Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફૂંફાડે ફરરરરરરર...! શિંગડે સરરરરરરર...!

- શિવજીના નંદીને કહેવું પડયું : નારાયણ ! નારાયણ ! શિવશિવ ભૂલીને જપવા લાગ્યા : નારાયણ નારાયણ !

ના રદ કહે : 'નંદીજી ! નારાયણ નારાયણ કરો... નારાયણ નારાયણ...!'
નંદી કહે : 'ના. મારા દેવ તો શિવજી. હું તો શિવ શિવ જ કરું.'
નારદ કહે : 'ક્યારેક દેવ બદલવા સારા. આપણા દેવ જો આપણને મુશ્કેલીમાં મૂકી દે...'
નંદી કહે : 'એ તો મારા દેવની કસોટી છે...'
'નારાયણ નારાયણ', નારદ કહે : 'કસોટી છે કે સોટી છે, એ પોઠીદેવ તમે જ જાણો. બાકી જરૃર પડે નારાયણ નારાયણ કરી જોજો...'
નારદે આવી સલાહ નંદીને કેમ આપી ?
ભૈ એનું કારણ છે.
શિવજી સ્નાન કરવા ગયા. ઠંડો હિમાલય, ઠંડું માનસરોવર, ઠંડું પાણી !
શિવજી તો ટેવાયેલા. એમને વાંધો નહિ, પણ ગળેવીંટાળેલાં સર્પનું શું ?
નાગજીભાઈ ઠંડા લોહીના જીવ હોવા છતાં ઠંડા ઠંડા પાણીમાં ઊતરી શકે નહિ.
શિવજી પાણીમાં જતા હતા. નાગજીભાઈએ જીભ ફૂંફકારી ફૂરરર ફૂરરર કરી દીધું.
'શું છે નાગજીભાઈ ?'
'ફૂરરરર ફૂરરરર...'
ભોળાદેવ સમજ્યા. મોડા મોડા સમજ્યા . ઠેઠ સરોવરની વચમાં ગયા. માથા સુધી પાણી આવ્યું, ત્યારે સમજ્યા.
શિવજીને તો મઝા પડી, પણ નાગજીભાઈ તો ઊંચા થતા થતા ઠેઠ ટોચની જટામાં આવી બેઠા.
હવે જો શિવજી પાણીમાં ડૂબકી મારે, તો નાગજીભાઈ પણ અંદર.
નાગજીભાઈએ જોર જોરથી કરી દીધું : 'ફૂરરર ફૂરરર...'
પાણીમાં ડૂબતાં શિવજીને ભાન થયું. તેમને ખ્યાલ આવ્યો કે સ્નાન મારે કરવું છે, સર્પને નહિ.
તેમણે તો જોરથી ઉછાળ્યો સર્પ. પાણીની વચમાંથી જ ફેંક્યા નાગજીભાઈને પાણીની બહાર.
ધબ્બ કરતાં નીચે પડે તો વાગેય ખરું પણ એવું ન થયું. વાગ્યું નહિ. કેમ કે નંદીજી બહાર જ ઊભા હતા. જેવા નાગજીભાઈ ફેંકાયા કે આવી પડયા નંદીનાં શિંગડાં પર.
નાગને એક રીતે તો આનંદ આવ્યો.
આ જગ્યા શિવજીની ગરદન કરતાં સારી હતી. નાગજીભાઈ ઘડીકમાં એક શિંગડેથી બીજે શિંગડે પહોંચે. ઘડીકમાં ગળે વીંટળાય ! ઘડીકમાં નાક ઉપર...
'આ...આ...આક છીં !' નંદીને છીંક પર છીંક આવી.
આ સાપનો સળવળાટ તેને જરાય ગમ્યો નહિ. દેવ શિવજી ભલે ેને ગળે વીંટાળે. આપણું કામ નહિ. જે દેવ કરે તે આપણાથી થાય નહિ.
