Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વિહાર - યાસીન દલાલ

ફિલ્મકલાકારો અને ક્રિકેટરોનું અનુકરણ શા માટે?

જે દેશમાં કરોડો લોકો ભૂખે મરતા હોય અને લાખો કલાકારો અને સાહિત્યકારો બેકારીમાં સબડતા હોય ત્યાં આવા તમાશબીનોને માથે ચડાવવા પાછળ કઈ વિચારસરણી છે?

અભિનેતા સલમાનખાન ઉપરાંત ત્રણ અભિનેત્રીઓ રાજસ્થાનમાં એક ફિલ્મના શૂટિંગ માટે ગયાં ત્યારે જંગલમાં સુરક્ષિત પ્રાણીઓના શિકાર માટે પોલીસના હાથે ઝડપાઈ ગયાં. રાજસ્થાનમાં બિશ્નોઈ જાતિ વૃક્ષો અને પશુપંખીઓના રક્ષણ માટે જાણીતી છે. આ સમાજે પ્રતિબંધિત પ્રાણીઓના શિકાર માટે ઉગ્ર આંદોલન કર્યું, જેને પરિણામે આ અભિનેતાઓ સામે પોલીસે ખટલો માંડયો છે. હાલ તો બધા જામીન પર છૂટયા છે. અંતે સલમાનખાનને પાંચ વરસની જેલ સજા થઈ છે પણ બીજા કલાકારો નિર્દોષ છૂટયા છે. પાછળથી સલમાનખાનને પણ જામીન મળી ગયા છે.

આ ઘટનાના કાનૂની પાસાં અંગે વિચારવાને બદલે આપણા ફિલ્મકલાકારોથી માંડીને ક્રિકેટરો સુધીના ધૂમ પૈસો અને પ્રસિદ્ધિ કમાતા 'રોલ મોડલ' આપણા સમાજ ઉપર પોતાના વર્તનથી કેવો દાખલો બેસાડે છે એનો અભ્યાસ કરવા જેવો છે.

આપણે ત્યાં છેલ્લાં થોડાં વર્ષોમાં ફિલ્મકલાકારો, ટી.વી. કલાકારો અને ક્રિકેટરોની પ્રસિદ્ધિ ખૂબ વધી છે, તેમ એમને થતી કમાણી પણ ખૂબ જ વધી છે. એક જમાનામાં દિલીપકુમાર અને રાજ કપૂર જેવા મહાન અભિનેતાઓ એક ફિલ્મમાં કામ કરવાના લાખ-બે લાખ રૃપિયા લેતા હતા, એની સામે આજના શાહરુખખાન અને અજય દેવગણ જેવા નકલખોર અને કોઈ જાતની મૌલિક પ્રતિભા વિનાના નાયકો કરોડો રૃપિયા કમાય છે.

ક્રિકેટની રમત પણ ભૂતકાળમાં રમાતી, પણ આજે તો એમાં પણ જંગી નાણાંનું તત્વ ભળ્યું છે અને મહેન્દ્ર ધોની જેવા ક્રિકેટરની આવક મહિને રૃ. ૧ કરોડ જેવી હોવાનું કહેવાય છે. આ લોકો દુનિયાભરમાં ફરે છે, દુબઈ-શારજહાંમાં સુલતાનોની મહેમાનગીરી માણે છે અને દેશભરમાં અબજોની મિલકતો ધરાવે છે.

પણ, કમનસીબી એ છે કે આટલી પ્રસિદ્ધિ અને આટલો પૈસો આ યુવા કલાકારોને પચતો નથી, પરિણામે સમાજને ઉપયોગી એવી કોઈ પ્રવૃત્તિમાં રસ લેવાને બદલે આ લોકો નવાનવા રોમાન્સનાં લફરાં કરે છે, બંદૂકો વસાવીને પશુપંખીઓના શિકાર કરે છે અને દેશદુનિયામાં ભ્રમણ કરે છે.

