Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Magic નહીં Logic 21 પાનાનો જાદુ

પાનાનો એક જાદુ જોઈએ. આ જાદુમાં ૨૧ પાનાની જરૃર પડશે. તમારા કોઈ મિત્રને કહો કે આમાંથી ગમે તે એક પાનું ધારી લે જે તમને કહેવાની જરૃર નથી. હવે સાત-સાત પાનાની ત્રણ ઢગલીમાં પાના વહેંચો. તમારા મિત્રને કહો કે આ ત્રણ પૈકી કઈ ઢગલીમાં તેનું ધારેલું પાનું છે. મિત્ર જે ઢગલી બનાવે તે ઢગલી વચ્ચે રહે તેમ ઢગલી ગોઠવીને ફરીથી સાત-સાત પાનાની ઢગલીમાં પાનાં વહેંચો. તેને પૂછો કે તેનું પાનું કઈ ઢગલીમાં છે ? મિત્ર જે ઢગલી બતાવે તે ઢગલી વચ્ચે રહે તેમ ઢગલી ગોઠવીને ફરીથી સાત-સાત પાનાની ઢગલીમાં પાનાં વહેંચો.

તેને પૂછો કે તેનું પાનું કઈ ઢગલીમાં છે ? મિત્ર જે ઢગલી બતાવે તે ઢગલી વચ્ચે રહે તેમ ઢગલી ગોઠવી ને ફરીથી સાત સાત પાનાની ઢગલીમાં પાનાં વહેંચો. તેને પૂછો કે તેનું પાનું કઈ ઢગલીમાં છે ? મિત્ર જે ઢગલી બતાવે તે ઢગલી વચ્ચે રહે તેમ ઢગલી ગોઠવી ઉપરથી ૧૧મું પાનું ખોલો જે મિત્રનું ધારેલું પાનું હશે.
આ મુજબની પ્રક્રિયા કરતાં ૧૧ નું પાનું ધારેલું પાનું હશે. પ્રથમ પ્રક્રિયામાં વચ્ચેની ઢગલીમાં પાનું છે. એટલે કે ઉપરના ક્રમમાં મિત્રનું પાનુ ૮ થી ૧૪મા ક્રમનું પાનું થશે. બીજી પ્રક્રિયામાં પાના ત્રણ ઢગલીમાં વહેંચતા ૮ થી ૧૪માં ક્રમના પાના ૩, ૪ અથવા ૫ માં ક્રમના પાન બનશે.

બીજી પ્રક્રિયામાં ધારેલા પાનાવાળી ઢગલી વચ્ચે ગોઠવતાં ધારેલું પાનું ૧૦, ૧૧ અથવા ૧૨ પૈકી કોઈ એક ક્રમમાં હશે. ત્રીજી પ્રક્રિયામાં પાના ત્રણ ઢગલીમાં વહેંચતા ધારેલું પાનું ચોથા ક્રમમાં ગોઠવીએ. આ ઢગલી વચ્ચે ગોઠવતા સાત વતા ચાર બરાબર અગિયારમાં ક્રમમાં ધારેલું પાનું હશે.
- કલ્પેશ અખાણી

Post Comments