Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશ્વના વિજ્ઞાનીઓ

ફાઈબર ઓપ્ટિકલ શોધક : ચાર્લ્સ કુએન કાઓ

સંદેશાવ્યવહારમાં ક્રાંતિ ગણાય તેવી શોધ ફાઈબર ઓપ્ટિક જાણીતા છે. સંદેશાવ્યવહારના વાહન માટે બિછાવાતા આ વાયર તમે જોયા હશે. ફાઈબર ઓપ્ટિક ધાતુના તાર નથી પરંતુ પોલી ભૂંગળી છે તેની આંતરિક સપાટી અરીસા જેવી હોય છે.

તેમાં વીજળી નહીં પણ પ્રકાશનું કિરણ ગતિ કરે છે. ફાઈબર ઓપ્ટિકે સંદેશાવ્યવહારમાં અદ્ભૂત ઝડપ અને ક્ષમતા આપ્યા છે.

તેની શોધ હોંગકોંગના ચાર્લ્સ કુએન કાઓએ કરી હતી. કાઓ ફાઈબર ઓપ્ટિક અને બ્રોડબેન્ડની પિતામહ ગણાય છે. તેઓ હોંગકોંગ, બ્રિટન અને અમેરિકા એમ ત્રણ દેશોનું નાગરિકત્વ ધરાવે છે. ફાઈબર ઓપ્ટિકની શોધ બદલ તેમને ૨૦૦૯માં ફિઝિક્સનું નોબેલ એનાયત થયું હતું.

ચાર્લ્સ કુએન કાઓનો જન્મ ઈ.સ. ૧૯૩૩ના નવેમ્બરની ચાર તારીખે શાંઘાઈમાં થયો હતો. પ્રાથમિક અભ્યાસ ચીની ભાષામાં કર્યા બાદ શાંઘાઈની ઈન્ટરનેશનલ સ્કૂલમાં અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા શીખ્યા હતા. ૧૯૪૮માં તેમનો પરિવાર હોંગકોંગ ગયો.

હોંગકોંગની જોસેફ કોલેજમાં તેઓ ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થયા. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ગ્રીનવીચ ગયા. ત્યારબાદ યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનમાં સંશોધનો કરી પી.એચડી. થયા. ત્યારબાદ લંડનમાં હાર્લોમાં ટેલિકોમ્યુનિકેશન લેબોરેટરીમાં સંશોધનો કર્યા. અહીં જ તેમણે જ્યોર્જ હોકટ્રામ સાથે ફાઈબર ઓપ્ટિકની શોધ કરી.

ઈ.સ. ૧૯૭૦માં તેઓ હોંગકોંગની ચાઈનીઝ યુનિવર્સિટી આવ્યા અને ઈલેક્ટ્રોનિકનો વિભાગ શરૂ કર્યો. ત્યારબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન અને આઈ.ટી.ટી. કોર્પોરેશનની સ્થાપના કરી. ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે શિક્ષણનો વ્યાપ વધાર્યો.

આ દરમિયાન તેમણે અમેરિકા જર્મની વિગેરે દેશોના સંશોધન પ્રવાસો કર્યા. ૧૯૮૭થી ૧૯૯૬ સુધી ચાઈનીઝ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદે રહ્યા. હોંગકોંગ અને તાઈવાનમાં બહોળું શિક્ષણકાર્ય કરી તે વિશ્વવિખ્યાત બન્યા.

નોબેલ પ્રાઈઝ ઉપરાંત તેમને ઘણા સન્માનો મળેલા. ૨૦૦૪ બાદ તેમને અલ્ઝાઈમર્સનો રોગ થયો છે. હાલમાં તેઓ કેલિફોર્નિયાના માઉન્ટનવ્યૂ ખાતે તેમના પરિવાર સાથે રહે છે.

Post Comments