Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પર્વતો કેટલા ઉપયોગી, કેટલા જોખમી?

પૃથ્વી પર સેંકડો પર્વતમાળાઓ છે. સૌથી ઊંચી પર્વતમાળા હિમાલય છે. પર્વતો પર વસતી હોતી નથી, ખેતી થતી નથી કે આ વિસ્તારનો અન્ય ઉપયોગ નથી તેમ છતાં પર્વતો માનવજાત માટે ઘણા ઉપયોગી થાય છે.

પૃથ્વીના હવામાન પર પર્વતોની મોટી અસર થાય છે. પર્વતો વાવાઝોડા, ચક્રવાત અને પવનના પ્રવાહોના બદલાવ પેદા કરે છે. સ્થાનિક હવામાનમાં ત્યાંના પર્વતનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે.

હિમાલયની વાત કરીએ તો હિમાલય નૈઋર્ત્યના પર્વતોને ભારત તરફ રોકી રાખે છે એટલે જ ભારતમાં ચોમાસું સક્રિય થાય છે. તે ઉપરાંત સાઈબિરીયા અને મધ્ય એશિયામાંથી આવતાં ઠંડા પવનોને રોકીને ભારતમાં પ્રવેશવા દેતો નથી એટલે ભારતનું હવામાન સુખદ રહે છે. આ જ રીતે પશ્ચિમઘાટની માત્ર એક કિલોમીટર ઊંચી પર્વતમાળા મુંબઈ અને મહારાષ્ટ્રમાં સારો વરસાદ લાવે છે.

પર્વતોની સ્થળના હવામાન પર થનારી અસરો માટે વિજ્ઞાનીઓ ઈક્વાડોરની રાજધાની ક્વિટોનું ઉદાહરણ આપે છે. બરાબર ભૂમધ્ય રેખા પર આવેલા ક્વિટોમાં હંમેશા ઉનાળો જ રહેવો જોઈએ પરંતુ તે એન્ડિઝ પર્વત પર આવેલું છે. એટલે ત્યાંનું તાપમાન ઘટીને શૂન્ય ડિગ્રી પણ થઈ જાય છે. વિષુવવૃત્ત ઉપર પણ ધ્રુવપ્રદેશ જેવી બરફાચ્છાદિત પર્વતમાળા જોવા મળે છે.

પર્વતોને કારણે તેની તળેટીના મેદાનો ફળદ્રુપ બને છે પરંતુ પર્વતો પરનો બરફ પીંગળીને હિમપ્રપાત જેવી દુર્ધટનાઓ પણ સર્જે છે. વિનાશક પૂર પણ પર્વતોની દેન છે. આમ પર્વત એ પર્યાવરણનું મહત્ત્વનું અંગ છે અને માનવજીવન ઉપર ઊંડી અસર કરનાર પરિબળ છે.

Post Comments