મુંબઈના બોંબધડાકા પ્રકરણમાં સંજય દત્તની ધરપકડ થઈ ત્યારે ખબર પડી કે એની પાસે એકે-૪૭ જેવી ખતરનાક રાઈફલ હતી. સંજય દત્ત જેવા અનેક અભિનેતા એવા છે જે સતત દારૃ ઉપરાંત ચરસ-ગાંજા અને હશીશનું સેવન કરતા રહે છે અને મન પડે ત્યારે થોડા બંદૂકના ધડાકા પણ કરી નાખે છે. એ તો ઠીક, પણ આજની મોટાભાગની અભિનેત્રીઓ પણ સેટ ઉપર શૂટિંગ વખતે જે નખરાં કરે છે અને પોતાના નિર્માતાને જે રીતે પરેશાન કરે છે એ બધું એમના ચાહકો જાણે તો એમની ફિલ્મો જોવાનું જ છોડી દે. આજની મોટાભાગની હિરોઈનો સેટ ઉપર શરાબ પીને આવે છે,

અવારનવાર ધમાલ કરે છે, મન પડે ત્યારે કોઈને બેચાર તમાચા ચોડી દે છે અને જાહેરમાં પોતાનું લફરું કોની સાથે ચાલે છે એની વાતો પણ બિન્દાસ કરતી ફરે છે. ફિલ્મોમાં તો બીભત્સ દ્રશ્યો એ આપે જ છે, પણ અંગત જીવનમાં પણ આજના કલાકારોનું વર્તન આદર્શ તો નહીં, પણ કોઈ શેરીના મવાલી જેવું જ હોય છે, પરિણામે આજની ફિલ્મો અને આજના ક્રિકેટનું સંપૂર્ણપણે પતન થયું છે, ક્રિકેટરો તો કરોડો રૃપિયા કમાવા છતાં પણ મોટી રકમની લાંચ લઈને મેચ જાણી જોઈને હારી જાય છે, એ હવે જાણીતી વાત છે.

આ અભિનેતા- અભિનેત્રીઓ દેશમાં ક્યારેક દુષ્કાળ પડે કે પૂર આવે ત્યારે આફતગ્રસ્તોની વહારે ધાવા માટે સરઘસાકારે નીકળી પડે છે અને લોકો પાસેથી ફાળો ઉઘરાવી આપે છે. છાપાંમાં એની તસવીરો આવે છે અને એવો દેખાવ થાય છે. જાણે સિનેમા કે ક્રિકેટવાળા બહુ પ્રજાલક્ષી બની ગયાં છે. વાસ્તવમાં  આટલો ફાળો તો એક કલાકાર પોતે પોતાની અંગત કમાણીમાંથી આપી શકે.

પણ, કરોડોનું કાળું નાણું એકઠું કરનાર કલાકાર કે ક્રિકેટર કે કરોડોની પ્રેક્ટિસ કરનાર ડોક્ટરે ક્યાંય કોઈ સારા કામમાં દાન આપ્યું એવું જાણ્યું છે ખરું? વાસ્તવમાં આ લોકો આવું દાન આપે તો પણ એ દાન નથી, કેમ કે એમની કરોડોની આવક પરનો વેરો તો એ ભરતા નથી, એટલે વાસ્તવમાં તો એ પ્રજાના જ પૈસા છે? પણ, કરવેરાની જંગી ચોરી કરવી, એકદમ વૈભવી જીવન જીવવું, વાતવાતમાં મારામારી કરવી, ઉદ્ધત વર્તન કરવું અને ઉપરથી મોટા ક્રાંતિકારી હોવાનો દેખાવ કરવો એ આજના આ બધા રોલ મોડલો માટે સામાન્ય થઈ પડયું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હમણાં એક અભિનેત્રીને વ્યસન મુક્તિ ઝુંબેશ માટે અમદાવાદ બોલાવી હતી. આખો તમાશો હાસ્યાસ્પદ લાગતો હતો. શરાબથી માંડીને નશીલા પદાર્થોના સેવન માટે એને વારંવાર જાહેરમાં પ્રેમીઓ બદલવા માટે જાણીતી લફરાબાજ અભિનેત્રી લોકોને વ્યસન છોડવાનો ઉપદેશ આપે ત્યારે કેવી લાગે? કોર્પોરેશને તે અભિનેત્રી પાસેથી વ્યસનમુક્તિ ઝુંબેશ માટે દસ લાખનો ફાળો માંગવાની જરૃર હતી. એને બદલે તેના પ્રવાસ પાછળ પાંચ-દસ લાખ વેડફાઈ ગયા હશે. ગુજરાત સરકારે એકવાર એક ક્રિકેટરને બોલાવીને રાજ્યની તિજોરીમાંથી એક લાખ રૃપિયાનું આપી દીધું હતું.

