Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તાલિબાનનો પુનરોદય

અફઘાનિસ્તાન પર ક્રમશ: તાલિબાની પ્રભાવ વધતો ગયો છે અને હવે આ આતંકવાદી જૂથનો પશ્ચિમી અફઘાનિસ્તાન પર આંશિક અંકુશ પણ સ્થપાવા લાગ્યો છે. તાલિબાનોના નવા હુમલાઓ ભારે વિનાશક અને રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ ધરાવે છે.

અમેરિકાએ એકેએક તાલિબાની શખ્સને મોતને ઘાટ ઉતારવા માટે પ્રયોજેલા નવા ઓપરેશનની હજુ તો માત્ર જાહેરાત જ કરવામાં આવી છે એના આકરા પ્રત્યાઘાતરૃપે ગઈકાલે ફરાહ પ્રાન્તમાં યુદ્ધ જેવા દ્રશ્યો સર્જાયા હતા. તાલિબાનો હવે અફઘાન લશ્કર પર સીધો હુમલો કરવા લાગ્યા છે. પાકિસ્તાનને પશ્તુન પ્રજા સાથે વેર છે. પશ્તુન એટલે આપણે જેમને પઠાણ કહીે છીએ તે ખડતલ, સાહસિક અને બહાદુર સમુદાય. ભારત, પાક, અફઘાન એમ એમનો સમુદાય પ્રચ્છન્ન રીતે ફેલાયેલો છે. ફરાહ પ્રાંત પશ્તુનોનું પ્રભુત્વ ધરાવે છે.

ગઈકાલે તાલિબાનોએ અહીં અફઘાન સૈનિકો પર આક્રમણ કરી ૩૫થી વધુ સૈનિકોનો જીવ લીધો. હજુ સંખ્યાબંધ ગંભીર છે. અફઘાન સરકાર રોટી, કપડા ઔર મકાનમાં એવી અટવાઈ ગયેલી છે કે આંતરિક સુરક્ષાનું કોઈ ઠેકાણું રહ્યું નથી. અમેરિકાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું ત્યારે આપેલું યુદ્ધોત્તર અફઘાનના પુનર્નિમાણમાં પણ ગાબડાં છે. ભારતની હૂંફ છે અને મદદ પણ છે પરંતુ અફઘાનિસ્તાનના ઘેરા દુ:ખમાં એ ફંડ ઓછુ પડે છે.

ગઈકાલે તાલિબાનોએ કરેલા આક્રમણને કારણે ઈરાનની સરહદને અડીને આવેલા આ ફરાહ પ્રાન્તમાં એટલો સન્નાટો મચી ગયો કે તમામ સરકારી અધિકારીઓ લશ્કરી છાવણીઓ વચ્ચે જ દોડી ગયા અને ત્યાં જ પોતાના કાર્યાલયોને થોડા દિવસો માટે ખસેડી લીધા, જે બતાવે છે કે અફઘાન સરકારમાં પણ તાલિબાનોથી હવે અગાઉ જેવો જ ગભરાટ છે.

તાલિબાનો શું ચાહે છે? તેમને સરકારમાં ભાગીદારી જોઈએ છે. તાલીબાનો પાસે કમાન્ડરોની એક આખી નવી પેઢી તૈયાર થઈ ગઈ છે અને એણે જ હવે મોરચો સંભાળી લીધો છે. જબિહુલ્લા મુજાહિદ નામના તાલિબાની નેતાએ મીડિયા સોશ્યલ મીડિયાને પશ્ચિમી અફઘાનિસ્તાન પર પોતાનું નવું સામ્રાજ્ય સ્થાપવાની વાત કરી છે. આતંકવાદીઓએ નાના ત્રણચાર શહેરો પર કબજો કરી રાખેલો છે જેને અફઘાન સરકાર છુપાવે છે.

થોડા દિવસો પહેલા જ તાલિબાનોએ કોહિસ્તાન વિસ્તાર પર કબજો કરી લીધો હતો. ફરાહ પ્રાન્ત ઓછી અને છુટક વસ્તી ધરાવતો વિસ્તાર છે પરંતુ કોહિસ્તાન તો ગીચ વસ્તી ધરાવે છે. તાલિબાનોએ ઈ.સ. ૨૦૨૦ સુધીમાં અફઘાનિસ્તાન પુન: કબજે કરવાનો પ્લાન અમલમાં મુકેલો છે અને જાહેર પણ કર્યો છે.

