Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈ- કોમર્સની માયાજાળ

દેશની મોટા ભાગની ઈ-કોમર્સ કંપનીઓ સંકેલાઈ રહી છે એનું કારણ માત્ર સરકારની નીતિઓ નથી, એ કંપનીઓ સ્થાપવા માટે કૂદી પડેલા અર્ધ યોગ્યતા ધરાવતા દુ:સાહસિકો પણ છે. અમેરિકા અને ચીનના વ્યાપાર યુદ્ધ વચ્ચે હવે આ કંપનીઓ વધુ ભીંસમાં આવવાની છે. છેલ્લા બે વરસમાં અનેક ભારતીય ઈ-કોમર્સ કંપનીઓના સ્થાપકો વિખૂટા પડીને સ્વયં નોકરીઓ શોધવા લાગ્યા છે. દેશની અનેક સ્ટાર્ટઅપ કંપનીઓ વર્તમાન બજારનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં ગોથું ખાઈ ગઈ છે.

કોર્પોરેટ જાયન્ટ કંપનીઓએ પણ છેલ્લા બે વરસમાં સંખ્યાબંધ કર્મચારીઓની છટણી કરીને એમની કારકિર્દીની ચટણી વાટી છે, તો સ્વાભાવિક છે કે ઘટતા જતા બિઝનેસને કારણે ઇ-કોમર્સ કંપનીઓએ પણ સ્ટાફમાં કાપ મૂકવાનો આવ્યો છે. ગયા વરસે ઇન્ફોસિસે એના ટોચના આઇ.ટી. એન્જિનિયરોમાં ૩૦૦૦નો ઘટાડો કર્યો હતો. આગામી એક વરસમાં એમાં હજુ નવો ઘટાડો તોળાઈ રહ્યો છે. રોયલ બેન્ક ઑફ સ્કોટલેન્ડે એવો નિર્ણય કર્યો કે તે હવે યુ.કે.માં ક્યાંય પોતાની નવી શાખા નહિ ખોલે એનાથી ઇન્ફોસિસને ફટકો લાગતા ભારતીય એન્જિનિયરોની હાલત કફોડી થઈ કારણ કે એ બેન્કોના ઇન્ફોસિસ સાથે સેવાકરાર થયેલા હતા.

હવે ચીન અને અમેરિકાના વ્યાપાર યુદ્ધને કારણે અન્ય અનેક અમેરિકી કંપનીઓમાં ભારતીય પ્રોફેશનલ્સ સરપ્લસ થતાં તેઓની વિદાય નિશ્ચિત થઈ છે. કેટલીક કંપનીઓએ તો સ્ટાફને અલ્ટીમેટમ આપ્યું છે તો કોઈક કંપનીએ કોમ્પ્યુટર ડ્રો કરીને જ છટણી કાર્યક્રમ જાહેર કર્યો છે જેથી પક્ષપાતની આશંકા ન રહે ! જે કોમ્પ્યુટર એ લોકોનું ભાગ્ય વિધાતા બન્યું એ જ કોમ્પ્યુટર હવે એમની વિદાયનું નિમિત્ત બનશે એ વિધિની કેવી વિચિત્રતા ! દેશમાં રહીસહી આઇ.ટી. કંપનીઓ પાસે અત્યારે પ્રોજેક્ટ આધારિત કામ છે જે માટે તેઓ બહુ ટૂંકા ગાળા માટે સ્ટાફ રાખે છે અને સંબંધિત પ્રોજેક્ટ પૂરા થતાં તેમને વિદાય આપે છે.

આવી પ્રાસંગિક અને અનિયત કહેવાય તેવી રોજગારી કમ બેરોજગારીના ચક્રવ્યૂહમાં દેશના નવી પેઢીના એન્જિનિયરો ફસાઈ ગયા છે. ઉપરાંત વિદેશથી આઉટસોર્સિંગનું જે કામ ભારતમાં આવતું હતું તે પણ નહિવત્ થયું છે. બહુ જ ઉચ્ચ કક્ષાના આઇટી એસાયમેન્ટસ હવે ભારત મોકલવામાં આવે છે. એનું કારણ એ છે કે ખુદ અમેરિકનો પોતે જ જોબ માટે લાઇનમાં ઉભા છે.

