Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભિલાડ આરટીઓ લૂંટ કેસમાં ટીપ આપનાર સહિત બેની ધરપકડ

-ટીપના આધારે સાગરિતોએ ત્રણ મહિના અગાઉ રેકી કરી હતી

વાપી, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

ભિલાડ હાઈવે પર થયેલી લૂંટ કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કર્યા છે. સ્થાનિક આરોપીએ લૂંટને અંજામ આપવા દોઢેક વર્ષ અગાઉ અન્ય સાગરિતોને ટીપ આપી હતી. ત્રણ મહિના અગાઉ તેમના સાગરિતો ભિલાડ આવી રેકી કરી ગયા હોવાનું બહાર આવ્યું હતું. રૃા.૧.૧૪ કરોડની લૂંટ ચલાવ્યા બાદ ત્રણ લૂંટારૃઓ સ્થાનિક લૂંટારૃને ત્યાં બેગ મુકી પલાયન થઈ ગયા હતા. સ્થાનિક આરોપીને લૂંટમાંથી ભાગ આપવાનું નક્કી કરાયું હતું.

ભિલાડ ને.હા.નં.૮ પર ગત તા.૩ ઓક્ટોબરના રોજ આરટીઓ ચેકપોસ્ટની સુમો ગાડીને આંતરી બંદુકની અણીએ લૂંટારૃઓએ રોકડા રૃા.૧.૧૪ કરોડની દિનદહાડે  લૂંટ કરી પલકઝપકમાં પલાયન થઈ ગયા હતા. જોકે પોલીસે નાકાબંધી ગોઠવી દેતાં લૂંટારૃઓ વાપી હાઈવે પર ક્વોલીસ ગાડી મુકી ભાગી ગયા હતા. આ કેસમાં જિલ્લા પોલીસે આકાશપાતાળ એક કરી લૂંટારૃ ટોળકીના ત્રણ આરોપીની ધરપકડ કરી લૂંટના રૃા.૭૮ લાખ અને બે કાર જપ્ત કરી હતી.

આરોપીઓની પૂછપરછમાં વાપીના છીરી ખાતે રહેતા સગીર અહેમદ ઉર્ફે મેજર ઉર્ફે ડુંડો અઝીઝ અહેમદ અન્સારી સહિત અન્ય આઠ આરોપીઓના નામો ખુલ્યા હતા. જોકે લૂંટની ઘટના બાદ સગીરને હ્રદયરોગનો હુમલો થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

લોકલ ક્રાઈમ બ્રાન્ચે સગીર અહેમદ અને તેનો સાળો સાબીર નસરૃલ્લા શેખ (રહે.છીરી)ની ધરપકડ કરી લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી હોન્ડા એક્ટિવા મોપેડ જપ્ત કરી હતી. સગીર અહેમદની પૂછપરછમાં બહાર આવેલી હકીકત મુજબ સગીરે અન્ય સાગરિતોને દોઢેક વર્ષ અગાઉ આરટીઓ કચેરીની વાન કેશ લઈને બેંકમાં જતી હોવાની માહિતી આપી હતી.

જેને લઈ ત્રણ મહિના અગાઉ ગેંગના સાગરિતો ભિલાડ પહોચી રેકી કરી ગયા હોવાનું બહાર આવ્યું છે. લૂંટને અંજામ આપ્યા બાદ ત્રણ સાગરિતો છીરી પહોંચી સગીરને રોકડા રૃા.૧.૧૪ કરોડ ભરેલો થેલો સોંપી રવાના થઈ ગયા હતા. સગીરને લૂંટની રકમમાંથી ભાગ આપવાનું પણ નક્કી કરાયું હતું. પોલીસે અન્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Post Comments