Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોરા ગામના યુવાનને બ્લેકમેઇલ કરી નરોલીના બે યુવાનો નાણાં પડાવતા હતા

-સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કરાવતા પુષ્પરાજસિંહ સોલંકીનો વિડીયો ઉતારી લીધો હતો

બારડોલી, મોસાલી, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

માંગરોળ તાલુકાના નાના નૌગામા ગામેથી મળેલી વાલીયાના મોરા ગામના યુવાનની હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલી સુરત જિલ્લા એલસીબીએ નાની નરોલી ગામના બે આરોપીની ધરપકડ કરી છે.

મરનાર યુવાન સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કરાવતો હતો, તેનો વિડીયો ઉતારી આરોપીઓ યુવાનને બ્લેકમેઇલ કરી નાણાં પડાવતા હતા. આરોપીઓએ વધુ નાણાંની માંગણી કરતા થયેલા ઝઘડામાં યુવાનને છરાના ઘા મારી પતાવી દીધો હતો.

માંગરોળ નજીકના વાલીયા તાલુકાના મોરા ગામના પરણિત યુવક પુષ્પરાજસિંહ દોલતસિંહ સોલંકી (ઉ.વ. ૩૭)ની હત્યા કરાયેલી લાશ તા. ૧૦ના રોજ નાના નૌગામા ગામેથી મળી આવી હતી. પુષ્પરાજસિંહ તા. ૯ના રોજ રાત્રે ઘરેથી ખેતરે જવા નીકળ્યો હતો.

તેની બાઇક (નં. જીજે-૧૬-સીસી- ૦૧૫૭) ધરમપુર ગામેથી મળી હતી. આ કેસની તપાસમાં માંગરોળ પોલીસ સાથે જિલ્લા એલસીબી પણ જોડાઇ હતી. એલસીબીની ટીમે શંકાસ્પદ મોબાઇલ નંબરો મેળવી તેના લોકેશન કાઢતા બનાવના દિવસે નાની નરોલી ગામ બસ સ્ટેન્ડ પાસે મળતા હતા.

જેથી એલસીબીની ટીમે બે શકમંદ યાસીમ ઉર્ફે ઇકબાલ ઇબ્રાહીમ શેખ (ઉ.વ. ૨૧) અને  ઇરફાન હબીબ પઠાણ (ઉ.વ. ૨૦, બંને રહે. મોઘલાણી ફળિયું, નાની નરોલી, તા. માંગરોળ)ની અટક કરી કડક પૂછપરછ કરતા હત્યાના ગુનાની કબુલાત કરી હતી.

આ બંને આરોપીઓની પુષ્પરાજસિંહ સાથે ઘણાં સમયથી મિત્રતા હતી. પુષ્પરાજસિંહ તેની મરજીથી આરોપીઓ પાસે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કરાવતો હતો અને તેના બદલામાં પૈસા પણ આપતો હતો. આરોપીઓએ સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કરતી વખતનું વિડીયો શુટીંગ અને ફોટાઓ મોબાઇલમાં કેદ કર્યા હતા. બાદમાં પુષ્પરાજસિંહને બ્લેકમેઇલ કરી નાણાં પડાવતા હતા.

બનાવના બે દિવસ પહેલા આરોપીઓએ પુષ્પરાજસિંહ પાસે રૃ।. ૧ લાખની માંગણી કરવાનું અને નાણાં નહીં આપે તો તેનું ખૂન કરવાનો પ્લાન બનાવ્યો હતો અને પ્લાન પ્રમાણે રૃ।. ૧ લાખની માંગણી કરી રાત્રે નાના નૌગામા ગામે નાણાં આપવા બોલાવ્યો હતો. જો કે, પુષ્પરાજસિંહ રૃ।. ૧ લાખને બદલે માત્ર રૃ।. ૨૦ હજાર લઇને આવ્યો હતો.

જેથી તેની સાથે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા આરોપીઓએ લોખંડના છરા વડે ગળાના ભાગે અને માથાના ભાગે ઘા મારી પુષ્પરાજસિંહને મોતને ઘાટ ઉતારી તેની પાસેથી રૃ।. ૨૦ હજાર, મોબાઇલ અને બાઇકની લૂંટ ચલાવી હતી. પોલીસે હત્યામાં વપરાયેલો છરો અને લૂંટેલા રૃ।. ૨૦ હજાર કબ્જે લઇ વધુ તપાસ માંગરોળ પીએસઆઇ એ.બી. મોરી કરી રહ્યાં છે.

Post Comments