Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વિહાર - યાસીન દલાલ

હર સાખ પે ઉલ્લુ બૈઠા હૈ

બેરોજગારી અને મોંઘવારી આપણા મહાપ્રશ્ન છે. આવા કૌભાંડોથી દુનિયાભરમાં આપણે હાંસીપાત્ર થઈએ છીએ

આખરે એન.ડી.એ. સરકારનું જબરદસ્ત કૌભાંડ બહાર આવ્યું છે. આમાં સુરતના હિરાના વેપારી નીરવભાઈ મોદી મુખ્ય સુત્રધાર છે. એમણે પંજાબ નેશનલ બેંકમાં ખાતા ખોલીને ૧૧૫૦૦ કરોડનું કૌભાંડ આચર્યું છે. આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો દેશનું આ સૌથી મોટું કૌભાંડ છે.

વિશ્લેષકો કહે છે કે હજી આ કૌભાંડની રકમ ૨૦થી ૩૦ હજાર કરોડે પહોંચવાની શકયતા છે. ખૂબીની વાત એ છે કે પંજાબ નેશનલ બેંકની અસસ્કયામતો ૧૦ હજાર કરોડ જેટલી છે. એનાથી વધુ રકમનું કૌભાંડ થયું છે. આમાં અનેક મોટા માથા સંડોવાયેલા છે. મૂળ માથું સુરતમાં નીરવ મોદીનું છે.

એમનો જન્મ જ 'એન્ટ વર્ક'માં થયો છે. ઉતર્યા પણ ત્યાં જ છે એમના મામા મુકુંલ ચોકસીએ એમને મુંબઈ મોકલીને હિરા ઉદ્યોગની તાલીમ આપી પછી તો આ ભાઈએ પાછું વળીને જોયું જ નહીં. બેંકના વરિષ્ઠ અધિકારીઓ ાસથે મળીને આ કૌભાંડને અંજામ આપ્યો. શેટ્ટી નામના અધિકારીએ આ કૌભાંડની જાણ ઉપર સુધી કરી પણ એમના તરફ કોઈનું દ્યાન ન ગયું. અનેક મોટા માથાં આ વિષચક્રમાં ફસાણા. પાછળથી એવી વિગત મળી કે અત્યારે મોદીસાહેબ ન્યૂયોર્કમાં જલસા કરે છે.

એમણે બેંગકોંકમાં એક નવો શોરૃમ ખોલ્યો અને સરકારને ખૂલ્લો પડકાર આપ્યો. દરમ્યાન બીજી વિગત એવી મળી કે આ કૌભાંડમાં અસલી ભેજું મોદીના પત્નીનું છે. એમણે સિફતપૂર્વક ફિલ્મઉદ્યોગના કલાકારોની મદદ લીધી અને હોલીવુડ તથા બોલીવુડની અનેક અભિનેત્રીઓનો મોડેલ તરીકે ઉપયોગ કર્યો. પ્રિયંકા ચોપરા આમાં મુખ્ય છે.

ઈતિહાસ કહે છે કે ૧૮૯૫માં લાહોરમાં લાલા લજપતરાયે આ બેંકની સ્થાપના કરી હતી. એમનો હેતુ શાહુકારોના શોષણમાંથી ગરીબોને છોડાવવાનો હેતુ લાલાનો હતો. તેની પ્રથમ શાખા ૧૨ એપ્રિલ ૧૮૯૫ના રોજ લાહોરમાં ગણપતરાય રોડ ઉપર થઈ હતી. આ બંકમાં કુલ નવ કર્મચારીઓ હતાં. આ બેંકનું ૧૮'મે ૧૮૯૪ના રોજ ઈસ્ટ ઈન્ડિયા કંપની એકટ હેઠળ નોંધણી થઈ હતી. અધિનિયમન છ હેઠળ આ નોંધણી થઈ. આ બેંકમાં પ્રતમ એકાઉન્ટ પણ લજપતરાયે જ ખોલાવ્યું હતું.

આ ઉપરાંત જવાહરલાલ નહેરુ સહિત અનેક મોટા નેતાઓના એકાઉન્ટ પણ અહીં હતાં. અંગ્રેજ શાસનમાં શાહુકારો દ્વારા ખેડૂતો અને ગરીબોનું ખૂબ શોષણ કરાતું હતું. મોટાભાગના શાહુકારો અંગ્રેજોના પીઠ્ઠું હોવાથી શોષિતોને કોર્ટ કચેરીમાં પણ ન્યાય મળતો ન હતો. ભારતીય મૂડીનો ઉપયોગ અંગ્રેજો પોતાની બેંક અને કંપની ચલાવા માટે કરતા. આથી આઝાદીના આંદોલનમાં સ્વદેશી બેંકની જરૃર ઉભી થઈ.

