Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચોકલેટ

કિસ્મતની વાત સાંભળીને મનુ અને પરેશ વિચારવા લાગ્યા. નક્કી કોઈ નવા જમાનાનો ઠગ આવ્યો લાગે છે. આવા ઠગ લોકો કેટલીય જાતના નવા નવા કારહો કરી-નવી તરકીબો કરી લોકોને લૂંટતા હોય છે

દુકાનદાર મનુનાં તોફાનોથી પરિચિત હતો. તેણે પોતાના હાથમાં પ્યાલો લીધો. અંગૂઠા અને ત્રણ આંગળીથી વચ્ચેથી પ્યાલો પકડયો. પ્યાલાના એક બાજુના નાકાના નીચેના ભાગમાં એણે ટચલી આંગળીથી આધાર આપ્યો. પછી એ ધીરે ધીરે એમાં પાણી ભરવા લાગ્યો

મનુ, પરેશ અને કિસ્મત ત્રણે પાકા ભાઈબંધ. હમેશાં સાથે જ હોય. એક જ વર્ગમાં સાથે ભણે. એટલે શાળામાં પણ સાથે જ હોય. ખેલ-કૂદની રમતમાં ભાગ લેવાનો હોય તો પણ ત્રણેય સાથે જ નામ લખાવે. કિસ્મત દોડવામાં પહેલો નંબર લઈ આવે. પરેશ શેતરંજમાં દરેક બાજી જીતી લે.

મનુ એ બંને કરતાં ચડિયાતો. કોઈ પણ નવું પરાક્રમ કરવાનું હોય તો મગજની માથાકૂટ કરી જ નાખે. એનું શરીર પણ પાછું પહેલવાન જેવું એટલે કાચા-પોચા તો એનાથી દૂર જ રહે. પરેશ થોડી બુદ્ધિ દોડાવે અને મનુને હવે શું શું કરી શકાય એનો રસ્તો બતાવે.

કિસ્મતનું શરીર સાવ સૂકલકડી બાંધાનું. એટલે બધાં એને દબડાવ્યા કરે. પણ એ સામે કોઈને જવાબ ન આપે. પણ એના દોસ્તારોને એટલે કે મનુ અને પરેશને કહી દે. પરેશ અને મનુને ખબર પડે એટલે પછી જે કોઈએ કિસ્મતને ખખડાવ્યો હોય એનું તો આવી જ બને. જ્યારથી દરેકને ખબર પડી કે કિસ્મત, પરેશ અને મનુનો ખાસમખાસ ભાઈબંધ છે, ત્યારથી શાળામાં કોઈ તેને સતાવતું નથી. એટલે કિસ્મતને પણ નિરાંત છે.
એક દિવસ પાણી-પેશાબની નાની રિસેસ પૂરી થઈ ત્યારે કિસ્મત દોડતો દોડતો આવ્યો. આવીને પરેશને કહે,
''ચોકલેટની દુકાનમાં એક નવતર શરૃ થયું છે.''

''તું નાની રિસેસમાં બહાર શું કામ ગયો હતો?'' પરેશે પૂછ્યું.
''તું ચોકલેટ  લેવા ગયો હતો?'' મનુએ  પૂછ્યું. ''શું નવીન છે?''
''ત્યાં આજે દસ રૃપિયામાં દસ ચોકલેટ આપે છે.'' કિસ્મતે કહ્યું.
''એમાં નવું શું છે? ઘણી જગ્યાએ દસ રૃપિયામાં દસ ચોકલેટ મળે છે.''
''એવી રૃપિયાની એક મળે તેવી ચોકલેટ નહીં. આ તો પાંચ રૃપિયાવાળી મોટી ચોકલેટ.'' કિસ્મત બોલ્યો.
''જા. જા. હવે. એવું તે હોતું હશે?'' પરેશને એની વાત ટાઢા પહોરના ગપ્પાં જેવી લાગી.
''હા. હું જોઈને આવ્યો.'' કિસ્મતે પોતાની વાત પકડી રાખી. ''મોટી ચોકલેટ દસ રૃપિયાની દસ તો આપે છે, પણ...''

હવે પણ ને બણ. બોલ જલ્દી આગળ તારે શું કહેવું છે.'' મનુને હવે વાતમાં રસ પડયો.
''એ માટે એની એક શરત છે.''
''શું શરત છે?'' પરેશે પૂછ્યું.
''એની પાસે એક સરસ રંગીન મોટો પ્યાલો છે. પ્યાલાને બહારથી પકડવા માટે કાન જેવા આકારના બે હાથા પણ છે.''

