Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશ્વનાં સૌથી મોટા ધોધ

વિશ્વના સૌથી ઊંચા ધોધ જાણીતા છે પરંતુ સૌથી વધુ પાણી ઠાલવતા સૌથી મોટા ધોધને પણ ઓળખવા જેવા છે.

૧. બોયોમા ધોધ : કોંગોમાં આવેલો આ ધોધ માત્ર પાંચ મીટર ઊંચો છે પરંતુ ૧૩૭૨ મીટર પહોળો હોવાથી સૌથી વધુ પાણી ઠાલવે છે. આ ધોધ ૧૭૦૦૦ ઘનમીટર પાણી પ્રત્યેક સેકંડે ઠાલવે છે. તે લુઆલાબા નદી પર આવેલો છે.

૨. ગાઈરા ધોધ : પારાગ્વે અને બ્રાઝિલ એમ બે દેશો વચ્ચે આવેલો આ ધોધ પરાના નદી પર છે. પ્રત્યેક સેકંડે ૧૩૩૦૦ ઘનમીટર પાણી છોડતો આ ધોધ ૪૦ મીટર ઊંચો છે.

૩. ખોન-ફાફેંગ ફોલ : લાઓસની મેકોંગ નદીનો આ ધોધ ૨૧ મીટર ઊંચો છે અને સેકંડે ૧૧૬૧૦ ઘનમીટર પાણીનો પ્રવાહ ધરાવે છે.

૪. સેલીલો ધોધ : અમેરિકાના કોલંબિયામાં આવેલો આ ધોધ સેકંડે ૫૪૧૫ ઘન મીટર પાણીનો પ્રવાહ ધરાવે છે.

૫. નાયગ્રા ધોધ : વિશ્વમાં સૌથી જાણીતો આ ધોધ કેનેડા અને અમેરિકા વચ્ચે આવેલો છે. તે સેકંડે ૨૪૦૭ ઘન મીટર પાણીનો ધોધ વહાવે છે.

૬. ઈગુઆઝુ ફોલ્સ : પ્રત્યેક સેકંડે ૧૭૪૬ ઘનમીટર પાણી વહાવતો આ ધોધ આર્જેન્ટિના અને બ્રાઝિલ વચ્ચે આવેલો છે. તે ૨૭૦૦ મીટર પહોળો છે.

૭. વિક્ટોરિયા ધોધ : ઝિમ્બાબ્વે અને ઝાંબિયા વચ્ચે આવેલો આ ધોધ ૧૭૦૮ મીટર પહોળો અને ૧૭૮ મીટર ઊંચો છે. તે પ્રત્યેક સેકંડે ૧૦૮૮ ઘનમીટર પાણી વહાવે છે.

Post Comments