તેણે તો નાગને ફેંકી દેવા માથું ઉછાળ્યું, ઝુકાવ્યું, હલાવ્યું, ડોલાવ્યું, ગોળ ગોળ ફેરવ્યું.
નાગજીભાઈને શું થવાનું હતું ?
છેવટે નંદીએ માથું જમીન પર ઘસવા માંડયું. તેમના મનમાં કે સાપ સરકી જશે. નીચે ચાલ્યો જશે.
પણ ઊંચે રહેવા ટેવાયેલાં, ઝટ નીચે ઊતરતાં નથી !
શિવજીને માથે રહેનાર વળી નીચે શેના આવે ?
નાગજીભાઈ તો ઉપર પહોંચ્યા. સરરરર કરતાં સરકવા લાગ્યા.
ઘડીકમાં નંદીની ખૂંધ પર વીંટળાય, ઘડીમાં પીઠ પર દોડે, ઘડીમાં આજુબાજુનાં દર્શન કરી લે.
નંદી બળદને ગલીગલી થાય અને ડર લાગે. હા વળી, સાપનો શો ભરોસો ?
સાપ વળી કોઇનો સગો થયો છે ખરો ? એ તો દેવ સાથે જ સીધો.
નાગ તો ધીમે ધીમે પૂંછડે પહોંચ્યો.
ગલી ગલી હતી કે ભયની ધૂ્રજારી હતી !
નંદીે દોડવા માંડયું. રહેવાય જ નહિ. આ સાપલડાને કાઢવો કેવી રીતે ?
નંદી તો દોડે, ઊછળે, કૂદે ! સાપ કંઈ પડી જાય છે ? ઊથલી પડે છે ? ફેંકાય જાય છે ?
નાગજીભાઈની પકડ જબરી હતી.
નંદી દોડે, સાપ સળવળે.
સાપ સળવળે, નંદી ટળટળે.
નંદીની ઊછળકૂદ અને દોડથી સાપને ય મઝા પડી. શિવજી કદી આવી સવારી કરાવતા નથી ! મોટેભાગે શિવજી સ્થિર. તપશ્ચર્યા જ કરતા હોય ! નાગજીભાઈને જટામાં, ગળામાં કે હાથ ઉપર જ ફરવાનું.
આ તો કોઈ આનંદ જ અનેરો હતો. વિનોદ જ કહો ને !
દેવે જરૃર આવો અલબેલો વિહાર કરાવવા જ તેને નંદી પર ફેંક્યો હશે !
નંદીએ ચારે બાજુ દોડાદોડ કરી. જુદી જુદી રીતની આંટ લગાવી, એંટ લગાવી, ફેંટ લગાવી, ફાંટ લગાવી.
ના. સાપ નહિ ઊતર્યો. તેના આનંદમાં વધારો જ થયો.
આવી બન્યું નંદીનું. પીઠ ઉપર નાગ જેવા સર્પની સરરર અને ફરરર !
ભલા કંઇ વાત છે ? ઘડીમાં નાક પર, ઘડીમાં પૂંછડે ! સરરર. ફરરર !
અકળાયા નંદીજી.
બાવરા બેબાકળા બન્યા નંદીજી.
ગભરાયા ગલવાયા ગૂંચવાયા !
શિવજીને ગળે પડેલ સાથી આજે નંદીબેલને માથે પડયો હતો !
કોઈ ઉપાય ન હતો.
શિવજી તો ક્યારેય નીકળે દેવને જમીન શું ને જળ શું ! પહાડ શું ને પાણી શું ?
જ્યાં આલ્હાદ ત્યાં અડ્ડા.
ભલેને હોય કર્કશ કૈલાશનું શિખર કે ઊંડા પાણીના ગડ્ડા !
આવી ગલી ગલી ક્યાં સુધી ?
આવી ધુ્રજારી ક્યાં સુધી ?
આવો સણસણતો સળવળાટ ક્યાં સુધી ?, આવો ટણટણતો ટળટળાટ ક્યાં સુધી ?
આવો ભયાનક ભય ક્યાં સુધી ?
આવી ઊંચી નીચી, વાંકી ચૂંકી ઊછળકૂદ ક્યાં સુધી ?

