Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉમરગામ-ધરમપુર-કપરાડામાં ૩ ઇંચ વલસાડમાં ૨ ઇંચ વરસાદ

-દમણ - દા.ન. હવેલીમાં ૨ ઇંચ, વાપી-પારડીમાં ૧.૫ ઇંચ

વલસાડ, વાપી,તા.16 જુલાઇ 2017, રવિવાર

વલસાડ જિલ્લામાં વિતેલા ૨૪ કલાકમાં સરેરાશ ૨.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં ઉમરગામ, ધરમપુર અને કપરાડામાં ૩ ઇંચ અને વલસાડમાં ૨ ઇંચ વરસાદ પડયો હતો. દમણ અને દા.ન. હવેલીમાં ૨-૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.

વલસાડ જિલ્લામાં ભારે આગાહી વચ્ચે  આજે સાંજે ૪-૦૦ વાગે પુરા થતાં ૨૪ કલાકમાં સરેરાશ ૩૬૦ મી.મી. (૨.૫ ઇંચ) વરસાદ નોંધાયો હતો. જેમાં કપરાડામાં ૭૭ મી.મી., ઉમરગામમાં ૭૪ મી.મી., ધરમપુરમાં ૭૩ મી.મી., વલસાડમાં ૫૪ મી.મી. અને વાપી ૪૨ મી.મી., પારડીમાં ૪૦ મી.મી. વરસાદ પડયો હતો. જ્યારે દમણમાં ૪૭ મી.મી. અને દા.ન. હવેલીમાં ૫૩ મી.મી. વરસાદ નોંધાયો હતો.

વલસાડ જિલ્લાના મદુબન ડેમના ઉપરવાસમાં વરસાદ ધીમો પડતા આજે ૪૭ હજાર ક્યુસેક પાણીની આવક સામે ડેમના તમામ ૧૦ દરવાજા ૧.૮૦ મીટર સુધી ખુલ્લા મુકી નદી મારફતે  ૬૩ હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. આજે સાંજે ડેમની સપાટી ૭૧.૧૦ મીટર નોંધાઇ હતી.

Post Comments