Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાતાવરણના નિર્દોષ અને ઉપયોગી વાયુઓ

પૃથ્વી પરના વાતાવરણમાં ૭૮ ટકા નાઈટ્રોજન અને ૨૧ ટકા ઓક્સિજન છે. બાકીના એક ટકા હિસ્સામાં ઘણા વાયુઓ છે. પરંતુ તેમાં છ વાયુ એવા છે કે જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. અને નિર્દોષ છે. હિલિયમ, નિયોન, આગોર્ન, ક્રિપ્ટન, ઝેનોન અને રેડીન નામના વાયુઓને 'નોબલગેસ' પણ કહે છે.

નોબેંલ ગેસ ઉપર વાતાવરણની અસર થતી નથી.અને અન્ય પદાર્થો સાથે રાસાયણિક પ્રક્રિયા પણ કરતાં નથી. આ વાયુઓને રંગ કે ગંધ પણ હોતા નથી. તે હંમેશા વાયુ સ્વરૃપે જ રહે છે. તીવ્ર ઠંડા વાતાવરણમાં પણ તે પ્રવાહી થતાં નથી.

હવાને લેબોરેટરીમાં ખૂબ જ ઠંડી કરી પ્રવાહીમાં ફેરવાય ત્યારે નોબલ ગેસ છૂટા પડે છે. આ રીતે મેળવેલા આ વાયુઓનો વિવિધ સાધનોમાં ઉપયોગ કરી શકાય છે.
હિલિયમ વાયુનો ઉપયોગ હિલિયમ બલુનમાં જાણીતો છે. નિયોન અને આર્ગોન રંગીન ટયૂબ લાઈટ કે રંગીન લેમ્પમાં વપરાય છે. રેડોન વાયુ ઝેરી છે. તેનો ઉપયોગ જમીનમાં પાણીની હાજરી, લોખંડના વેલ્ડિંગની ચકાસણી કરવામાં થાય છે. ક્રિપ્ટન વાયુ ફાયરપ્રૂફ બારીબારણા અને દીવાલો બનાવવામાં વપરાય છે. ઝેનોન વાયુ તેજસ્વી પ્રકાશ આપતી આર્કલાઈટમાં વપરાય છે.

Post Comments