Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડાપ્રધાનની ગુજરાત યાત્રાથી હજારો એસટીનાં યાત્રાળુઓ પરેશાન થયા

-લોકોએ ખાનગી વાહનોમાં વધુ ભાડું આપવા મજબુર બનવું પડયું

ખેરગામ, તા.11 ઓકટોબર 2017,બુધવાર

બે દિવસીય લખલૂંટ યોજનાની લ્હાણીકાર પ્રધાનમંત્રી મોદીની વતન- ગુજરાત યાત્રાએ બે દિવસ ૧૫૦૦-૧૫૦૦ જેટલી એસ.ટી. બસનો દુરૃપયોગ કરી  એસ.ટી.ની દૈનિક પ્રવાસી જનતાને રઝળાવી હતી.

તા. ૮મીએ દ્વારકા - ચોટીલા અને ૯મીએ વડનગર - ભરૃચના ઝાકઝમાળભર્યા કાર્યક્રમમાં પધારેલા વડાપ્રધાન મોદી વિશ્વમાં સર્વાધિક લોકપ્રિય હોવા છતાં ગુજરાતમાં તેઓની સભામાં લઘુત્તમ ૩ થી ૫ લાખની મેદની ભેગી કરવા  ગુજરાત સરકારે એસ.ટી.ની બસોનો જ ૧૫૦૦-૧૫૦૦ની સંખ્યામાં કેઝ્યુઅલ કોન્ટ્રાકટથી  ફાળવી નિયમિત શિડયુલ- નાઇટ રદ કરીને મુસાફરોને રઝળાવ્યા હતા. સ્ટેજ કેરેજ - કલમ ૧૧૯ આરટીઓ નિયમોનો ખુદ સરકારી તંત્રો જ ભંગ કરાવી સરવાળે એસ.ટી.ને જ નુકસાન કરાવે છે. વાપીથી ભરૃચ સુધી બસોએ આવવા - જવામાં લાખોના ડીઝલ ખાલી દોડીને ધુમાડો કર્યો હતો.

વલસાડ વિભાગના વલસાડ - બીલીમોરા - નવસારી - વાપી - ધરમપુર - આહવા ડેપોની ૫૦ ટકાથી વધુ બસ ભરૃચ માટે શનિ-રવિમાં દોડાવી કુલ ૩૭૫ બસમાં વલસાડ ડેપોની ૩૭ બસ જતા માંડ ૮-૧૦ બસ દ્વારા બે દિવસ તૂટક સંચાલન થતાં હજારો મુસાફરો રઝળ્યા હતા.

વલસાડ ડેપોએ તા. ૮ અને ૯ના સંચાલન માટે સૂચના મુકી મુસાફરોનો રોષ ઠારવા જાણ કરી હતી. વલસાડ-ખેરગામ તાલુકાની ૭૦ ટકા ટ્રીપો બે દિવસ રદ થતાં ગેરકાયદે હેરફેરવાળાને ધીકતી કમાણી થઇ હતી.હવે ફરી તા. ૧૬મીએ શાહ-મોદીનો કાર્યક્રમ છે તો કાર્યકરોને લઇ જવા એસ.ટી.ના બદલે ખાનગી- વૈકલ્પિક વ્યવસ્થા કરવાની બસ પ્રવાસી જનતાની માંગ છે.

Post Comments