણને પુરતો ખોરાક અને આરામ આપે છે.

જંગલમાં આઝાદી ખરી અને કાંઈ કામ પણ નહિં પરંતુ ત્યાં હિંસક પ્રાણીઓનો સતત ભય રહે છે.ગમે તેવી સ્વંતંત્રતા હોવા છતાં જંગલમાં આપણે સુરક્ષિત નહીં.''ત્યારે અહીં આપણે સુરક્ષિત છીએ.કામ તો હરકોઈને કરવું પડે તેમાં આપણે પરતંત્રતા માનવી જોઈએ નહીં.''કૂતરાએ પણ તેને બહુ સમજાવ્યો પણ તેને દિવસ રાત જંગલની આઝાદીના સ્વપનો આવતા હતાં.

આથી કોઈની વાત ગણકાર્યા વગર તે એક દિવસ મોકો મળતાં જંગલમાં ભાગી ગયો.ત્યાં લીલો ઘાસચારો ચરી નદીના પાણી પી મોજ મસ્તીમાં ફરવા લાગ્યો.થોડા દિવસ પછી એક વરુની નજર તેના પર પડી વરુ તેને ફાડી ખાત.પરંતુ બળદના સદનસીબે એક વાઘ ત્યાં આવી ચડયો.વાઘે વરુને મારી નાખ્યો પછી બળદને પણ પોતાના સપાટામાં લીધો.બળદ પોતાનું મોત જોઈ આંખમાં આંસું પાડી વાઘને કહેવા લાગ્યો કે ''હે વનમાં મહારાજા આપ તો વનના રાજયકર્તા છો,અને મોટા મનના પ્રાણી છો.હું દુ:ખનો માર્યો એક રંક બળદ છું.

આ સમયે તમારે શરણે આવેલો છું.તો આપ મને દયા કરી શરણમાં લ્યો.અને મને જીવન દાન આપો.હું મારાથી બનતી તમારી સેવા કરી તમારી કૃપાનો બદલો વાળી આપીશ.''આ સાંભળી વાઘે વિચાર્યું કે જે દિવસે કોઈ શિકાર નહિં જડે તે દિવસે બળદ કામમાં લાગશે તેને પાસે રાખવો સારો.આમ વાઘ તેને જીવતદાન આપી પોતાનાં ઘરે લઈ આવ્યો.પરંતુ વાઘની દયા બળદને ભારે પડી ગઈ વાઘ બળદ પાસે પુષ્કળ કામ કરાવતો એટલુંજ નહિં પરંતુ દરરોજ સાંજે વાઘ બળદ ઉપર સવારી કરી જંગલમાં ફરવા નીકળતો.

આ જોઈ જંગલના બધાં પ્રાણીઓ બળદને હલકો ગણવા લાગ્યા.તેનું અપમાન કરી ''બુદ્ધિ વગરનો બળદિયો''કહી ખીજવવા લાગ્યા.હવે બળદને પોતાના માલિકની ભલાઇ સમજમાં આવી.તેને લાગ્યું કે જંગલની સ્વતંત્રતા એ મોતની સ્વતંત્રતા છે. અહીં સતત મોતનાં ભયથી ફફડતા રહેવું પડે છે. આના કરતાં માલિકની વાડી ઘણી સારી હતી.પણ હવે થાય શું? તે વાઘની પકડમાંથી છુટવા વિચાર કરતો હતો.એવામાં વાઘ બિમાર પડયો ત્યારે મોકો જોઈ બળદે કહ્યું,'' હે મહારાજ.હું બધા રોગની દવા જાણું છુ,મારા જુના માલિક પાસે પણ હું વૈદ્યનું કામ કરતો હતો.

આપ જો મને બે દિવસની રજા આપો તો જંગલમાંથી આપના માટે યોગ્ય ઔષધી ગોતી તમોને સાજા કરી શકું.''વાઘને બળદ ઉપર વિશ્વાસ આવ્યો અને જલદી ઔષધ લઈ પાછા આવવાનું કહી બળદને રજા આપી.બળદ તો આનંદ પામતો પાછું વાળી જોયા વિના સીધો જ પોતાના માલિકની વાડીમાં પાછો આવ્યો તેને પાછો આવેલો જોઈ.બીજા બળદોએ અને કૂતરાંએ આનંદથી તેને આવકાર્યો.

તેનું દુબળું પડેલ શરીર જોઈ બધાએ તેને પૂછયું શું જંગલમાં ઘાસ ચારો ખૂટી ગયો છે? ત્યારે દુ:ખી થયેલા બળદે પોતાની આખી વિતક બધાને કહી સંભળાવી આ સાંભળી બીજા બળદે કહ્યું ''તે આમારું કહ્યું માન્યું નહિ અને આવું બુદ્ધિ વગરનું આચરણ કર્યું તારા જેવા બળદોથી જ આપણી આખી જાત વગોવાય છે અને ગમે તેટલું કામ કરવા છતાં લોકો આપણને બુદ્ધિ વગરનો બળદ કહે છે
- વસંતભાઈ રાજ્યગુરૃ
 

Keywords Unmolested,bull,

Post Comments