ભલા માણસ, કરોડો કમાનાર ક્રિકેટર પાસે પૈસા લેવાના હોય કે સામેથી આપવાના હોય? અન્ના હજારેને લાખનું ઈનામ આપો તો તરત દાનમાં આપી દે. પેલા ક્રિકેટરે સરકારના એ પૈસા પ્રેમથી સ્વીકારી લીધા. આપણે લોકો સમક્ષ કેવા આદર્શો અને કેવા દાખલા મુકીએ છીએ? શું ફિલ્મ કલાકાર અને ક્રિકેટર દેવના દીધેલાં છે? જે દેશમાં કરોડો લોકો ભૂખે મરતા હોય અને લાખો કલાકારો અને સાહિત્યકારો બેકારીમાં સબડતા હોય ત્યાં આવા તમાશબીનોને માથે ચડાવવા પાછળ કઈ વિચારસરણી છે?

બેએક વર્ષ પહેલાંની આ ઘટના છે. આપણે ત્યાં એક ક્રિકેટર નવોનવો પ્રકાશમાં આવ્યો. ટેસ્ટમેચમાં કોઈ નવા ક્રિકેટરની પસંદગી થાય એટલે તરત એ આસમાને પહોંચી જાય છે. એ ક્રિકેટર પણ રાતોરાત પ્રસિદ્ધિના શિખરે પહોંચી ગયો. તરત મગજમાં રાઈ ભરાઈ ગઈ. સ્વભાવમાં અને જીવનશૈલીમાં બેફિકરાઈ આવી ગઈ. આવી બેફિકરાઈ આપણે ત્યાં મનફાવે તેમ ડ્રાઈવિંગ કરાવમાં સૌથી પ્રથમ પ્રગટ થાય છે.

એ ક્રિકેટર ે દિલ્હીમાં બેફામ ડ્રાઈવિંગ કરીને એક નિર્દોષ નાગરિકને મારી નાખ્યો. ઉપરથી એવો પ્રચાર કર્યો અને રુઆબ માર્યો કે પોતાનો કોઈ વાંક નથી. કેસ ખોટો સાબિત કરવા માટે પૈસા વેર્યા અને નિર્દોષ છૂટી ગયો. પૈસો અને પ્રસિદ્ધિ મળ્યા પછી આપણા ફિલ્મ કલાકારો, ક્રિકેટરો અને રાજકારણીઓ માફિયા સરદારોની જેમ વર્તે છે. આમ આ બધું એમના જીવનમાં અચાનક પ્રવેશી જાય છે અને એમના પ્રશંસકો અને કાયદાના રખેવાળો સુદ્ધાં એમનાથી અંજાઈ જઈને એમને બધું માફ કરી દે છે પરિણામે સામાન્ય નાગરિકના અધિકારો અલગ અને આ વર્ગોના અધિકારો અલગ, એવો એક ભેદ ઊભો થઈ જાય છે.

આની સામે પશ્ચિમના અભિનેતા, નેતા અને રમતવીરોના દાખલા ટાંકવા જેવા છે. ડાયેના ઈંગ્લેન્ડની રાજકુંવરી હતી. સૌંદર્યસમ્રાજ્ઞાી હતી. અબજો રૃપિયાના વૈભવમાં આળટતી હતી. એણે ધાર્યું હોત તો પોલો રમવામાં, ફિલ્મો જોવામાં અને દુનિયાની સફર કરવામાં જિંદગી વિતાવી શકી હોત, પણ એણે દુનિયામાંથી ભૂગર્ભ સુરંગોનો નાશ કરવામાં જિંદગી ખર્ચી નાખી.