આર્યસમાજના નેતા રાયમૂલ રાજે પણ આ વાત લાલા લજપતરાયને જણાવી. એમને મિત્ર હરકિશનલાલ, દયાલસિંહ મજેઠીયા તથા કાલી પ્રસન્ન રોય, શ્રી પ્રભુદયાલ લાલા તથા ટોલનદાસ જેવા નજીકના મિત્રો સાથે મળીને એમણે આ મહાન કામ કર્યું. છેવટે લાલજીએ અને તેમના મિત્રોની મહેનતથી બે લાખ રૃપિયા એકઠા કર્યાં. આમાં મોટાભાગે આર્યસમાજીઓ અને રાષ્ટ્રવાદી હતાં. આથી અંગ્રેજ સરકારે કોઈ મદદ ન કરી. સામાજીક અને આર્થિક ઉન્નતિ માટે લાલા લજપતરાયે આ મહાકામ કર્યું.

લાલા લજપતરાયનું અંગ્રેજ સરકારના લાઠીચાર્જમાં ઈજા થવાની મૃત્યું થયું પણ એમણે જે મહાન કામ કર્યા એમાં પંજાબ નેશનલ બેંકની સ્થાપના એક અગત્યનું કદમ હતું. ૧૯૪૦માં એ સમયની ભગવાનદાસ બેંક પંજાબ બેંકમાં ભળી ગઈ. ૨૧ માર્ચ ૧૯૪૭ માં આ બેંકને હાઈકોર્ટ દ્વારા દિલ્હીમાં નોંધણી કરાવવાની મંજૂરી મળી. ૧૯૬૯માં ૧૩ મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું એમાં આ બેંક પણ સામેલ હતી.

પીએનબીના ઈતિહાસની એક બીજી વાત જાણી લઈએ. આપણા સ્વર્ગીય વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ મોટરકાર માટે લોન લીધેલી એમની પાસે પાંચ હજાર રૃપિયા ખૂટતા હતાં જેને માટે પંજાબ નેશનલ બેંકમાંથી પાંચ હજારની લોન લીધી. દરમ્યાન મોસ્કો ખાતે એમનું અવસાન થયું. એ પછી શ્રીમતી ગાંધી સત્તા ઉપર આવ્યા એમણે લોન માફ કરવાની દરખાસ્ત કરી પણ શાસ્ત્રીજીના પત્નીએ એ નકારી કાઢી અને હપ્તે હપ્તે પોતે લોન ચૂકવી દીધી. આમ આ બેન સાથે લાલા લજપતરાય તેમજ શાસ્ત્રી જેવા મહાન નેતાઓ સંકળાયેલા છે એ જ બેંક આજના સત્તાલોલુપ નેતાઓને કારણે ડૂબી રહી છે.

સુપ્રિમકોર્ટમાં સરકારે આ મુદ્દે સીટની રચના કરવાનો ઈન્કાર કર્યો છે. મતલબ કે કેન્દ્ર સરકાર પોતે જ આ મુદ્દે કાંઈ કરવાના મૂડમાં નથી. એના પણ હાથ ખરડાયેલા હોય તો જ આમ બને. છેલ્લા ઘણા સમયતી ચૂપ રહેલા અન્ના હઝારે એ પણ આ મુદ્દે મોઢું ખોલ્યું છે અને કહ્યું છે કે મોદીના રાજમાં તો બધે ભ્રષ્ટાચાર જ દેખાય છે જો કે લોકપાલ મુદ્દે અન્નાસાહેબ માર્ચ મહિનાથી દિલ્હીમાં ઉપવાસ ઉપર બેસવાના જ છે.

દરમ્યાન રોટોમેકના માલિક વિક્રમ કોઠારી અને તેના પુત્રની ધરપકડ થઈ છે અને તેમની ૧૨૦૦ કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઈ છે. ઈડીએ નીરવ મોદીની નવ કરોડની રોલ્સરોઈ કાર સહિત નવ કારો જપ્ત કરી છે. નીરવ મોદીના પત્ની એની ની પણ પૂછપરછ કરાઈ છે.

