Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવર્સ પાસે સસ્તામાં ગ્રે માંગવાની દલાલોની નિતિથી ઉદ્યોગને નુકશાન

- વિવિંગ ઉદ્યોગ બચશે તો સમસ્ત ટેક્સટાઈલ ઉદ્યોગ બચશે

- નીતિ બદલવાની અપીલ કરતા મેસેજ ફરતા કરાયા

(પ્રતિનિધિ દ્વારા)     સુરત,  તા. 13 જૂન 2018, બુધવાર

ગ્રેની ખરીદી અટકાવીને વેપારીઓ નીચાં ભાવે માલ ખરીદવાની રમત રમતાં હોય છે અને આ રમતમાં દલાલો પણ આડકતરી રીતે સામેલ હોવાથી દલાલોને સસ્તામાં ગ્રે નહીં માંગવા અપીલ કરતા મેસેજ ફરતા થયા છે.

હાલમાં સોશ્યલ મીડિયામાં એક ઓડિયો ખુબ વાયરલ થયો છે. વિવર્સ પાસેથી સસ્તામાં ગ્રે ખરીદવાની માનસિકતા ત્યજીને ઉદ્યોગ બચાવવાની અપીલ કરવામાં આવી છે. વિવર્સ પાસેથી જુદા જુદા ગ્રે દલાલો માલ ખરીદતાં હોય છે અને વેપારીઓને જેટલું સસ્તું મળે તેટલું અપાવવાની કોશિષો કરતાં હોય છે.

ગ્રે સસ્તું માગીને વિવર્સને નુકશાન પહોંચાડવામાં આવે છે, ત્યારે જો ઉદ્યોગ બચશે તો આપણો ધંધો પણ બચશે, એવી શીખ પણ આપવામાં આવી છે. બહારગામથી આવીને અહીં ધંધો કરનારાઓ પોતાની શરતે ધંધો કરી રહ્યાં છે, તો વિવર્સ માટે દલાલભાઈઓએ કેમ કોઈ શરત-નિયમ નહીં બનાવવો એવું પૂછાયું છે.

ભીવંડીમાં ગ્રેનું ઉત્પાદન એક મહિનો બંધના મેસેજ
વોટ્સએપ ઉપર તા. ૧૪ થી એક અઠવાડિયા માટે ભીવંડીમાં લૂમ્સ મશીનો બંધ કરાઈ રહ્યાંનાં મેસેજ ફરતાં થયા છે. એક અઠવાડીયા માટે ગ્રેનું ઉત્પાદન બંધ રાખશે. બાદ તા. ૨૨ મીથી અઠવાડિયામાં ૨ થી ૩ રજાનો અમલ રહેશે. વાસ્તવમાં, વિવિંગ ઉદ્યોગની હાલત સર્વત્ર ખરાબ છે. મે-જૂન માસમાં તો કામકાજો એકદમ નહીંવત જેવા થતાં હોવાથી, વિવર્સ વધુ ભીંસમાં આવી જતો હોય છે. હાલની આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ઉત્પાદન કાપ ખૂબ જ જરૃરી છે કીંતુ તેનો કડકાઈથી અમલ થાય એ ખુબ જ જરૃરી છે.

Post Comments