Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વિહાર- યાસીન દલાલ

આરોગ્ય અને સ્વચ્છતાની બાબતમાં આપણે તદ્દન પછાત

લોકો પોતાની મેળે સ્વચ્છતાની ટેવ ન પાડે તો કડક કાયદાઓ વડે હવે એનું પાલન કરાવવું જ પડશે.  એક વ્યક્તિની ગંદકીથી આખા શહેરનું આરોગ્ય ભયમાં આવી પડતું હોય તો એ વ્યક્તિ પર પગલાં લેવા જ પડે

વિશ્વના બધા જ આધુનિક કહેવડાવતા દેશો અને સમાજો પોતાની વસતીના આરોગ્ય અને સામાજિક સુખાકારીની ચિંતાને સૌથી ઊંચું મહત્વ આપે છે. આપણે કમનસીબે આરોગ્યને સૌથી ઓછું અગત્યનું ગણીએ છીએ. આપણો દેશ છ લાખ ગામડામાં વસે છે અને આપણું ગામડું તદ્ન કંગાળ હાલતમાં છે ત્યાં રસ્તા નથી, ગટર નથી, પાણી નથી, વીજળી નથી.

સિનેમાને સામાજીક જાગૃતિનું માધ્યમ ગણીએ તો હમણાં અક્ષયકુમારે 'ટોયલેટ' નામની સામાજીક જાગૃતિની ફિલ્મ બનાવી છે. એમાં નાટયાત્મક રીતે કહેવાયું છે કે આપણા દેશમાં ટોયલેટ એટલે કે જાજરૃની સગવડ કેટલી અગત્યની છે. ફિલ્મમાં એક સંવાદ છે. ''દિકરા ફળીયામાં તુલસી કયારો હોય, એની જગ્યાએ તું ંડાસ ચણવા માંગે છે?''

આમ સ્વચ્છતાની બાબતમાં આપણે સંકટની દશામાં છીએ. આધુનિક સમાજનું નિર્માણ કરવા માટે રસ્તા, મકાન, રેલવે, બસવ્યવહાર વગેરેના આયોજનમાં આરોગ્ય અને જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે જે સૂઝ અને દૂરંદેશી હોવા જોઈએ, એનો આપણામાં બિલકુલ અભાવ છે. પરિણામે બે ઈંચ વરસાદ પડે અને આપણા રસ્તાઓ પાણીથી ઊભરાવા લાગે છે. ગાંધીનગર જેવા ગુજરાતના નવા બનાવેલ પાટનગરમાં પણ આ સ્થિતિ હોય ત્યાં બીજાં શહેરોની શી વાત કરવી? આ ચોમાસામાં ચૂંટણી પંચની એક બેઠક માટે ગાંધીનગર જવાનું થયું.

મિટિંગ પૂરી થઈ અને અડધો - પોણો ઈંચ વરસાદ પડયો. આટલા વરસાદમાં તો રસ્તા અને શેરીઓમાં એકાદ બે ફૂટ પાણી ભરાયાં અને એક મિત્રને ઘેર પાણી અને કાદવ ખૂંદતાં ખૂંદતાં માંડ પહોંચ્યા. પાણી વહી જવાને બદલે એક જગ્યાએ ભરાઈ રહે એટલે તુરંત એમાંથી મચ્છર પેદા થાય છે એટલી તદન સાદી વાત આપણા આયોજકો ભૂલી જાય છે. પરિણામે હવે દરેક ચોમાસામાં આપણાં શહેરો જીવતાં નરક જેવાં બની જાય છે.

ચારે બાજુ ગંદાં પાણીનાં ગંધાતાં ખાબોચિયાં તો હવે સામાન્ય બની ગયા છે. ઉપરથી રસ્તાના બાંધકામમાં થતા મોટા ભ્રષ્ટાચારને લીધે થોડા વરસાદમાં જ નવા બનાવેલા રસ્તા તૂટી જાય છે અને એમાં ખાડા પડે છે. એમાં ગંદું પાણી જમા થાય છે અને આખા વિસ્તારમાં મચ્છર અને બ ીજી જીવાતો ફેલાવા માંડે છે.

