Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જહાજ સાથે ફોટા પાડતી વખતે બે યુવાન તણાયા:એકને બચાવાયો

-વલસાડના દાંડી દરિયા કિનારે ફોટો પાડતી વખતે ભરતીના મોજામાં તણાયા

વલસાડ,તા.18 જુન 2017, રવિવાર

વલસાડના દાંડી દરિયા કિનારે મહાકાય જહાજ સાથે ફોટો પડાવતી વેળા  બે મુસ્લિમ યુવાન પાણીમાં તણાઇ જતાં લોકોએ દોડી જઇ એકને બચાવી લીધો હતો. જો કે, એક યુવાન પાણીમાં ડૂુબી જતાં તેની શોધખોળ કરવા છતાં કોઇ પત્તો લાગ્યો નથી.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર વલસાડના ધરાસણા ગામે રહેતા યાસીન રફીમુદ્દીન ખલીફા, તેનો પુત્ર અને અન્ય બે મિત્રો ગઇકાલે સાંજે દાંડીના દરિયા કિનારે ગયા હતાં. જ્યાં લંગારાયેલા  મહાકાય જહાજ સાથે તમામ ફોટા પડાવી રહ્યાં હતાં. તે દરમિયાન અચાનક મૌલવી સહેજાદ અબ્દુલ પટેલ  (ઉ.વ. ૨૩, મૂળ રહે. સુરત, હાલ- ધરાસણા) અને મોહંમદ જુબેર (રહે. માણેકપોર, ચીખલી)  દરિયામાં ભરતીના મોજામાં તણાઇ ગયા હતા. સ્થાનિક લોકોએ દોડી જઇ મોહમદ જુબેરને બચાવી લીધો હતો. જ્યારે  મૌલવી સહેજાદ પટેલ પાણીમાં તણાઇ લાપત્તા બન્યો હતો. લાપત્તા સહેજાદની લોકોએ શોધખોળ શરૃ કરી હતી. જો કે, હજુ સુધી મૌલવી સહેજાદનો કોઇ પત્તો લાગ્યો નથી. મૂળ સુરત ખાતે રહેતો સહેજાદ છેલ્લા દોઢ વર્ષથી ધરાસણા ગામે મૌલવી તરીકે કામ કરે છે.

Post Comments