Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાઘરેચના માજી સરપંચ સહિત ત્રણને મારામારી કેસમાં ત્રણ વર્ષની કેદ

-માજી સરપંચ શાંતિલાલ પટેલે પીરસવાનું કામ કરતા યશ પટેલના માથામાં લાકડું મારી દીધું હતું

નવસારી,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

બીલીમોરા નજીક આવેલા વાઘરેચ ગામે સાડા ત્રણ વર્ષ અગાઉ થયેલી મારામારીનાં કેસમાં માર મારી જાનથી મારી નાંખવાના પ્રયાસમાં વાઘરેચનાં માજી સરપંચ સહિત ત્રણ શખ્સોને ગણદેવી કોર્ટે તકસીરવાર ઠેરવીને ૩ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતા ચકચાર મચી છે.

આ કેસની  વિગત એવી છે કે, બીલીમોરા નજીક વાઘરેચ ગામનાં નાની માછીવાડમાં રહેતા અને કેટરીંગનો વ્યવસાય કરતા ગામના તત્કાલિન સરપંચ શાંતિલાલ મકનભાઇ પટેલ (ઉ.વ. ૪૩)એ તા. ૨૬-૪-૨૦૧૩ના રોજ બીલીમોરા કોળી પટેલ સમાજની વાડીમાં કેટરીંગનો કોન્ટ્રાકટ રાખ્યો હતો. તેમાં તેમના સુપરવાઇઝર  ભોગીલાલ  અમરતભાઇ ટંડેલે પીરસવાનું કામ કરતા યુવાન યશ  દિનેશભાઇ પટેલને માર્યો હતો. જે અંગે યશના ભાઇ પ્રશાંત પટેલે ભોગીલાલને પૂછ્યું કે, કમ મારા ભાઇને માર્યો છે? તેની અદાવતમાં બીજા દિવસે મોડી સાંજે પ્રશાંત પટેલ પોતાની બાઇક પર વાઘરેચ ગામમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે કેટરીંગ કોન્ટ્રાકટર શાંતિલાલના પુત્રએ તેની બાઇક રોકી હતી અને મારી સામે આંખો કાઢીને કેમ ઘૂરે છે, એવું કહીને મારામારી પર ઉતરી આવ્યો હતો. તે દરમિયાન તેના  પિતા શાંતિલાલ, રજનીશ, અનિલ અને સુમન પાછળથી આવી પ્રશાંતને માર મારવા લાગ્યા હતા. શાંતિલાલે લાકડો લાવી પ્રશાંતના માથામાં જીવલેણ ફટકો મારી તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
દરમિયાન ગામલોકો દોડી આવ્યા હતા અને પ્રશાંતને બચાવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં તેને બીલીમોરાની મેંગુષી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જે અંગે પ્રશાંત દિનેશભાઇ પટેલે બીલીમોરા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે શાંતિલાલ પટેલ, રજનીશ બચુભાઇ પટેલ (ઉ.વ. ૧૯), અનિલ બચુભાઇ પટેલ (ઉ.વ. ૨૫, તમામ રહે. વાઘરેચ) તેમજ એક તરૃણ સામે એકબીજાની મદદગારીથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે કેસ આજરોજ ગણદેવી કોર્ટમાં ચાલી જતાં જજ ચાંદની શર્માએ આરોપીઓને ગુનામાં તકસીર ઠેરવી શાંતિલાલ પટેલ, રજનીશ પટેલ અને અનિલ પટેલને ૩ વર્ષની સખ્તકેદની સજા ફટકારી હતી.

Post Comments