થોડા સમય પહેલાં અમે થોડા લેખકો સુરેન્દ્રનગર જિલ્લાના એક નાનકડા ગામમાં ગયા હતાં. એક ચાહક મિત્રના આમંત્રણથી અમે એણે નવા બંધાવેલા ઘરે રાત ગાળી અને ગપાટા માર્યા. ગામડાંનું ખુલ્લું, પ્રકૃતિમય વાતાવરણ સૌને ગમી ગયું અને અગાસી પરની ચાંદનીમાં સૌએ એક પ્રકારની શીતળતા અનુભવી. પણ સવારે ઊઠયા ત્યાં મોટી મુશ્કેલી ઊભી થઈ. એ મિત્રના નવા ઘરમાં જાજરૃ જ નહોતું.

આજુબાજુનાં ઘરોમાં તો જાજરૃ હશે જ એમ માનીને ત્યાં કયાંક લઈ જવા અને એમને વિનંતી કરી, ત્યારે ખબર પડી કે આખા ગામમાં કોઈ ઘરમાં સંડાસ જ નથી. કેમ કે ત્યાં આવો કોઈ રિવાજ જ નથી! ઘરની અંદર જાજરૃ બનાવવું એ તો એક પ્રકારની ગંદકી કહેવાય એમ ગામના લોકો માનતા હતાં. આખરે ગામમાં આવેલી એક શાળાના મકાનમાં અમારે જવું પડયું, જયાં સદ્ભાગ્યે સંડાસની વ્યવસ્થા હતી.

આવા ગામડાં આજે પણ આપણા દેશમાં અનેક હશે. ઘરના કમ્પાઉન્ડમાં જાજરૃ તો બનાવાય જ નહીં, એવી ખોટી માન્યતા ધરાવતા લોકોને ખ્યાલ નથી આવતો કે બહાર ખુલ્લામાં મળમૂત્ર કરવાથી તો ખૂબ જ ગંદકી થાય. મચ્છર માખીનો ઉપદ્રવ વધે અને એનાથી તો આખા ગામનું આરોગ્ય ભયમાં મૂકાય.

આવી ખોટી માન્યતાઓ અને ગંદી ટેવોને લીધે જ આપણા મોટેભાગનાં ગામડાંમાં આજે મચ્છર અને માખીનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. ખાસ કરીને લગ્નગાળો હોય કે કોઈ મોટો પ્રસંગ કે કથા હોય અને મોટી સંખ્યામાં જમણવાર થાય, ત્યારે તો આ ઉપદ્રવ વધી જાય છે અને પરિણામિે તરત કોલેરા અને ઝાડા - ઊલટીનો રોગચાળો ફેલાઈ જાય છે.

અત્યારે તો આધુનિક એન્ટિબાયોટિક દવાઓને લીધે આવા ભયાનક રોગો પણ અંકુશમાં આવી શકયા છે, પણ ભૂતકાળમાં જયારે આવી કોઈ દવાઓ નહોતી, ત્યારે પણ લોકો પ્લેગથી ડરીને આમ નાસભાગ કરતા નહોતા. ડોકટરો અને નર્સો તો જાનની પરવા કર્યા વિના દર્દીઓની સારવાર માટે દોડી જતાં. ગાંધીજીએ પોતે દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ત્યાં હિંદીઓની વસાહતમાં ફાટી નીકલેલા પ્લેગનું વર્ણન કર્યું છે. ગાંધીજીએ પોતે પણ જાનનું જોખમ ખેડીને દિવસો સુધી પ્લેગના દર્દીઓને સાચવ્યા. એમની સારસંભાળ રાખી અને એમનાં કપડાં પણ ધોયાં.

ત્રેવીસ દર્દીઓની સેવા ત્રણ જણે કરી. ગાંધીજીની મદદમાં ત્યારે કલ્યાણદાસ અને માણેકલાલ નામના બે ભાઈઓ હતાં. ગોડકે નામના અંગ્રેજ ડોકટર અને એક નર્સ પણ જરાયે પલાયનવાદી બન્યા વિના આ દર્દીઓની સારવારમાં રોકાયાં હતાં. આ દર્દીઓને એક સ્થળેથી બીજે ફેરવવાનો વારો આવ્યો ત્યારે એ નવી જગ્યાને પણ મેલી લાગતાં ગાંધીજી અને એમના ત્રણ સાથીઓએ સાફ કરી.

