Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નાનું કામ

- હું ભણેલો ગણેલો છું. શહેરમાં કોઈ સારી નોકરી મેળવીશ, આગળ વધીશ. એક દિવસ શહેરમાં નવું ઘર લઈને તમને પણ

અ મરાપુર નામનું એક ગામ હતું. આ ગામમાં બાલજી દરજીનું નામ જાણીતું હતું. મોટા મોટા શેઠિયાના કોટ, વરવધૂના વસ્ત્ર, કલાત્મક ચણિયાચોળી, સાડી બ્લાઉઝ તથા નાના બાળકોના વસ્ત્ર બધું જ એવું સફાઈદાર સીવે કે તેની ચારેબાજુ વાહવાહ થાય. વાલજી દરજીએ તેમના આ હુન્નરથી પોતીકું ઘર અને દુકાન ઉભા કર્યા હતાં. વાલજી દરજીને એક પુત્ર હતો.

તેનું નામ મોહન હતું. જેમ જેમ તેમનો પુત્ર મોહન મોટો થતો ગયો, તેમ તેમ તેને અભ્યાસની સાથે સાથે પોતાની હુન્નર પણ શીખવાડતા ગયા. મોહને શહેરની કોલેજમાં અભ્યાસ કરી સ્નાતકની ડીગ્રી મેળવી લીધી. વાલજીનો આ પુત્ર પણ પિતાના હુન્નરમાં પિતાજી કરતાં સવાયો તૈયાર થઈ ગયો હતો. શહેરની કોલેજમાં ભણવા જતો હતો. ત્યારથી જ મોહને શહેરના સપનાં જોયાં હતાં.

મોહનને દરજીનું કામ કરવું જ ન હતું. તેને તો શહેરમાં જઈને કોઈ ઉંચી નોકરી કરવી હતી. એકવાર મોહને પોતાના પિતા સમક્ષ પોતાની ઈચ્છા રજુ કરી ત્યારે વાલજીએ તેને સમજાવતાં કહ્યું, ''બેટા, ડુંગરા દૂરથી રળિયામણાં, શહેરમાં સરળતાથી નોકરી નથી મળતી, વળી શહેરમાં આપણી કોઈ ઓળખાણ નથી. તું તો હવે આપણાં કામમાં માહેર થઈ ગયો છે અને આપણને આ હુન્નર દ્વારા પૂરતું મળી રહે છે. તું અમારી નજર સામે અહીં રહેતો સારું.''

''બાપા, હું ભણેલો ગણેલો છું. શહેરમાં કોઈ સારી નોકરી મેળવીશ, આગળ વધીશ. એક દિવસ શહેરમાં નવું ઘર લઈને તમને પણ બોલાવી લઈશ. મારે અહીં ગામમાં રહેવું નથી અને દરજીનું કામ કરવું નથી. મને દરજીના આવા નાના કામમાં રસ નથી, એટલે હું શહેરમાં ચોક્કસ જઈશ.''

''બેટા, જે કામ આપણને રોટલો રળી આપે, આપણને પોષે તે નાનું ન ગણાય.'' વાલજીએ જવાબ વાળ્યો.

માતા-પિતાની સમજાવટ છતાં મોહન પોતાના એક મિત્રની સાથે શહેરમાં પહોંચી ગયો. ઘણા દિવસની રખડપટ્ટી પછી તેને એક ફેક્ટરીમાં કામ મળ્યું. આ ફેક્ટરીમાં જે કપડાં તૈયાર થાય તેને ખોખામાં પેક કરી, ફેક્ટરીની ગાડીમાં મૂકી આખા શહેરમાં જ્યાં જ્યાંથી ઓર્ડર આવ્યા હોય, ત્યાં આ ખોખા પહોંચાડવાના હતા. મોહનને આ કામ ગમ્યું તો નહીં પરંતુ બેકારી ટાળવા તેણે કામ સ્વીકારી લીધું.

મોહને તો શહેરમાં ઉંચી નોકરી, ઉંચો હોદ્દો, ઉંચી આવક અને સાહેબ બનવાના સપનાં જોયા હતાં, પરંતુ શહેરમાં આ બધું સરળ થોડું જ છે? આમને આમ થોડો સમય વીતી ગયો. એકવાર રાત્રે અચાનક મોહન જે ફેક્ટરીમાં કામ કરતો હતો, ત્યાં આગ લાગી. આગ એટલી ભયાનક હતી કે બધું જ સ્વાહા થઈ ગયું. મોહન ફરીથી બેકાર બની ગયો. ફરી પાછી નોકરી માટે મોહને આંટાફેરા શરૃ કર્યાં. મોહનને તેની ઈચ્છા મુજબનું કોઈ ઉચિત કામ મળ્યું જ નહીં. શહેરના બજારમાં ફરતાં ફરતાં અનાયાસે મોહનની નજર દરજીની એક મોટી દુકાનના પાટિયા પર પડી ''અહીં સિલાઈકામના કારીગરની જરૃર છે.''

મોહન બબડયો, ''ફરી પાછું દરજીનું કામ? ના... ના... મારે આવું કામ કરવું જ નથી. આવું નાનું કામ કરું, પછી મારી કિંમત જ ના રહે. હું આ કામ કરવા શહેરમાં થોડો જ આવ્યો છું.'' આવું વિચારતો મોહન આગળ વધ્યો. ઘણી રખડપટ્ટી કરી પણ કોઈ કામ ન મળ્યું. પાસેના પૈસા ખૂટી ગયા અને ભૂખ્યા રહેવાના દિવસો આવ્યા.

મોહનને પિતાની વાત યાદ આવી, ''બેટા, કોઈ કામ નાનું નથી, કોઈની પાસે હાથ લંબાવવો તેના કરતાં જાતમહેનતનો રોટલો સારો. મહેનત કરવાથી સ્વમાનભેર જીંદગી જીવી શકાય.'' મોહન દરજીની દુકાનમાં ગયો અને માલિકને મળ્યો. મોહન સાથેની વાતચીત પરથી માલિકને તેની વાત પર, તેની આવડત પર અને તેની અનુભવી તાલીમ પર વિશ્વાસ બેઠો અને તેને કામ પર રાખી લીધો.

મોહનની મહેનત, આવડત અને હુન્નરથી માલિક ખૂબ ખુશ થયો. જુદી જુદી શાળાના ગણવેશ સીવવાનું કામ અહીં થતું હોઈ મોહનની મહેનત રંગ લાવતી ગઈ. શેઠનું કામ ઝડપથી અને ઓછા સમયમાં પતવા લાગ્યું. શેઠે ખુશ થઈને મોહનનો પગાર બમણો કરી આપ્યો. શહેરમાં મોહને પોતાનું ઘર ખરીદ્યું. મોહને અનુકૂળતાએ પોતાના માતા-પિતાને શહેરમાં આવી જવા જણાવ્યું.

જોયું ને, કોઈ કામ નાનું નથી. કામ નાનું હોય અને જો આપણે તેને કુશળતાપૂર્વક નિભાવીએ તો ઉન્નતિના પંથે તે કામ આપોઆપ મોટું બની જાય છે. અમુક કામ નાનું છે એમ માનીને સંકોચ કરવો જોઈએ નહીં.
- ભારતી પી. શાહ

Keywords Small,work,

Post Comments