દેશમાં દર વરસે ઓછામાં ઓછા એક કરોડ યુવક- યુવતીઓ નોકરી મેળવવા માટે કારકિર્દીના પથ પર ભટકવાની શરુઆત કરે છે. આઇ.ટી. અને ઈ-કોમર્સ કંપનીઓની બજાર ગરમ હતી ત્યારે એમ લાગતું હતું કે, તેઓ નવી પેઢીને સમાવી લેશે પરંતુ આ કંપનીઓ જ સતત પાછી પડતા હવે દેશના બેરોજગારોનું ભવિષ્ય અદ્ધરતાલ થઈ ગયું છે. વડાપ્રધાને દર વરસે એક કરોડ રોજગારી ઊભી કરવાની જે વાત કરી હતી તે અન્ય વચનોની જેમ નિરર્થક સાબિત થતા આ પેઢીના યુવાઓની મુંઝવણમાં વધારો થયો છે.

દેશની ઈ-કોમર્સ કંપનીઓ માટે હવે 'વુકા' શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. વુકા કંપનીઓ એટલે કે જે વી-યુ-સી-એ એટલે કે વોલેટાઇલ (અનિશ્ચિતતા), તરલ સ્થિતિ, અનસર્ટેન (ભવિષ્ય વિશેની અસ્પષ્ટતા) કોમ્પ્લેક્સ (જટિલતા) અને એમ્બિગ્યૂઇટિ (આંટીઘૂંટી) સાથે ટક્કર લઈ રહી છે તેવી કંપનીઓ. ઈ-કોમર્સની મોટા ભાગની કંપનીઓ હવે આ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

આનો સાવ અર્થ એવો કરવામાં આવે કે ભારતમાં નવી રોજગારી જ નથી તો એ ખોટો અર્થ છે. કારણ કે દરેક કંપની તેના ઉદ્ધારક કર્મચારીઓની સદાકાળ પ્રતીક્ષા કરતી હોય છે. ખરેખર તો દેશની આ તમામ ઈ-કોમર્સ કંપનીઓને એવા કર્મચારીઓની જરૃર છે જે એની કાર્ય અને સેવા પ્રણાલિકામાં યુ-ટર્ન લાવીને બાજી પલટાવી શકે. એટલે ખરી એક વધારાની સમસ્યા ઈ-કોમર્સ ક્ષેત્રમાં જતી પ્રતિભાઓની પણ છે. આપણી કોલેજોએ વિદ્યાર્થીઓનું નિર્માણ જ એ રીતે કર્યું છે કે તેઓ પાસે ટકાવારી વધારે અને સ્કીલ ઓછી છે.

જ્યારે કે રિયલ બિઝનેસના ક્ષેત્રોમાં ટકાવારી ઓછી હોય તો ચાલે છે, અરે દોડે છે, પરંતુ સ્કીલ વિનાનો ખોટો સિક્કો હવે ક્યાંય ચાલતો નથી. કોલેજોના અધ્યાપકોને આઇ.ટી. પ્રોફેશનલ્સે જેનો સામનો કરવાનો આવે છે એમાંથી કેટલાક પડકારોની ખબર છે અને એ જ રીતે ઈ-કોમર્સની સમગ્ર માયાજાળ વિશે આપણાં ગુરુજનો કેટલું જાણે છે ? તેઓના ઘોર અજ્ઞાાનનો વારસો લઈને બજારમાં આવતી નવી પેઢીને માટે ડગલે ને પગલે રોજગારીની સમસ્યા છે.

સરકારનો વાંક કાઢવાથી સમસ્યા ઉકેલાશે નહિ, શિક્ષણ માટે પણ આ પેઢીએ સ્વ શિક્ષિત થવું પડશે. જો કે હજુ એની શરુઆત થઈ નથી. કારણ કે વાલીઓનો આગ્રહ ચોક્કસ સ્થળોએ દાખલ થવાનો છે. તેમના કુંવરો અને રાજકુમારીઓ શું ભણે છે અને તેઓ જ્યાં ભણે છે ત્યાં એમને ભવિષ્યના વ્યવસાય કે ઉદ્યોગ વિશે શું તા-લી-મ આપવામાં આવે છે એની તો કોઈને કંઈ પડી જ નથી. તો પછી નોકરીઓના બાઝારને એ નવી પેઢીની શું પડી હોય ?

Post Comments