Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટેમ્પામાં ચોરખાનું બનાવી લઈ જવાતો બે લાખનો દારૃ પકડાયો

- દમણથી સુરત જતો દારૃ પલસાણા પોલીસે બાતમી આધારે હાઈવે પરથી ઝડપી લીધો

બારડોલી, તા. 11 જુલાઈ 2018, બુધવાર

પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં ને.હા.નં.૪૮ પર પોલીસે નાકાબંધી કરી રૃ. ૨.૦૪ લાખના વિદેશી દારૃની ૨૪૦ બોટલ ટેમ્પામાં ચોરખાનામાં સંતાડી લઈ જતા ચાલકને ઝડપી લીધો હતો. દમણથી ભરેલો વિદેશી દારૃ સુરત શહેરમાં લઈ જતા હતા.

પલસાણા પીએસઆઈ જે.એસ.કંડોરીયાને બાતમી મળતા ને.હા.નં.૪૮ પર બલેશ્વર કાલા ઘોડા ખાતે નાકાબંધી કરી હતી. તે સમયે ટેમ્પો (નં.-જીજે-૧૮-ટી-૧૫૦૧) આવતા અટકાવ્યો હતો. ટેમ્પાની તલાશી લેતા પ્રથમ કશું મળ્યું ન હતું. પરંતુ બાતમી મુજબ ટેમ્પામાં નીચે ચોરખાના બનાવેલા હતા. જે શોધી કાઢી પતરા ખોલતા વિદેશી દારૃની બોટલો એકસરખી ગોઠવેલી હતી. પોલીસે કુલ ૨૪૦ બોટલ કિંમત રૃ. ૨,૦૪,૦૦૦ નો જથ્થો શોધી કાઢ્યો હતો.

રૃ. ૧.૫૦ લાખના ટેમ્પો મોબાઈલ ફોન સાથે કુલ રૃ. ૩,૫૫,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ટેમ્પા ચાલક લલીત હરીરામ સોની (ઉ.વ.૩૪, હાલ રહે, બળદેવનગર, પુણાગામ, સુરત, મૂળ રહે-શિવાના, તા. શિવાના, જિ.બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી પુછતાછ શરૃ કરી છે. ટેમ્પામાં બનાવેલા ચોરખાનામાં દમણથી વિદેશી દારૃની બોટલ ગોઠવી સુરત ખાતે લઈ જતો હોવાની કબુલાત કરતા પોલીસે મોબાઈલ ફોનની કોલ ડીટેઈલ આધારે અન્ય શખ્સોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Post Comments