Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુરૂ ખોળે બેઠા

ખોળે લેનારા ઘણાંય હશે, ઊંમરમાં મોટા મોટા
અહીં તો ગુરૃના ગુરૃ જુઓ, જાતે જ ખોળે બેઠા


ગુરૃ નાનક એક ગામમાં આવ્યા. એક સપ્તાહ રોકાયા. રોજ સાંજના તેઓ ભક્તિભાવ ભર્યું પ્રવચન કરતા. લોકો શ્રદ્ધાથી તેમને સાંભળતાં. તેમની જ્ઞાાાનવાણી સાંભળી પવિત્ર થતાં.  ગુરૃ નાનક લોકોની મૂંઝવણ પણ દૂર કરતા હતા.

સાતમે દિવસે તેમની પાસે એક કન્યા આવી. બિચારી હજી હમણાં જ ઉંમરમાં આવતી હતી. ખૂબ શરમાતી અને ડરતી હતી. ઘણી હિંમત ભેગી કરીને તે  ગુરૃ પાસે પહોંચવાનો પ્રયાસ કરતી હતી.
તેનો સંકોચ જોઈ  ગુરૃજીએ તેને પાસે બોલાવી પૂછયું:'બેટી ! તું કંઈક કહેવા માગે છે ? જરૃર કહે, તારી ખાનગી વાત કોઈ જાણી શક્શે નહિ અને મનની મૂંઝવણ દૂર થઈ જશે.' બિચારી કન્યા વાત કહી શક્તી ન હતી. તે વાત કહેતાં પહેલાં જ રડી દેતી હતી. ગુરૃ નાનકે તેને પૂરેપૂરું આશ્વાસન આપ્યું. તેને આશા અને સુખનો દિલાસો આપ્યો ત્યારે એ બાળાએ પોતાની કથની કહી.

તે કહે:'હું ગરીબ માતાપિતાની કન્યા છું. ઘરમાં સહુથી મોટી પુત્રી છું. મારા પિતાને મારા લગ્નની ચિંતા થાય એ સ્વાભાવિક છે. પણ ગરીબીના માર્યા તેઓ મને એક વૃદ્ધ સાથે પરણાવી રહ્યા છે. એ વૃધ્ધ મહાશયની ઉંમર સાઠેક વર્ષ જેટલી છે. તેમની ત્રણ પત્નીઓ મરી ચૂકી છે. તેમને એ તમામ સ્ત્રીઓથી સારો એવો સંસાર પણ છે. મને એવા વૃદ્ધ પુરુષ સાથે પરણતાં ભારે ડર લાગે છે.'

ગુરુ નાનક છોકરીનું દુઃખ સમજી ગયા. તેમણે કહ્યું:'દીકરી ! આંસુ લૂછી નાખ. એ વૃદ્ધનું નામઠામ આપ. હું જરૃર તારા ભલા માટે પ્રયાસ કરીશ. આજથી તું મારી પુત્રી છે જા.' પેલા વૃદ્ધ મહાશય  ગુરૃજીના ભજન-કીર્તનમાં આવતા હતા.

છેલ્લા દિવસે ભજન-કીર્તન પૂરાં થયાં, ભક્તજનો વીખરાવા લાગ્યા ત્યારે ગુરુજીએ પેલા વૃદ્ધ મહોદયને થોભવા વિનંતિ કરી. વૃદ્ધ થોભ્યા ત્યારે  ગુરૃજી કહે:'બાપુ ! આવતી કાલે મારે અહીંથી જવાનું છે. પણ હું અહીંથી જઈ શકું તેમ નથી. એક ભારે બોજ મારે માથે આવી પડયો છે.'

વૃદ્ધ બિરાદર કહે:'હું તમારી મદદે આવી શકું ? તમારો બોજ જો મારાથી હળવો થઈ શકે, તો જરૃર હું તેમ કરીશ. ભગવાનની કૃપાથી આપણી પાસે સારો એવો ટકો છે.' ગુરૃજી કહે:પૈસાનું કામ નથી, પણ તમે જો મને દત્તક લઈ શકે, તો મારું કામ પાર પડી શકે.

વૃદ્ધ તો રાજી થઈ ગયા. આવા સારા માનવીને કોણ પુત્ર બનાવવા તૈયાર ન થાય ? તેઓ કહે:'જો એ જ ચિંતા હોય તો જાવ, આજથી મેં આપને દત્તક લીધા. હવે આપની મૂંઝવણ કહો.'  ગુરૃજી કહે:'આપ મારા પિતા બન્યા, એથી મારી બધી ચિંતા દૂર જ થઈ સમજો. હવે મારી મૂંઝવણ સાંભળો. આ ગામમાં મારી એક દીકરી છે. એની પરણવાની ઉંમર થઈ છે. કોઈ યોગ્ય મુરતિયો શોધવાનો છે. જુઓ પિતાજી ! એ મારી વહાલી દીકરી છે હં ! એને કોઈ ઘરડાં મડા સાથે ન પરણાવશો. એ હવે આપની તો પૌત્રી થઈ. એને માટે સારામાં સારું ઠામઠેકાણું શોધજો. મારી દીકરીની આંખમાં તમારે કે મારે આંસુ ન જોવા પડે તે જોજો.'
 ગુરૃ નાનક વચન લઈને વિદાય થયા. અને... કોની મજાલ છે કે ગુરુનું વચન ટાળે ?

વૃદ્ધ મહોદયે જાતે એ કન્યા માટે સારામાં સારો મુરતિયો શોધ્યો. એ તરુણ અને મનોહર છોકરો કન્યાને પણ ઘણો ગમી ગયો. જેને વૃદ્ધ, વહુ બનાવવાના હતા, તેને તેમણે પૈત્રી બનાવી. ખૂબ ધૂમધામથી પરણાવી. લગ્નમાં ઘણા પૈસા અને ઘણી ભેટો આપી. સંતોનું જીવન ભલાઈ માટે જ હોય છે ને ! ગુરુ નાનકનું જીવન આવા જ પુણ્ય પ્રસંગોથી ભરેલું છે !
- હરીશ નાયક

Post Comments