Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દરિયો

દરિયો

દરિયો મોટો મોટો મોટો,
દરિયો જાડો જાડો જાડો !
દરિયો તોફાની-તોફાની,
દરિયો ગાંડો ગાંડો ગાંડો !
દરિયો કોડી દઈ હરખાતો,
ઘૂ-ઘૂ શંખલાઓમાં ગાતો !
દરિયો રેતીમાં આળોટે...
ખી ખી હસે વળી પરપોટે !
સૌને ભીંજાડે, ડરાવે -
લુચ્ચાં મોજાંનો ફૂંફાડો !
દરિયો તોફાની-તોફાની,
દરિયો ગાંડો ગાંડો ગાંડો...
દરિયો માછલીઓનો મામો,
પ્હેરે જળનો સુંદર જામો !
જામો પહેરી ફાંદ ફૂલાવે,
વાદળ પાણી લેવા આવે !
વરસે હફાક્ લફાક્ હૂ હૂ
રેલે ચોગમ  ઊભો - આડો !
દરિયો તોફાની-તોફાની,
દરિયો ગાંડો ગાંડો ગાંડો...
- કિરીટ ગોસ્વામી

સૂરજદાદા પ્રણેતા નેતા

સૂરજદાદા ઊગમણે ઊગતા ઝળહળતા,
આકાશ આંગણે રંગોળી રેલતા.
રંગબેરંગી ફૂલો ખીલતાં સુગંધ વેરતાં,
ભમરા પતંગિયાં ફૂલડે ફૂલડે ભમતાં.
નિશા રાણીનો પાલવ અંધાર હટતાં,
પર્વત શિખર ઓજસ વેરતા દેખાતા,
વૃક્ષો પાંદડે પાંદડે ચળકતાં.
ઝરણાં ઝાંઝર રણકતાં દડતાં,
પર્વત તળેટી મેદાન ગૂંજાર ભરતા.
હરણાં સસલાં ચારો શોધતાં ચરતાં,
પંખીડાં જાગતાં ઊડાન ભરતાં ચહેકતાં,
ધીરે ધીરે દિવસ ચડતાં સૌ સંચરતાં.
સૂરજદાદા સૂર્યમંડળના પ્રણેતા નેતા,
સૂરજદાદા ગરમી, તેજ-પ્રકાશ ને ઊર્જા દેતા.
સૂરજદાદા જીવ-સૃષ્ટિના જીવનદાતા,
સૂરજદાદા ઉગવા-આથમવાનું ના ચૂકતા.
- રશીદ મુનશી

એક બિલાડી બાંડી !

એક બિલાડી બાંડી...
ઘેલી ઉંદરમામા પાછળ,
દૂધ મળે તો ગાંડી !
એક બિલાડી બાંડી...
ખૂણે-ખૂણે ફરતી,
આખા ઘરનું રાખે ધ્યાન !
નીંદરમાં કે હોય જાગતી,
સરવાં સદાય કાન !
ઝબ્બ દઈ ચૂંચૂંને પકડે,
ચૂકે નહીં નિશાન !
તા તા થૈ થૈ નાચી ઊઠે,
જોતાં ઘીની હાંડી !
એક બિલાડી બાંડી...
ટપકાંવાળી ને રૃચ્છાળી,
બહુ રૃપાળી લાગે !
મ્યાઉં કરીને સૌની પ્હેલાં,
રોજ સવારે જાગે !
બધી રમતમાં હરખ-પદૂડી-
થાતી ઝટપટ આગે !
રનિંગમાં બહુ સ્પીડી,
સૌની ડૂલ કરી દે દાંડી !
એક બિલાડી બાંડી...

ગોધૂલિ વેળા

દિવસભર યાત્રા કરી,
થાક્યો-હાર્યો ભાસ્કર,
ચાલ્યો અસ્તાચલ પર.
મુખમંડલ રક્તિમ ઉદાસ,
ચૂમતો મહિ તળને,
ક્ષિતિજે રક્તિમ લાલી.
નૃપતિ પરાજિત જાણે,
ભાગ્યો રણમેદાન છોડી,
વિહંગો, દિવસનો અંત જાણી.
પાછાં ફર્યાં નિજ માળે,
વિહંગ શિશુ ચાંચ ખોલી,
રાહ જોતાં માતાની માળા માંહીં.
વૃક્ષોના ઝૂરમૂરમાં ખગકુળ,
ચહેકતાં-કલરવતાં ઊભરતાં,
ગોધણ ગોચર ચરી પાછું ફર્યું,
નભ છવાયું ગૌ-ખરી ધૂળે,
વાછરું ઊછળે-કૂદે ઘર ખૂંટે.
નિશા સુંદરીના લહેરાતા પાલવે,
ધીરે-ધીરે સંતાયો સૂરજ,
અંધાર સાગરનાં જળ મહીં.

