Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બે વખત ગર્ભપાત બાદ ફરીથી ગર્ભ પડાવવા કહેવાતા પરિણીતાનો આપઘાત

-પતિ અને સાસુ વધુ અભ્યાસ કરવા દબાણ કરી ઝંખનાને સતત શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા

બારડોલી, તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

બારડોલી તાલુકાના ટીમ્બરવા ગામે રહેતી ૨૭ વર્ષની પરણીતાએ પતિ અને સાસુ દ્રારા વધુ અભ્યાસ કરવા દબાણ કરી બે વખત ગર્ભપાત કરાવ્યા બાદ હાલમાં ૭ માસનો ગર્ભ પણ પડાવી નાંખવા દબાણ કરતા ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પરણીતાના પિતાએ પતિ અને સાસુ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે.

ટીમ્બરવા ગામે ફાટક ફળિયામાં રહેતા હિરેન રમેશભાઇ ચૌધરીના લગ્ન તા. ૨૫.૦૧.૨૦૧૫ ના રોજ ઝંખના (ઉ.વ.૨૭ રહે.પદ્યશાલી સોસાયટી,બીલીમોરા, તા.ગણદેવી, જિ.નવસારી) સાથે  થયા હતા. ઝંખના એ બી.એ. સુધી અભ્યાસ કરેલો હતો. લગ્ન કર્યા બાદ ઝંખનાને પતિ હિરેન તથા સાસુ કલાબેન સાત-આઠ મહિના સારી રીતે રાખ્યા બાદ શારિરીક માનસિક ત્રાસ આપતા હતા. હિરેન ચૌધરી પણ  માતા કલાબેન જેટલુ કહે તેટલુ જ કરતા હતા. ઝંખના પિયર ગઇ હતી ત્યારે માતા તથા નાની બહેનને કહેતી કે મારી સાસુ મને કહે છે કે હમણા છોકરા થવા દેવાના નથી. તારે ભણવાનું છે. ત્યાર બાદ બે ત્રણ માસનો ગર્ભ રહેતા સાસુ અને પતિ એ પડાવી નાંખ્યો હતો . તુ ગાંડી  થઇ ગયેલી છે. તારા માતા પિતાએ તારી બિમારી જણાવેલ  નથી અમારી સાથે દગો કરેલો છે તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. ઝંખના બીજી વખત ગર્ભવતી બનતા ફરીથી પતિ અને સાસુએ ગર્ભ પડાવી નાંખ્યો હતો.

હાલમાં ઝંખનાને સાત માસનો ગર્ભ હતો છતાં સાસુ કલાબેન અને પતિ હિરેન પડાવી નાંખવાનું દબાણ કરી ટોર્ચર કરતા હતા. કલાબેને બળજબળી કરી ઝંખના પાસે એમ.એ.નું ફોર્મ ભરાવેલુ હતુ. સતત માનસિક અને શારિરીક ત્રાસથી કંટાળી જઇ ગતરોજ સાંજના સમયે ઝંખનાએ  ઘરમાં માળના લાકડા સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાય લીધો હતો. બનાવની જાણ થતા ટીમ્બારવા ગામે પહોંચેલા ઝંખનાના પિતા સુરેશ જેસીંગભાઇ ચૌધરીએ હીરેન ચૌધરી અને કલાબેન ચૌધરી વિરૃધ્ધ શારિરીક માનસિક ત્રાસ આપી ઝંખનાને મરવા માટે મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવતા બારડોલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Post Comments