દરમ્યાન પ્રિયંકા ચોપરાએ જાહેર કર્યું છે કે હવે હું આ જૂથ સાથે સંકળાયેલી કોઈ જાહેરખબરમાં ભાગ લઈશ નહીં. દરમ્યાન ટ્રાન્સ્પરન્સી ઈન્ટરનેશનલ નામની સંસ્થાએ જાહેર કર્યું છે કે દેશમાં ભ્રષ્ટાચારમાં વધારો થયો છે. કરપ્શનના ઈન્ડેકસમાં આપણે ૮૧માં સ્થાને આવ્યા છીએ. સૌથી ઓછો ભ્રષ્ટાચારન્યૂઝીલેન્ડ અને ડેન્માર્કમાં થાય છે. આપણી પડોશમાં ચીન અને ભૂતાનમાં પણ ઓછો ભ્રષ્ટાચાર છે.

આજની તારીખે આપણા દેશમાં થયેલા અનેક ભ્રષ્ટાચારની ઘટનાઓમાંથી આ સૌથી મોટી ઘટના છે. સત્તાવાર રીતે ૧૧૫૦૦ કરોડનો આંકડો અપાય છે પણ સાચો આંકડો ૨૦થી ૩૦ કરોડનો છે. વડાપ્રધાને પણ આ મુદ્દે મૌન તોડયું છે ને કહ્યું છે કે આ મુદ્દે કોઈને છોડવામાં નહીં આવે.

પણ સાચી વાત એ છે કે વડાપ્રધાનની ઓફિસને વરસોથી જાણ હતી. એમને અનેક પત્રો પણ લખાયેલા પણ એમણે કોઈ પગલાં લીધા જ નહીં. એનાથીય સાચી વાત એ છે કે આટલું મોટું નાણા કૌભાંડ બહાર આવે પછી તરત નાણાપ્રધાને રાજીનામું આપવું જોઈએ એને બદલે એમણે પણ બહુ લૂલો બચાવ કર્યો છે. અત્રે યાદ આપીએ કે ભૂતકાળમાં યુપીએની સરકાર આ મુદ્દાઓસર જ ઉથલી પડી હતી.

કોંગ્રેસ સરકારે તરત જ પગલાં લીધા હતાં. એ.રાજા અને કનીમોઝીને બહાર કાઢી મૂકયા હતાં. રેલ્વે પ્રધાન શ્રી બંસલ પણ રેલ્વે બોર્ડનાં સભ્ય એવા એના ભત્રીજાની સંડોવણીના કારણે તરત જ રાજીનામું આપીને જતા રહ્યા હતાં ત્યારે એ પછી તરત સત્તામાં આવેલી એનડીએ સરકારના સમયમાં શ્રી લલીત મોદી અને વિજય માલ્યા અબજો રૃપિયાની કટકી કરીને ભાગ્યા.

હદ તો એ થઈ કે શ્રીમતી સુષ્મા સ્વરાજે પોતે કબૂલ્યું કે પોર્ટુગલના વીઝાની ભલામણ શ્રી લલીત મોદી માટે મેં કરેલી. હજી આજેપણ એમની વકીલાત સુષ્માબેનના પુત્રી કરે છે. ઉપરાંત શ્રી મોદીના વીઝા વધારી આપવાની ભલામણ રાજસ્થાનના મુખ્યપ્રધાન શ્રીમતી વસુંધરા રાજે એ પણ કરેલી. આ બંનેના નામ બહાર આવ્યા, દિવસો સુધી સંસદની કામગીરી ઠપ્પ થઈ ગઈ પણ બંનેમાંથી કોઈ પ્રધાને રાજીનામું આપ્યું નહીં.

આના પ્રત્યાઘાત રૃપે સુરતનો હિરા ઉદ્યોગ બંધ થઈને ઈઝરાઈલ અથવા બેલ્જીયમ જતો રહેશે એવી બીક વ્યક્ત થઈ રહી છે. સુરતના હિરા ઉદ્યોગમાં મોટે ભાગે સૌરા,્ટ્રના નાગરિકો છે ત્યાં એક બેલ્જીયમ ટાવર પણ છે એમાં મોટેભાગે હિરા ઉદ્યોગના માલિકો રહે છે. આ ઘટનાના પ્રથ્યાઘાતરૃપે હિરો ઉદ્યોગમાં મોટી મંદી આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી સાખને પણ ફટકો લાગ્યો છે. ઉપરતી મોદીસાહેબ હજી મૂછે વળ દે છે અને એમ કહે છે કે આમાં કોઈ ગોટાળો થયો નથી. દરમ્યાન દિલ્હી અને મુંબઈ ખાતે આવેલી એની ઓફિસો બંધ પડી ગઈ છે.

