Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આનંદ મેળાના રોલર કોસ્ટરનું અવનવું

વેકેશન દરમિયાન એમ્યુઝિંગ પાર્ક કે આનંદમેળામાં વિવિધ રાઈડ્રઝની મઝા માણી હશે. રોલર કોસ્ટર આનંદ મેળામાં સૌથી રોમાંચક રાઈડ છે. ગતિશીલ પદાર્થો ઉપર ગુરુત્વાકર્ષણ, ઘર્ષણ વગેરે બળો લાગતાં હોય છે. ગતિમાન વાહનમાં બેઠેલા લોકો પર પણ આ પરિબળો લાગતાં હોય છે. ચક્રાકાર ફરતી વસ્તુ પર કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી બળ લાગે. માનવશરીર મોટે ભાગે પ્રવાહીનું બનેલું છે.

તેની પર આ બળ લાગે ત્યારે કંઈક જુદો જ અનુભવ થાય છે તે રોમાંચક હોય છે. શરીરનું બેલેન્સ જાળવવાનું કામ કાનમાં આવેલી યુસ્ટેચિયન ટયૂબમાં થાય છે. શરીરની સ્થિતિ પ્રમાણે તેમાં રહેલું પ્રવાહી આગળ પાછળ સરકી મગજને સંદેશા આપે છે. ચકડોળમાં બેસતાં લોકોના કાનમાં આ પ્રવાહી એક તરફ થઈ જાય છે. અને ક્યારેક ચક્કર ચડે તેવો અનુભવ પણ થાય છે.

રોલર કોસ્ટરની શરૃઆત ૧૫મી સદીમાં રશિયામાં થયેલી તેને રશિયન માઉન્ટન કહેતા. ફ્રાન્સમાં પહેલું રોલર કોસ્ટર ૧૮૧૭માં બનેલું તે વાંકાચૂકા પાટા પર ચાલતી રેલગાડી જેવું હતું. રોલર કોસ્ટરની પ્રેરણા કોલસાની ખાણમાં ઉપયોગી થતી રેલવેમાંથી મળેલી. ઇ.સ.૧૮૨૭માં કોલસા લાવવા લઈ જવા પર્વતોના ઢોળાવ પર રેલવે બંધાયેલી.

પર્વતના ઉબડ ખાબડ ટ્રેક પર આ ગાડી ઉછળકૂદ કરી ચાલતી. લોકોને તેમાં બેસવાની મજા પડતી. ત્યારબાદ તેનો કોલસા લાવવા લઈ જવાને બદલે સહેલાણીઓ માટે ઉપયોગ થવા લાગ્યો. તેને ' સ્વીચબેક' રાઈડ કહેતા. આજે પાઈપલાઈન, બોસ્લેડ ફોર્થડાઈમેન્શન જેવા વિવિધ પ્રકારના અને ગગનચૂંબી રોલર કોસ્ટર જોવા મળે છે.

Post Comments