Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કરકસરની કમાલ

રાષ્ટ્રપિતા ગાંધીજી સદગુણોનો ભંડાર ગણાય છે. ઈ.સ. ૧૯૩૦ દાંડીકૂચ સમયે ગાંધીજી લીંબુનો રસ અને મધ મિશ્રીત પાણી પીતા હતા. એક દિવસ તે સરબતવાળો પ્યાલો ફૂટી ગયો ત્યારે તેમના અંતેવાસી પ્યારેલાલે બે પ્યાલા નવા મંગાવ્યા. એ સમયે પ્યાલાની કિંમત છ પૈસા હતી. કરકસરમાં માનતા બાપુને આ વાત ન ગમી. તે જ સમયે સંતરા અને લીલી દ્રાક્ષ તેમના માટે આવ્યા. બસ ગાંધીબાપુએ લીંબુ સિવાય બધા જ ફળોનો ત્યાગ કરી દીધો...પ્રજાધનનો બગાડ થાય જ નહી તેવું તે દ્રઢપણે માનતા હતા.

એક વખત સ્ટીમર માર્ગે જતાં લંડનના માર્ગમાં ઈજીપ્તની પ્રજાએ મધનું માટલું આપ્યું. જેમાંથી તે થોડું થોડું વાપરતા. એક દિવસ મીરાંબહેન મધ ભૂલી ગયા. તે જમાનામાં ચાર આના (ચોવીસ પૈસા)ની મધની શીશી બજારમાંથી મંગાવી દીધી. ગાંધીબાપુને આ વાત ન ગમી.

પ્રજાના પૈસાનો દુરુપયોગ શા માટે ? એક દિવસ મધ વિના શું હું ભૂખ્યો રહી જાત ? ગાંધીબાપુ આવા કરકસરીયા હતા. તેઓ દોરીના ટૂકડા...પ્રજાના પત્રોના કોરા ભાગ કાપી પરબીડીયાં બનાવતા... પત્રોમાં આવેલી ટાંકણી, પેન્સીલના ટૂકડા.. રૃમાલ વગેરે સાચવીને રાખતા હતા. તેઓ એવું અવશ્ય સમજતા કે 'હું પ્રજાનો ટ્રસ્ટી છું. ખોવું પોસાય નહીં... કરકસર એ ત્રીજો ભાઈ છે.' આવા ગાંધીબાપુને કોટિશઃ વંદન.
કરકસરની કમાલ ... પ્રજા બને માલામાલ... લક્ષ્મી કરાવે ધમાલ ... દેશનું એ છે કલ્યાણ...
- રોહિતકુમાર જોશી

Post Comments