Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અજબગજબ ફોટોગ્રાફી- શ્લીરન

યાદગાર અને સુંદર તસવીરો જોવી સૌને ગમે પરંતુ ફોટો ગ્રાફી માત્ર શોખનો જ વિષય નથી. વિજ્ઞાાનીઓ ફોટોગ્રાફીનો સંશોધનોમાં પણ ઉપયોગ કરે છે. શ્લીરન ફોટોગ્રાફી આવી જ અજબની ફોટોગ્રાફી છે. આ પધ્ધતિ વડે પાડેલા ફોટા મેગેઝીન કે પેપરમાં જોવા મળે નહીં. આ ફોટોગ્રાફી કેવી હોય તે જાણવા જેવું છે. શ્લીરન ફોટા સાદા કેમેરાથી પણ લઈ શકાય છે.

ગરમ ગરમ રહાનો કપ ટેબલ ઉપર પડયો હોય તો તેમાંથી નીકળતી વરાળ આપણે જોઈ શકીએ છીએ. તેની તસવીર પણ લઈ શકાય. પરંતુ ગરમ ગરમ રહામાંથી ગરમીના અદ્રશ્ય તરંગો પણ વહીને વાતાવરણમાં ફેલાય છે. આ તરંગોની તસવીરો શ્લીરન ફોટોગ્રાફીથી લઈ શકાય છે. પ્રકાશનું કિરણ પાણીમા પ્રવેશે ત્યારે થોડું વંકાય છે. તેને વક્રીભવન કે રીફ્રેકશન કહે છે.

પાણીમાં બોળેલી પેન્સીલ વળેલી દેખાય છે તે તમે જાણો છો. પ્રકાશનું કિરણ ઠંડી હવામાંથી ગરમ હવામાં પ્રવેશે ત્યારે પણ થોડું વંકાય છે. સફેદ પ્રકાશ વંકાય ત્યારે તેનું સાત રંગમાં વિભાજન પણ થાય. મેઘધનુષ્ય દેખાય છે. તે રીતે રહાના કપ ઉપર વહેતી ગરમ હવામાં પ્રકાશનું કિરણ પ્રવેશે ત્યારે વંકાય છે.

આ વંકાયેલા કિરણો સપ્તરંગના હોય છે. આપણને તે દેખાતાં નથી પરંતુ રંગીન ફિલ્ટર મૂકેલા કેમેરાથી આ ઝડપાઈ જાય છે. વિજ્ઞાાનીઓ દૂર રહેલી વસ્તુઓમાંથી ગરમીના તરંગોનું વહન જાણવા શ્લીરન ફોટોનો ઉપયોગ કરે છે.

Post Comments