Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાણીની તંગી વચ્ચે વલસાડ પાલિકાએ ફરી નાઇટ્રેક્સને પાણી આપવા માંડયું

- લોકો ઘંટી ચાટે અને કંપનીને આટો

- સોમવારે બે અપક્ષ સભ્યો ડેમ પર પહોંચી ગયા તો કંપનીની મોટર ચાલું જોવા મળી : પાલિકા પ્રમુખે જુઠ્ઠાણું

વલસાડ, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

વલસાડમાં છેલ્લા બે માસથી પાણીની ભારે તંગી પડી રહી છે. લોકોને એક સમય પણ પૂરતું પાણી મળતું નથી. તેમ છતાં પાલિકાએ ગુપચુપ ફરીથી નાઇટ્રેક્સ કંપનીને પાણી આપવાનું શરુ કર્યું હોવાનું પાલિકાના અપક્ષ સભ્યોએ સોમવારે ઓચિંતી મુલાકાત લેતાં જાણવા મળ્યું છે.

વલસાડ નગરપાલિકાના ડેમમાં પાણીની અછત હોવા છતાં તેમના દ્વારા નાઇટ્રેક્સ કંપનીને પાણી આપવાનું ચાલુ રાખતાં ડેમનું તળિયું આવી ગયું હતું. જેના પગલે ગત સપ્તાહ દરમિયાન શહેરીજનોને પાણી પુરું પાડવામાં પાલિકા નિષ્ફળ નિવડી હતી. ૮ એપ્રિલને રવિવારે એક સમય પણ પુરતું પાણી અપાયું ન હતુ. ૮ એપ્રિલને બપોરે થોડું પાણી આવતાં પાલિકાએ લોકોને પાણી આપવાનું શરુ કર્યું હતું.

જોકે, એ પહેલાં પાલિકાએ નાઇટ્રેક્સ કંપનીને પાણી આપવાની શરૃઆત કરી દીધી હોવાનું બહાર આવ્યું છે. સોમવારે પાલિકાના અપક્ષ સભ્ય ઝાકીર પઠાણ અને માજી પ્રમુખ એવા હાલના અપક્ષ સભ્ય રાજુ મરચાં પાલિકાના ડેમ પર પહોંચ્યા હતા. જ્યાં ડેમ પર લગાવેલી નાઇટ્રેક્સ કંપનીની મોટર ચાલુ જોવા મળી હતી. આ સિવાય ગત સપ્તાહમાં પણ આ મોટર દિવસ દરમિયાન સતત ચાલુ જોવા મળી હોવાનું જાણવા મળ્યું હતું. 

આ મોટર અગાઉ અબ્રામા-મોગરાવાડીના સંપમાં પાણી નાખવા માટે ચાલુ કરાઇ હોવાનું જુઠ્ઠાણું પાલિકા પ્રમુખે ચલાવ્યું હતું. સોમવારે જ્યારે અપક્ષ સભ્યોએ વોટર વર્કસના કર્મચારીને પુછતાં આ પાણી નાઇટ્રેક્સ કંપનીમાં જ જતું હોવાનું જણાવ્યું હતુ. જેને લઇ પાલિકાનો સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. તેમના દ્વારા વોટર વર્કસના કર્મચારી પાસેથી લેખિત સ્ટેટમેન્ટ પણ લીધું હોવાનું જાણવા મળ્યું છે.

Post Comments