પરિસ્થિતિ એટલી ગંભીર છે કે અફઘાન સરકાર વારંવાર આ આતંકવાદીઓ સાથે શાંતિ સુલેહની મંત્રણાઓની દરખાસ્ત તરતી મૂકે છે જેના તરફ તેઓ કોઈ ધ્યાન આપતા નથી અને વધુ આક્રમકતાથી લડત ચાલુ રાખે છે. ગઈકાલે ફરાહ પ્રાન્ત પરનું તાલિબાનોનું આક્રમણ વિનાશક તો રહ્યું પણ ફરાહ સાથે પશ્ચિમી અફઘાનિસ્તાનના કુલ ચાર પ્રાંતો પર તાલિબાનોએ પોતાનો અંકુશ સ્થાપી દીધો છે. અફઘાન સરકાર જેને માત્ર હુમલાઓ અને જાનહાનિ બતાવે છે ખરેખર એક ભીષણ ગૃહયુદ્ધ છે કારણ કે પ્રજાના નવી પેઢીના સંખ્યાબંધ તેજસ્વી યુવાનો તાલિબાનો સાથે જોડાઈ રહ્યા છે.

માત્ર કહેવા ખાતર જ અમેરિકા, અફઘાન પ્રજાની પડખે છે અને એ પણ માત્ર તાલિબાનોને ખત્મ કરવા માટે. પાકિસ્તાન તો પડોશીની ઈર્ષ્યા કરવામાંથી જ મુક્ત નથી અને પાક-અફઘાન સંબંધો વણસી ગયેલા છે. અફઘાનિસ્તાને પણ પાકિસ્તાનમાં પોતાના જાસૂસો દ્વારા વિવિધ આંદોલનોને વેગ આપ્યો છે. પાકિસ્તાનમાં રહેલા પખ્તુનોનું ભીષણ આંદોલન અત્યારે પાક સૈન્ય અને સરકાર બન્ને માટે નવી ઉપાધિ છે. કારણ કે પઠાણ કા બચ્ચાને પહોંચી વળવાનું કામ પાક સરકાર માટે સહેલું નથી.

છેલ્લા કેટલાક સમયથી તાલિબાનોએ પોતાને ઈસ્લામિક સ્ટેટથી અલગ કર્યા છે. તાલિબાનો અને ઈસ્લામિક સ્ટેટ વચ્ચે અનેક જીવંત લિંક હોવા છતાં હવે તાલિબાન કમાન્ડરો પોતાના સ્વતંત્ર પશ્ચિમી અફઘાનિસ્તાનનું સ્વપ્ન જોવા લાગ્યા છે. તાલિબાનોને ગેરીલા પદ્ધતિના હુમલાઓની જૂની ટેવ હવે નથી, તેઓ યોજનાબદ્ધ રીતે આગળ વધી રહ્યા છે. અફઘાન સરકાર વિવિધ કારણોસર એક ખખડી ગયેલી સરકાર છે અને એની પૂરતી જાણ તાલિબાનોને હોવાથી મોકાનો લાભ લઈને  તે આગેકૂચ કરે છે. તાલીબાનો પાસે નવા શસ્ત્ર ભંડારો આવી ગયા છે.

પોતાના અંકુશના વિસ્તારોમાં એ જ જૂની અફીણની ખેતી શરૃ કરાવી દેવામાં આવી છે. અફઘાન સરકારના અંકુશમાં હોવાને બદલે આ પ્રાન્તોની પ્રજા તાલિબાનોની પનાહમાં વધુ નિરાંત અનુભવે છે. સિરિયામાં પણ શરૃઆતમાં આવી જ સ્થિતિ હતી. આતંકવાદીઓ બહુ જ બુદ્ધિમાન હોય છે અને પ્રજાને બેવકૂફ બનાવવાની ચાલાકીઓથી તેમના ચરિત્ર અને દિમાગ છલોછલ હોય છે જે આખરે એમને પણ વિનાશ તરફ લઈ જાય છે.

સમગ્ર એશિયામાં અફઘાનિસ્તાન એકલો પડી ગયેલો દેશ છે. કારણ કે જનજીવનનું એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં સરકાર સમસ્યાઓનો સામનો ન કરતી હોય. છેલ્લા ત્રણ વરસમાં અફઘાન પ્રજાએ પોતાના સંતાનોની યાતનાઓનો નજરોનજર સાક્ષાત્કાર કર્યા પછી એનો અભિપ્રાય બદલાયો છે.
 

Keywords tantri,lekh,17,may,2018,

Post Comments