Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

- યુનોનો માનવ અધિકાર રિપોર્ટ એકપક્ષી છે...

ભારતના સરહદી રાજ્ય જમ્મુ કશ્મીરમાં માનવ અધિકારોનું બેફામ ઉલ્લંઘન થઇ રહ્યું છે. કીડી મંકોડાની જેમ ભારતીય લશ્કર નાગરિકોને ઠાર કરે છે અને બહેન દીકરીઓ પર અત્યાચાર કરે છે...ગયા મહિનાની ૧૪મી (૧૪મી જૂને ધેટ ઇઝ)એ યુનોના માનવ અધિકાર પંચે આવો રિપોર્ટ પ્રગટ કર્યો. અસત્યના અતિરેકની તો હદ થઇ ગઇ. આઘાતજનક વાત તો એ છે કે ભારત સરકારે જગચૌટામાં આ રિપોર્ટને રદિયો આપવા જેટલીય નૈતિક હિંમત દેખાડી નથી.

રિપોર્ટની સૈાથી મોટી મર્યાદા એ છે કે છેક ૨૦૦૫ના રેડ્ડી પંચનો અહેવાલ આ રિપોર્ટમાં ટાંકવામાં આવ્યો છે. વાસ્તવિકતા એ છે કે ૨૦૦૫માં મનમોહન સિંઘની યુપીએ સરકાર હતી.
સદ્ભાગ્યે ભારતીય લશ્કરના જાગૃત અધિકારઓએ આ રિપોર્ટની ગંભીર નોંધ લીધી અને રાષ્ટ્રીય મિડિયાની મદદ વડે સમગ્ર વિશ્વને સચ્ચાઇથી વાકેફ કરવાનો પ્રયત્ન કર્યો.

યુનોના માનવ અધિકાર પંતના આ એકપક્ષી રિપોર્ટથી વિપક્ષો સ્વાભાવિક રીતેજ ગેલમાં આવી ગયા કે જોયું અમે નો'તા કે'તા ? હકીકત એ છે કે ભારતીય લશ્કર સમગ્ર વિશ્વમાં એકમાત્ર કોસ્મોપોલિટન લશ્કર છે જેમાં યૂરોપના દેશોની જેમ માત્ર ખ્રિસ્તી જવાનો કે ઇસ્લામી દેશોના લશ્કરની જેમ ફક્ત મુસ્લિમો નથી. ભારતીય લશ્કરમાં દેશના તમામ રાજ્યોના યુવાનો સંપૂર્ણ સમર્પણભાવથી સીમાડા સાચવી રહ્યા છે અને ભૂકંપ કે પૂર જેવી આપત્તિમાં લોકોને નિઃસ્વાર્થભાવે મદદ કરે છે.
ઐાર એક મુદ્દો.

લશ્કરી પ્રવક્તાએ જણાવ્યા મુજબ ૧૯૯૪થી ૨૦૧૭ના એપ્રિલ સુધીમાં સમગ્ર ઇશાન ભારતમાં અને જમ્મુ કશ્મીરમાં લશ્કરી જવાનોએ આચરેલા કહેવાતા અત્યાચારોની કુલ ૧,૭૩૬ (સત્તરસો છત્રીસ) ફરિયાદ મળી હતી. લશ્કરી પોલીસે અને લશ્કરી અદાલતોએ એમાંની ૧૬૯૫ ફરિયાદોની તપાસ કરીને જરૃર પડી ત્યાં ભૂલ કરનારને લશ્કરી ધારાધોરણ મુજબ શિક્ષા કરી દીધી. સૌથી રસપ્રદ ખુલાસો લશ્કરી પ્રવક્તએ આ કર્યો- જે ૧૬૯૫ ફરિયાદોની તપાસ કરી એેમાંની ૧૬૨૯ ફરિયાદ સાવ ખોટ્ટી નીકળી. હવે માત્ર ૪૧ કેસની તપાસ બાકી છે જે હાલ ચાલુ છે.

ખરી વાત એ છે પ્રિય વાચક, કે આ બધા કહેવાતા માનવ અધિકાર પંચો પોલીસ કે લશ્કરના જવાનોેને માણસ ગણતા નથી. એટલે પોલીસ કે લશ્કરી જવાનોના માનવ અધિકારની વાત કદી કરતા નથી. એમાંય જમ્મુ કશ્મીરની વાત આવે એટલે ભારતને વગોવવાનંુ હાથવગું હથિયાર આ લોકોને મળી જાય.

કેટલીક વાર એવું લાગે છે કે ભારત સરકાર પાસે કાં તો જડબાતોડ જવાબ આપે એવું જનસંપર્ક તંત્ર નથી અથવા એ લોકોને આવા બેબુનિયાદ આક્ષેપોનો જવાબ આપવાની પરવા નથી હોતી. અગાઉ મનમોહન સિંઘની સરકાર હતી ત્યારે પણ આવું જ થયેલું. અત્યારે એનડીએની સરકાર છે ત્યારે પણ હજુ સુધી મુક્ત કંઠે (જરૃર પડયે બરાડો પાડીને ) જવાબ આપવાની ફુરસદ કેન્દ્ર સરકારને નથી.

બીજી બાજુ પાકિસ્તાનના બગલબચ્ચા જેવા ભાગલાવાદીઓ અને રોજના પાંચ પંદર રૃપિયા કમાવાની લાલચે સિક્યોરિટી દળો પર પથ્થરમારો કરતા યુવાનોને તો આવા એકપક્ષી રિપોર્ટથી પાનો ચડતો હોય છે. ખરેખર તો કેન્દ્રના સંરક્ષણ ખાતાને કે ગૃહ ખાતાને ફુરસદ ન હોય તો લશ્કરી પ્રવક્તાને આંતરરાષ્ટ્રીય લેવલે ખુલાસો કરવાનો અધિકાર આપવો જોઇએ.

એક તો અશાંતગ્રસ્ત વિસ્તાર જેવા સરહદી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપવાની જવાબદારી લશ્કરને સોંપવામાં આવે અને ત્યારબાદ જશને બદલે જૂતિયાં પણ લશ્કરને મળે એ યોગ્ય નથી. સારું છે કે આ કોસ્મોપોલિટન અને સર્વધર્મ સમભાવમાં માનતું ભારતીય લશ્કર છે. કોઇ એક કોમ કે ધર્મ પાળતા જવાનો હોય તો સરકાર સામે બળવો કરી બેસે. સત્તા માટે એકબીજાના ટાંટિયા ખેંચતા અને મૈં મૈં તૂ તૂ કરતા પોલિટિશ્યનોએ સવેળા જાગવાની જરૃર છે.   

લશ્કરના જવાનોમાં અસંતોષની લાગણી પ્રગટે અને એ ગળા સુધી આવી જાય ત્યાં સુધી એમની ધીરજની કસોટી કરવાની કશી જરૃર ખરી ? લશ્કરનું કામ સીમાડા સાચવવાનું છે. જે તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ એને અનિચ્છાએ કરવું પડતું હોય છે. વ્હોટસ્ એપ પર એક સરસ રમૂજ આવી હતી. લશ્કરી અધિકારી કહે છે-સર્જિકલ... સનદી અમલદાર બગાસું ખાતાં કહે છે સરજી, કલ (કરેંગે) ...

Keywords To,The,Point,10,July,2018,

Post Comments