ગાંધીજીએ પોતે ડોકટર બનીને ત્રણ દર્દી પર પોતાનો માટીનો પ્રયોગ અજમાવ્યો અને એમાંથી બેને સાજા કર્યાં. એ બધી રસપ્રદ વાતો નિરીક્ષકના ૧/૧૦.૧૯૯૪ના અંકમાં વાંચવા જેવી છે અને પેલી નર્સ આ દર્દીઓની સુશ્રુષા કરતાં કરતાં પોતે જ પ્લેગનો ભોગ બનીને જાન ગુમાવ્યો એ હકીકત જાણીએ ત્યારે એ સમયની ફરજનિષ્ઠાની ભાવના પ્રત્યે માન થયા વિના રહે નહીં.

હજારો વર્ષો પહેલાં આપણે વિશ્વની પ્રજાને સંસ્કૃતિ અને સભ્યતાની ભેટ આપી હતી. મોહેં - જો દડોના ખંડેરોમાં પાણીના નિકાલ માટેની ગટર વ્યવસ્થા હતી, અને નહાવા માટેના બાથરૃમ હતા. પણ એ બધું ભૂતકાળનું સપનું થઈ ગયું. આજે આપણે આરોગ્ય અને સફાઈની બાબતમાં વિશ્વના બીજા દેશોની હરોળમાં કયાંય ઊભા રહી શકીએ એમ નથી. વર્તમાનની વાસ્તવિકતા સ્વીકારીને યુધ્ધના ધોરણે સફાઈનાં પગલાં લેવા પડશે.

આપણી અનાજની, પ્રોવિઝનની દુકાનોમાં મોટા મોટા ઉંદરોની ફોજ આંટા મારતી હોય છે. એ સિવાય વંદા, ગરોળી, માંકડ, મચ્છર એ બધું વધારામાં. રાજકોટનાં એક વિસ્તારમાં હમણાં નળની પાઈપ લાઈનમાંથી મોટો સાપ નીકળ્યો હતો. આપણા દેશમાં એક પણ શહેરનું નળનું પાણી સ્વચ્છ હોય છે એવો દાવો આપણે કરી શકીએ તેમ નથી.

વ્યક્તિગત ધોરણે આપણે સ્વચ્છતા પૂરી જાળવીએ છીએ, સ્નાન કરીએ છીએ, ઘરમાં પણ સાફસફાઈ કરીએ છીએ, પણ જયાં જાહેર આરોગ્યની વાત આવે છે, ત્યાં આપણી નર્બળતા બહાર આવી જાય છે. આપણા ઘરનો કચરો આપણે શેરીમાં ફેંકી દઈને સંતોષ માનીએ છીએ. આખી શેરી ગંદી હોય અને એની અંદર આપણું મકાન સ્વચ્છ હોય તે શું કામનું? મુંબઈમાં અને લત્તાઓમાં આખી શેરી ગંધાતી હોય, એ પાર કરીને તમે કોઈ મકાનમાં જાવ,

તો સીડી ચડો ત્યાં તદ્ન અંધારૃં હોય, આસપાસ કચરો પડયો હોય, દીવાલો પાનની પિચકારીઓથી રંગેલી હોય અને આવી સીડી ચડીને મકાનની અંદર દાખલ થાવ ત્યાં અત્યંત ભવ્ય ફર્નિચર હોય અને રોશનીની ઝાકમઝાળ હોય. એ જ રીતે કોઈપણ ઓફિસ કોમ્પ્લેક્ષ કે શોપિંગ કોમ્પ્લેક્ષમાં જાવ, એટલે સીડી પર બત્તી જ ન હોય, સીડી એટલી સાંકડી હોય કે એક માણસ માંડ માંડ જઈને આવી શકે છે.

આખી બિલ્ડીંગમાં કયાંય મુતરડી કે સંડાસ ન હોય. વધુને વધુ પૈસા કમાવવાની લાલચમાં લોકો જાહેર આરોગ્યનાં બધાં જ ધોરણો નેવે મૂકી દે છે. આવા મકાનોને સુધરાઈઓ મંજૂર પણ કરી દે છે. પરિણામે લોકો ખુલ્લામાં પેશાબ કરે અને આખું વાતાવરણ બગડતું જાય. માત્ર મુંબઈ શહેરમાં દરરોજ ૪૦ લાખ લોકો ખુલ્લામાં જાજરૃ કરે છે. આવી સ્થિતિમાં રોગચાળો ન ફાટી નીકળે તો શું થાય?

