Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આતંકી હુમલામાં ઘવાયેલી વલસાડની મહિલાનું શ્રીનગરની હોસ્પિટલમાં મોત

-કેટરીંગનું કામ કરવા ગયેલા લલીબેન પટેલને ગોળી વાગતા આંતરડામાં ગંભીર ઇજા થઇ હતી

વલસાડ,તા.16 જુલાઇ 2017, રવિવાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં વલસાડની ઓમસાંઇ ટુર એન્ડ ટ્રાવેલ્સની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં ઘવાયેલી વલસાડની મહિલાનું શ્રીનગરની હોસ્પિટલમાં મોત થયું હતું. આ સાથે આતંકી હુમલાનો મરણઆંક ૮ પર પહોંચ્યો છે. જ્યારે વલસાડ જિલ્લામાં  મૃતક આંક ચાર થયો છે.

અનંતનાગમાં આતંકવાદીઓએ વલસાડની લકઝરી બસ પર કરેલા અંધાધૂંધ  ગોળીબારમાં વલસાડ - નવસારી જિલ્લા અને મહારાષ્ટ્રના યાત્રાળુઓના મોત થયા હતા. જ્યારે ૧૭ યાત્રાળુઓને ઇજા પહોંચી હતી. જે પૈકી લકઝરી બસ સાથે કેટરીંગનું કામ કરવા ગયેલા વલસાડના મદનવાડ ખાતે રહેતા લલીબેન ભગુભાઇ પટેલ (ઉ.વ. ૫૬)ને એક ગોળી વાગતા આંતરડામાં ગંભીર ઇજા થતાં શ્રીનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જીવન  અને મરણ વચ્ચે ઝોલા ખાતા લલીબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારજનોને જાણ થતાં સભ્યોમાં ભારે આક્રંદ વચ્ચે ગમગીની ફેલાઇ ગઇ હતી.

મૃતક લલીબેન યાત્રાળુ બસ સાથે કેટરીંગનું કામ કરવા ગયા હતા. લલીબેનનું મોત થતાં આતંકી હુમલાનો મૃત્યુઆંક ૮ પર પહોંચ્યો છે. જેમાં વલસાડ જિલ્લાના ૪ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. લલીબેનના મોતની જાણ થતાં ફળિયા સહિતના વિસ્તારમાં લોકો તેમના ઘરે પહોંચી ગયા હતા. લલીબેનનો મૃતદેહ શ્રીનગરથી દિલ્હી થઇ વિમાન માર્ગે સુરત લવાયો હતો. વલસાડ જિલ્લા વહીવટીતંત્રે મૃતદેહને સુરત એરપોર્ટથી વલસાડ લાવવા કવાયત આદરી હતી. પ્રાંત અધિકારી અને પરિવારના સભઅયો વાહન મારફતે સુરત પહોંચ્યા હતાં.

Post Comments