Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરત: વરસાદના ભરાયેલા પાણીમાં મ્યુનિ.ને રોડ રીપેરીગનું સુરાતન ચઢ્યું

- ચોટામાં ભારે વરસાદમાં રોડની કામગીરી થતાં આશ્ચર્ય

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 12 જુલાઈ 2018 ગુરૂવાર

સુરતમાં આજે સવારથી પડેલા દેમાર વરસાદના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું.

ભારે વરસાદના કારણે ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે લોકો અને તંત્ર કામે લાગ્યા ત્યારે સેન્ટ્રલ ઝોનમાં વરસાદના ભરાયેલા પાણીમાં રોડ રીપેરીંગનું સુરાતન ચઢ્યું હતું.

ચૌટા બજારમાં ભરાયેલા પાણીની વચ્ચે ખાડાઓ  પુરવા માટે ડામર-કપચીના મિશ્રણની ટ્રક આવતાં લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. રોડ પરથી ભરાયેલું પાણીનો નિકાલ થતો ન હતો તેવામાં રોડ પર ખાડા પુરવાની કામગીરીથી લોકોને શંકા ઉપજી હતી.

સુરત શહેરમાં આજે વહેલી સવારથી વરસાદની તોફાની બેટીંગના કારણે અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. પાણીનો ભરાવો થતાં લોકોની હાલાકી વધી જતાં વહિવટી તંત્રએ પાણીનો નિકાલ ઝડપી થાય તેવી કામગીરી શરૃ કરી હતી.

શહેરના અનેક વિસ્તારની જેમ ચૌટા બજારમાં પણ પાણીનો ભરાવો થયો હતો તેનો નિકાલ થાય તે પહેલાં ચૌટા બજારમાં એસ.એમ.સી. લખેલી ટ્રક નંબર જીજે૫ જીવી- ૨૪૬ કપચી-ડામરનું મિશ્રમ લઈને આવી પહોંચી હતી.

આ ટ્રકમાંથી કેટલાક લોકોએ પાણીમાં ભરાયેલા ખાડામાં ડામર પાથરવાની કામગીરી શરૃ કરી હતી. ડામર અને પાણીને વેર હોવાથી આ ડામરનો કોઈ અર્થ રહેતો નથી તેવું દરેક લોકો જાણે છે. તેમ છતાં મ્યુનિ. તંત્રએ વરસતા વરસાદમાં ખાડા પુરવાની કામગીરી કરી તેથી લોકોને મ્યુનિ.ની કામગીરી સામે શંકા પેદા થઈ છે.

લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, ચોમાસામાં વરસતા વરસાદમાં ખાડામાં ડામર નાંખવામા આવે તો તે ટકે નહીં તે હકીકત છે તેમ છતાં મ્યુનિ. તંત્રે પાણી ભરાયેલા ખાડામાં આવી કામગીરી કરી મોટું કૌભાંડ કરવામાં આવી રહ્યું હોવાની શંકા છે.

Post Comments