''હવે બે હાથાવાળા પ્યાલાનું વર્ણન કરવાને બદલે શરત શું છે, એ બોલને.'' મનુ અધિરો થયો.
''હા. બોલ જલ્દી શરત શું છે?'' પરેશે પણ સૂર પુરાવ્યો.
''એ પ્યાલો પાણીથી આખો ભરી દે એને એ દસ ચોકલેટ આપે.''
''ને પ્યાલો ન ભરાય તો?''
''તો એ દસ રૃપિયા પોતાની પાસે રાખી લે. ઘણાએ પ્યાલો ભરવા પ્રયત્ન કર્યો છે, પરંતુ હજી સુધી કોઈથી એ પ્યાલો ભરાયો નથી.'' કિસ્મતે પોતાની વાત પૂરી કરતાં કહ્યું.
''સારું. આપણે મોટી રિસેસમાં ત્યાં જઈશું.'' પરેશે કહ્યું.

કિસ્મતની વાત સાંભળીને મનુ અને પરેશ વિચારવા લાગ્યા. નક્કી કોઈ નવા જમાનાનો ઠગ આવ્યો લાગે છે. આવા ઠગ લોકો કેટલીય જાતના નવા નવા કારહો કરી-નવી તરકીબો કરી લોકોને લૂંટતા હોય છે. શાળાની આજુબાજુ આવા લોકો કોઈને કોઈ લાલચ ઊભી કરીને પોતાનું કામ વધારે સરળતાથી કરતાં હોય છે.
ક્યારે ઘંટ વાગે અને ક્યારે મોટી રિસેસ થાય એની ત્રણેય જણાં રાહ જોવા લાગ્યાં.

આખરે મોટી રિસેસ થઈ હોવાનો ઘંટ વાગ્યો. ત્રણેય જણાં ઝડપથી વર્ગની બહાર નીકળ્યાં. કિસ્મતે કહ્યું તે દુકાન પાસે ભીડ હતી. એક મોટા ટેબલ પર પાણી ભરીને ડોલ રાખેલી હતી. તેની બાજુમાં એક મોટો પ્યાલો હતો. પ્યાલાને બે કલાત્મક નાકા હતા. એ પ્યાલામાં પાણી ભરવાનું હતું. શરત એ હતી કે પ્યાલો આખેઆખો પાણીથી ભરી દેવાનો હતો. જે કોઈ પ્યાલો ઉપરની ધાર છલકાતો ભરી દે એને દસ રૃપિયામાં દસ મોટી ચોકલેટ મળવાની હતી. એક પછી એક બધાં દસ રૃપિયા આપીને પ્યાલો પાણીથી ભરવા કોશિશ કરતું હતું. પરંતુ પ્યાલાના બહારના નાકા સુધી પાણી ભરાય એટલે પ્યાલો ખાલી થઈ જતો હતો.

મનુ અને પરેશ ધ્યાનથી જોઈ રહ્યા હતા. ત્રણેક જણાએ પ્રયત્ન કર્યો છતાં પ્યાલો પૂરેપૂરો ન ભરાયો એટલે મનુએ એ  દુકાનવાળા કાકાને જ કહ્યું ઃ ''હવે તમે આ પ્યાલો આખો ભરી બતાવો તો તમારી શરત સાચી, નહિતર.''

દુકાનદાર મનુનાં તોફાનોથી પરિચિત હતો. તેણે પોતાના હાથમાં પ્યાલો લીધો. અંગૂઠા અને ત્રણ આંગળીથી વચ્ચેથી પ્યાલો પકડયો. પ્યાલાના એક બાજુના નાકાના નીચેના ભાગમાં એણે ટચલી આંગળીથી આધાર આપ્યો. પછી એ ધીરે ધીરે એમાં પાણી ભરવા લાગ્યો. પ્યાલો આખો પાણીથી ભરાઈ ગયો. પછી તરત જ એણે પ્યાલો હતો ત્યાં મૂકી દીધો.

મનુ માથું ખંજવાળવા લાગ્યો.
''બોલ, મનુ તારે પ્યાલો ભરવો છે?''
''આજે નહીં કાલે. આજે મારો ચોકલેટ ખાવાનો વિચાર નથી.''
એટલામાં તો રિસેસનો સમય પૂરો થવાનો ઘંટ વાગ્યો. બધાં દોડતાં દોડતાં શાળામાં આવી વર્ગમાં ડાહ્યાડમરા થઈને ગોઠવાઈ ગયા.