દયાળુ રાજકુમાર

એ ક નાનું પણ મજાનું ઘર હતું. તેમાં બળભદ્રકુમાર નામના રાજા રાજ કરતા હતા. તેમને બે સંતાનો હતાં. એક રાજકુંવર અને રાજકુંવરી. બે રાણી હતી. તેમાં એક માનીતી અને એક હતી અણમાનીતી. માનીતી રાણીને સંતાનમાં રાજકુંવરી હતી. અણમાનીતીને રાજકુંવર હતો. રાજકુંવરનું નામ મયૂરકુંવર. બળભદ્રરાજાના આ કુંવર બહુ દયાળુ હતા. પંદર વર્ષના મયૂરકુંવર પંખીને ચણ નાખતા હતા. ગાય-કૂતરાને રોટલા ખવડાવતા હતા. વૃદ્ધો તેમને બહુ ગમતાં હતાં. વૃદ્ધો પ્રત્યે તેમને બહુ આદર અને પ્રેમ હતો. માનીતી રાણીની કુંવરીને મયૂરસિંહ સગી બહેન જેમ રાખતો હતો. એક વાર નગરમાં એવું બન્યું કે દુકાળ પડયો. વરસાદ થયો નહીં. નગરના લોકો પાણીના ટીપા માટે વલખાં મારતા હતાં. મયૂરકુમાર પાણી માટે તરસ્યાં, ટળવળતાં લોકોને જોઈ શકતા ન હતા. તેમણે રાજા બળભદ્રકુમારને કહ્યું : ''પિતાજી આપણા ગામ, ખેતરમાં જેટલા કૂવા છે, તેમાંથી ગાળ કઢાવી, ઊંડા ઉતરાવીએ.'' રાજા ખુશ થઈ ગયા. મયૂરકુમારની ચતુરાઈ અને દયાળુ સ્વભાવ જોઈ તેને ઈનામ આપ્યું. - નટવર આહલપરા

''દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં''

એ ક રબારણ હતી. તે પોતાના ગામની પાસેના મોટા શહેરમાં હંમેશા સવાર-સાંજ દૂધ વેચવા જતી. તે હંમેશા ચોખ્ખુ દૂધ માણસોને આપતી હતી. તેથી તેની સાખ સારી રીતે વધી હતી. તેના દૂધનાં ઘરાક ઘણાં વધી ગયા હતા. તેથી હવે તે બધાને દૂધ પુરું પાડી શકતી નહિ. તેથી હવે તેની દાનત બગડી. ગામની ભાગોળમાં એક નદિ હતી. બધા ગ્રાહકોને દૂધ પુરું પાડી શકાય તે માટે તેમાંથી થોડું પાણી દૂધમાં નાખી શહેરમાં પાણી મિશ્રિત દૂધ વેચવા માટે જવા લાગી અને દૂધ વેચવા લાગી.
એક વખતે તે દૂધ વેચીને ઘરે જતી હતી. રસ્તામાં નદિ આવતા તેણે પૈસા બહાર કાઢી જમીન ઉપર મૂક્યા અને દૂધવાળા વાસણ માંજવા લાગી. એવામાં એક સમડી આવીને દૂધવાળા પૈસા ચાંચમાં ઘાલીને ઊડી ગઈ. આ જોઈને પેલી રબારણ રડવા લાગી. તેની સાથે બીજી દૂધવાળી રબારણ હતી. તેણે તેને દૂધમાં પાણી મેળવતા જોયેલી. તેથી તે બોલી, ''બહેન તૂં શા માટે નાહક રડે છે? તું લોભ કરીને દૂધમાં પાણી મેળવતી હતી તે મેં જોયું છે.'' તેનું જ આ ફળ છે. પેલી રબારણે બાકીના પૈસા ગણ્યા તો જેટલું ચોખ્ખુ દૂધ હતું તેટલા જ પૈસા થયા. ખોટા લીધેલા પૈસા હતા તેટલા જ ગયા હતા અને તેથી જ બાલમિત્રો...! આ કહેવત પડી છે કે ''દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં.''                                                           
-નૈષધ દેરાશ્રી

Post Comments