સુરતમાં આવેલી એની કચેરીમાં ૩૨૦૦ કર્મચારીઓ છે છેલ્લા ત્રણ મહિનાથી એમને પગાર ચૂકવાયો નથી. આમ આ સાહેબ ખૂબ ભપકામાં રહે છે અને એમની કાંટા ઘડિયાળ લાખોની કિંમતની છે પણ એમને કોઈ શરમ નથી. એમણે પોતે આ કૌભાંડ એકલે હાથે આચર્યું નથી પણ બેંકનાં અધિકારીઓની મદદથી લેટર ઓફ ઈન્ટેન્ટ એમણે મેળવી લીધા હતા અને આટલું જબરદસ્ત કૌભાંડ અધિકારીઓની મદદની આચરવામાં આવ્યું.

૧૯૬૯ માં શ્રીમતી ગાંધીએ ૧૩ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે એમ જાહેર કરેલું કે હવે બેંકોમાં નાણાકીય ગોટાળા નહીં થાય તેમજ હવે બેંકો ગામડાઓમાં પણ ખૂલશે પણ આ ધારણા ખોટી પડી. રાષ્ટ્રીયકૃત બેંકો હવે ગ્રાહકોને મનફાવે તેમ લૂંટી રહી છે. એમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા તો જાતજાતના ચાર્જ લગાડી રહે છે. જેમાં લેજર ચાર્જીસ તથા અર્લી પેમેન્ટ ચાર્જનો સમાવેશ થાય છે.

કોઈ ગ્રાહક બેંકની લોન વહેલી ભરી દે તો બેંક આવકારવી જોઈએ એને બદલે એને દંડ ફટકારવામાં આવે છે. આમ બેંકો ગ્રાહકની મિત્રને બદલે દુશ્મન બની ગઈ. હવે એનું સાચું કારણ બહાર આવ્યું છે. વિજય માલ્યા, લલીત મોદી તથા નિરવ મોદી જેવા મોટા મગરમચ્છ અબજો રૃપિયા ખાઈને વિદેશ ભાગી જાય પછી સામાન્ય માણસનો ઉધ્ધાર કંઈ રીતે થાય.

સામાન્ય માણસ અને નોકરીયાત માણસ નાની નાની લોન લઈને મકાન બનાવે છે અથવા ફ્રીઝ અને ટી.વી. તથા વોશીંગ મશીન ખરીદે છે એમાં મામૂલી હપ્તા ચડી જાય તો બેંકો કેસ કરે છે પણ આવા અજગરો અબજો રૃપિયાના કૌભાંડ કરીને વિદેશ ભાગી જાય ત્યારે એમનો વાળ વાંકો થતો નથી. ઉલ્ટાનું એ લોકો આખી દુનિયામાં જલસા કરતા ફરે છે.

વિજય માલ્યાસાહેબનો સંખ્યાબંધ દેશોમાં ફાર્મહાઉસ છે અનેક એમના ઘરના ટાપુઓ છે તેમજ અનેક સુંદરીઓ સાથે એ મહાલતા હોય છે. આમાંથી સૌથી મોટો પ્રશ્ન દેશની તિજોરીનો છે. ભારત એક ગરીબ દેશ છે. બેરોજગારી અને મોંઘવારી આપણા મહાપ્રશ્ન છે. આવા કૌભાંડોથી દુનિયાભરમાં આપણે હાંસીપાત્ર થઈએ છીએ. સરકાર જો રાજકીય ગણતરીઓ બાજુ પર મૂકીને કડક પગલાં નહીં લે તો દેશ લુટાઈ જશે.

સરકાર હજી કોની વાટ જોઈ રહી છે? ખરેખર તો આવા કિસ્સા રોકવા હોય તો તરત જ દેશભરમાં આર્થિક કટોકટી લાદવી જોઈએ અને આવા બધા ધૂતારાઓની સંપત્તિ જપ્ત કરી લેવી જોઈએ એ સિવાય આપણી ગરીબ અને બેરોજગારી ઉકલે તેમ નથી. 'હર સાખ પેં ઉલ્લુ બૈઠા હૈ, અંજામે ગુલીસ્તાન કયા હોગા?'
 

Keywords vichar,vihar,10,march,

Post Comments