રશિયાનું પતન થયું એને પગલે યુગોસ્લાવિયા પણ તૂટયું અને એના છ ટુકડા થયા. પણ, બોસ્નિયા, સર્બિયા અને ક્રોએશિયા વચ્ચે ભીષણ આંતરવિગ્રહ ચાલ્યો. લાખો લોકો માર્યા ગયા. પણ, યુદ્ધ પતી ગયા પછી પણ લશ્કરે જમીનમાં દાટેલી સુરંગો ફુટતી રહે છે અને નિર્દોષ લોકોના જાનમાલ ઉપર ખતરો તોળાતો રહે છે. ડાયેનાએ છેક યુનોના મંચ સુધી આવી સુરંગો સામે જેહાદ ચલાવી. વિશ્વના અનેક દેશોની સરકારો સાથે પત્રવ્યવહાર કર્યો. એને માટે અનેક દેશોમાં ઘૂમી વળી અને આવી સુરંગો સામે એક જબ્બર લોકમત કેળવ્યો. એનું અનુસરણ કરીને બીજી અનેક મહિલાઓ આ દિશામાં કામ કરતી થઈ.

(આવી એક મહિલાને તો શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ પણ મળ્યું.) આજે ડાયેના દુનિયામાં નથી, પણ વિશ્વશાંતિ માટે એણે કરેલા પ્રયત્નોને લીધે લાખો લોકોના જીવનમાં સલામતી આવી છે અને એ ચળવળને લીધે ડાયેનાની સ્મૃતિ જીવંત રહેવાની છે. ડાયેના અવારનવાર પોતાનાં બાળકોને લઈ જઈને ગરીબ અને મધ્યમ વર્ગના રહેઠાણ બતાવતી, જેથી સમાજની આ છબી પણ એ લોકો જોઈ શકે. દુનિયામાં એક કરોડથી વધુ સુરંગો જમીનમાં દાટેલી છે. આ સુરંગો કાઢવામાં હજારો વર્ષ લાગે, પણ ડાયેનાએ દુનિયાનું ધ્યાન એ દિશામાં કેન્દ્રિત કરીને પ્રજા પ્રત્યેની અનુકંપા દર્શાવી આપી.

એક જમાનામાં સમાજને ઘડનારાં પરિબળો જુદાં હતાં. દરેક સમયે દરેક સમાજમાં થોડા રોલ મોડલ અને થોડા વીરનાયક હોય છે. અમેરિકામાં એક સમયે લોકો લશ્કરના મોટામોટા અફસરો ઉપરાંત મોટા પાદરીઓનું અનુસરણ કરતાં. ધીમે ધીમે સમૂહ માધ્યમો આવ્યાં, લોકશાહી આવી અને રાજકીય નેતાઓ તથા નાટક અને ફિલ્મના અભિનેતા લોકો પર પ્રભાવ પાડવા માંડયા. હવે એમાં ટેલિવિઝન કલાકારોનો ઉમેરો થયો છે. સમાજની તંદુરસ્તીનું નિયમન થોડે અંશે આ વીરનાયકો કરે છે.

મધ્યમ વર્ગના યુવક-યુવતીઓ શાહરરુખખાન અને માધુરી દીક્ષિત પાછળ દીવાના હોય છે.જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રો. ઉન્મન કહે છે તેમ, ભારત એક પારંપરિક દેશ છે અને અહીં લોકો સહેલાઈથી ધર્મગુરુ, નેતા અને ફિલ્મ કલાકાર તેમજ ક્રિકેટરનું અનુસરણ કરી લે છે. આજે તો ક્યો કલાકાર કેવાં કપડાં પહેરે છે અને શું ખાય છે એની પાછળ પણ સામયિકો અને મેગેઝિનો સમય અને જગ્યા બગાડે છે અને પરિણામે મુગ્ધ યુવક-યુવતીઓ સમક્ષ એક ખોટો દાખલો રજુ થાય છે.
 

Keywords vichar,vihar,02,june,2018,

Post Comments