'નારાયણ...નારાયણ...' સામે મળ્યા નારદજી, તંબૂરો રણકાવે અને હસે... ખડખડાટ હસે અને ખિલખિલાટ હસે.
નંદી કહે : 'નારદજી ! ઉપાય કરો. હું તો મર્યો રે મર્યો, આ સાપોલિયાએ મારા તો બાપોલિયા બોલાવી દીધા રામ...'
'નારાયણ નારાણ', નારદજીની તો એક જ વાત. એક જ ધૂન. 'નારાયણ, નારાયણ' હું કરું છું, તમે કરો. હું કહું છું, તમે કહો...

નંદી કહે : 'પણ હું તો શિવજીનો સેવક, ભોળાનાથનો ભક્ત, કૈલાસપતિનો કિંકર, દેવાધિદેવનો દરવાન, પશુપતિનાથનો વાળિયો...'

'નારાયણ નારાયણ' નારદજીની એક જ વાત : 'કદીક બીજા દેવનેય યાદ કરવા પડે. આપણા દેવ આપણને ભૂલે, આપણી તરફ ભાન ભૂલે, આપણી તરફ ત્રિલક્ષ દેવનું લક્ષ ન હોય...'
દેહ પર એટલો રોમાંચ થતો હતો થરથરાટ એટલો અનહદ કે રહેવાયું જ નહિ, સહેવાયું નહિ, કહી ન દેવાયું, બોલી જ દેવાયું : 'નારાયણ...નારાયણ...'
જેવું નંદીકુમાર પોઠિયા કુમારે નારાયણનું નામ લીધું કે આકાશમાં દેખાયા નારાયણ...
ગરુડ ઉપર સવાર થઇને આવતા હતા.
ગરુડની ફેલાયેલી ફફડતી પાંખો ! વાંકી મોટી ચાંચ !! ગોળ ગોળ ચકળવકળ આંખો !! મોટા પગના તીણા નખ !!
નાગે જોયા.
નાગજીભાઈને થયું કે આવી બન્યું. આ ગરુડના ભારે છે મૂડ. હવે આપણને નહિ છોડે.

એણે તો નંદીના શિંગડે સ્થાન લીધું. હાંક્યો નંદીને સરોવર તરફ.
સુકાન એવું ફેરવ્યું કે નંદી પોઠિયો શિવજીની સામે જઇને ઊભો રહ્યો. શિવજી હજી પાણીમાં જ હતા.બમબમ કરતા હતા.
સાપે નંદીને જરાક છેડછાડ કરી.

નંદી ચાર ડગલાં પાછળ હટયો.
આઠ ડગલાં આગળ દોડીને કર્યો ઘા.

માથું ગિલોલ બની ગયું.
શિંગડાં શસ્ત્ર બની ગયાં.
ગરદન ત્રિશૂળ બની રહી.
નંદી નાગને ફેંકવા માગતો હતો.
નાગ ગરુડથી સાપને છોડે નહિ.
ગરુડ કદી સાપને છોડે નહિ.
ગરુડથી બચવું હોય તો શિવજી પાસે જ રહેવું રહ્યું.

નંદીએ નાગને ફેંક્યો એ નાગ ફેંકાયો. નાગનેય બચવું હતું. પોઠિયાના પ્રહારથી વીંઝાયેલો અને પોતાની ઉડ્ડયન શક્તિથી ફંટાયેલો નાગ સીધો શિવજીના માથે જઇ પડયો. પાણીમાં નહિ, સરોવરના શીતળ જળમાં નહિ. સીધો શિવજીના શિરે, જટામાં, ઘટામાં, સરરર કરતાં સરકીને શિખાને ગળે વીંટળાઈ વળ્યો. શિવજીને વહાલપ ભરી ભીંસ દઇ કહેવા લાગ્યો : 'બચાવો દેવ, ગરુડથી બચાવો...'

શિવજી હસ્યા. ભોળા દેવનું એ ભોળું હાસ્ય હતું.
તેમણે નાગ જેવા નાગને બોધપાઠ આપી દીધો હતો. 'બીજાને છેડે તેનો દેખાઈ આવે છેડો, બીજાને પજવે તેનો ગરુડ દેખે કેડો, બીજાને વિતાડે તેનો વિલાપ કરે વેડો...'

શિવજી આમ ખેડો મેડો બેડો ભેડો હેડો એવો શેડો કરતા હતા. સાંભળતો નંદી પોઠિયો કહે : 'દેવના દેવ ! આ બોધકથા નાગને કહી કે મને ?'
ગરુડની જીભ લપલપતી હતી.
નારદજીનો તંબૂરો રણકતો હતો : 'નારાયણ... નારાયણ...'
 

Post Comments