શાળામાંથી છુટીને પરેશ અને મનુએ જોયું કે દુકાનમાંથી પાણીની ડોલ અને પ્યાલો ગાયબ હતાં. એમણે વિચાર્યું કે આ ખેલ માત્ર રિસેસના સમય દરમિયાન જ ચાલતો હશે. મનુ અને પરેશ પ્યાલો કઈ રીતે ભરવો એનો વિચાર કરતા હતા. મનુ ઘરે આવ્યો. તેણે જોયું કે બાજુવાળા મિહિરકાકા સ્કૂટર પાસે ઊભા રહી પેટ્રોલ કાઢતા હતા. તેમણે પ્લાસ્ટિકની બોટલ નીચે રાખી હતી. પ્લાસ્ટિકની નળી પેટ્રોલની ટાંકીમાંથી બહાર આવતી દેખાતી હતી. એમાંથી પેટ્રોલ બહાર આવતું હતું. મનુ ઘડીભર જોઈ રહ્યો.

પછી મિહિરકાકા પાસે આવી બોલ્યો: 'આવી રીતે પેટ્રોલ બહાર નીકળે, તો પાણી નીકળે કે નહીં?''
મિહિરકાકા કહે, ''કોઈ પણ પ્રવાહી આ રીતે ઉપરની સપાટીથી નીચેની સપાટી પર ઠાલવી શકાય.''
''પણ આવી ટયૂબ?'' મનુ વિચાર કરતો હતો. ''જો ટયૂબ પ્રવાહીથી પૂરેપુરી ભરેલી હોય તો હવાના દબાણથી આ રીતે પ્રવાહી ખાલી કરી શકાય. આ નળીને બકનળી પણ કહી શકાય.''

''અરે વાહ, આ તો સામાન્ય લાગતી જાદુ જેવી વાતમાં વિજ્ઞાાનનો સિદ્ધાંત પણ છે.''
''પણ, તને કેમ આજે આ વાતમાં રસ પડયો?'' મિહિરકાકાએ પૂછ્યું.
એટલે મનુએ નિશાળ પાસે પ્યાલો ભરી આપે તેને મોટી ચોકલેટ આપતા હોવાની વાત કરી.
''તેણે હાથમાં લઈને પ્યાલો ભર્યો ત્યારે નાકાના નીચેના ભાગને આંગળીથી બંધ કરી દીધો હશે.'' મિહિરકાકાએ કહ્યું.
''અરે હા! તેણે પ્યાલો ભરતી વખતે હાથમાં રાખ્યો હતો, જરૃર એણે આંગળી દબાવી રાખી હશે. હવે કાલે વાત છે એની.''

બીજે દિવસે નાની રિસેસમાં જ મનુ તેના ભાઈબંધો સાથે નિશાળની બહાર પ્યાલો ભરવા માટે પહોંચી ગયો.
''લાવો. કાકા મારે પ્યાલો ભરવો છે. પ્યાલો મારા હાથમાં આપો.'' દુકાનવાળા કાકા થોડીવાર માટે તેની સામે તાકી રહ્યા. પછી કહે, ''તારે પ્યાલો ભરવો હોય તો જો આ પ્યાલો રાખ્યો છે, ત્યાં જ ભરી બતાવ.'''

''તો તમે પણ ત્યાં જ રાખીને ભરી બતાવો તો તમે સાચા. બાકી તો તમારા પ્યાલાના નાકા અંદરથી તળિયા સુધી અને બહાર છેક નીચે સુધી રાખેલા છે, એ પોલા છે. બકનળીના સિદ્ધાંત મુજબ પોલા નાકા ભરાય એટલે પ્યાલો ખાલી જ થઈ જાય. માટે નાના છોકરાને લૂંટવાના બંધ કરો અને લાવો અમારા ત્રણેય જણની મોટી ચોકલેટ. જો નહીં આપોને તો... તો...''

દુકાનદારે કશુંય બોલ્યા વગર ડોલ ત્યાંથી લઈ લીધી અને મનુ તથા તેના ભાઈબંધોને ચોકલેટ આપી. ''જા, ભાઈ, હવેથી આવા ખેલ નહીં કરું.''
- ડૉ. કિશોર પંડયા

Keywords Chocolate,zagmag,7,july,2018,

Post Comments