રોગચાળા ગંદકી અને સ્વચ્છતાના અભાવને લીધે  ફેલાય છે અને એને રોકવા માટે જાહેર આરોગ્યનાં ધોરણો સુધારવા જોઈએ, એને બદલે લોકોને હોમ હવનના માર્ગે લઈ જઈશું તો હજી આવા રોગચારળા ફાટયા જ કરશે. ખરેખર તો પ્રજાને સ્વચ્છતા અને સફાઈના નિયમો સમજાવાની જરૃર છે.

આપણા કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં આપણે આરોગ્ય પાછળ માત્ર દોઢ ટકા જેટલી રકમ ખર્ચીએ છીએ. આખા દેશમાં અત્યારે માત્ર કર્ણાટકમાં જ પ્લેગ નિયંત્રણની કચેરી ચાલુ છે.એ સિવાય દેશ આખામાં પ્લેગ નિયંણની કોઈ કચેરી જ નથી. મહારાષ્ટ્રના બીડ અને મામલા શહેરમાં છેક પાંચમી ઓગષ્ટે પ્લેગના દર્દીઓ જણાયા હતાં.

પણ, સત્તાવાળાઓએ એની કોઈ નોાંધ લીધી નહીં. મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ, પરભણી અને બીડ જેવા વિસ્તારો ઉંદરના ઉપદ્રવ માટે વર્ષોથી પ્રખ્યાત છે. છતાં, ત્યાં ભૂકંપ પછી પણ પ્લેગ નિયંત્રણનાં કોઈ પગલાં લેવાયાં નહીં. બીડના આરોગ્ય અધિકારીઓએ ઉંદરનો મામૂલી ઉપદ્રવ ગણાવીને આખી ફરીયાદને ફાઈલ કરી દીધી.

જો એ સમયે જ પ્લેગને રોકવાનાં પગલાં લેવાયાં હોત તો એ પ્લેગ સુરત ન પહોંચત અને ત્યાંથી આખા દેશમાં ન ફેલાત. પછી તો સુરતમાં જે અંધાધૂંધી ને અવ્યવસ્થા ફેલાયા, ડોકટરો પર હુમલા થયા, હોસ્પિટલમાંથી દર્દીઓ ભાગી ગયા, મેડિકલ સ્ટોર પર લોકોનાં ટોળાં એકઠાં થયા, દવાઓનાં કાળાબજાર થયાં, એ બધું એક સભ્ય અને સંસ્કારી પ્રજા નહીં, પણ પ્રાકૃત અને પછાત પ્રજાનાં લક્ષણો દર્શાવે છે.

હજી પણ આપણે જો આમાંથી બોધપાઠ લેવો હોય તો આપણી આરોગ્ય અંગેની ટેવો બદલવી પ ડશે. જાહેરમાં કચરો ફેંકવો, ગંદકી કરવી, ખુલ્લી રેંકડીઓ ઉપર ઊભા રહીન ભેલપૂરી ખાવી, મોટરસાઈકલ ચલાવતાં ચાલુ વાહને થૂંકીને પાછળના ચાલકો પર થૂંક ઉડાડતા જવું, આ બધી કુટેવો બંધ કરવી પડશે.

પોતાનું ઘર સાફ રાખવું અને શેરી તથા રસ્તાને ગંદા રાખવા, એ વલણ બદલવું પડશે. સુધરાઈના સત્તાવાળા જાગે નહીં અને સફાઈ કામદારો કામ ન કરે તો એમની સામે લડત ચલાવવી પડશે. સ્થાનિક ચૂંટણીઓ આવે ત્યારં સૌથી વધુ મહત્વ આ મુદ્દાને આપવું પડશે.

સિંગાપોરમાં તમારા ઘરમાં કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાયેલું હોય તો દંડ ચૂકવવો પડે છે. જાહેરમાં થૂંકવાની  સુધરેલા દેશમાં મનાઈ છે. ગમે ત્યાં પેશાબ કરવાની છૂટ આફ્રિકન દેશોમાં પણ નથી. લોકો પોતાની મેળે સ્વચ્છતાની ટેવ ન પાડે તો કડક કાયદાઓ વડે હવે એનું પાલન કરાવવું જ પડશે.  એક વ્યક્તિની ગંદકીથી આખા શહેરનું આરોગ્ય ભયમાં આવી પડતું હોય તો એ વ્યક્તિ પર પગલાં લેવા જ પડે.
 

Keywords vichar,vihar,071017,

Post Comments