Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દરિયામાં તરતા બરફના પહાડ : આઈસબર્ગ

ધ્રુવ પ્રદેશના બર્ફીલા પહાડો પર વહેતી ગ્લશિયર જયારે સમુદ્રમાં ભળે છે ત્યારે તેના બરફની મોટી મોટી શિલાઓ સમુદ્રના પાણીમાં તરતી રહે છે. મોટા પહાડ જેવા બરફના આ ટૂકડાનો હિમશિલા કે આઈસબર્ગ કહે છે. બર્ગ એટલે જર્મન ભાષામાં પહાડ થાય છે.

ઉત્તર ધ્વ નજીક ગ્રીનલેન્ડના દરિયા તેમજ એટલાન્ટિક મહાસાગરમાં આઈસબર્ગ તરતા હોય છે. તેનો ૨૦ થી ૩૦ ટકા ભાગ જ સપાટી પર દેખાય પરંતુ પાણીમાં રહેલો બાકીનો ભાગ કેવડો અને કેવો આકારનો હોય તે કલ્પના જ કરવાની રહે. બરફની આ શીલામાં પીવાલાયક શધ્ પાણી હોય છે. ૧૬ ફુટ કરતાં મોટી હોય તેને આઈસબર્ગ કહે. આઈસબર્ગ સમુદ્રના પ્રવાહમાં અને પવનની દિશામાં સમુદ્રમાં ગમે ત્યાં જઈ ચડે છે અને ીમે ીમે પીગળીને પાણીમાં ભળી જાય છે.

સમુદ્રમાં તરતા આઈસબર્ગ જહાજ માટે જોખમી છે. સેટેલાઈટ દ્વારા તેની પર નજર રખાય છે. અને જહાજોને ચેતવણી અપાય છે.

આઈસબર્ગના કદ આશ્ચર્યજનક હોય છે. ૧૮૮૨માં બેકીન ટાપુ નજીક ૧૩ કિલોમીટર લાંબી છ કિલોમીટર પહોળી અને ૨૦ મીટર જાડી બરફની શીલા જોવા મળેલી. નવ અબજ ટન વજનના આ આઈસબર્ગમાં વિશ્વના લોકોને ચાર વર્ષ પીવાય એટલું પાણી હતું.

Post Comments