Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૭૦ હજાર લઘુમતિ મતદાર ધરાવતી પુર્વ બેઠક પર થશે રસાકસીભર્યો જંગ

-પુર્વ બેઠક પર મુસ્લિમ અપક્ષ ઉમેદવાર જ ભાજપના ઉમેદવારને જીતાડે છે

સુરત,તા.14 નવેમ્બર 2017,મંગળવાર

લઘુમતી મતદારોનો દબદબો ધરાવતી સુરતની ૧૫૯-પુર્વ બેઠક પર છેલ્લા ઘણાં વખતથી  ભાજપ કે કોંગ્રેસના જીતનું અંતર ઘણાં ઓછા મતોનું જ રહે છે.  આ બેઠક પર મુસ્લીમ મતદારો વધુ હોવાથી આમ તો  કોંગ્રેસનું પલ્લુ ભારે કહેવાય છે પરંતુ આ બેઠક પર છેલ્લા ઘણાં વખતથી ભાજપના ઉમેદવારને જીતાડવા માટે મુસ્લીમ કોંગ્રસી ઉમેદવાર જ મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે.

આ બેઠખમાં મુસ્લિમ મતદારો વધુ છે પણ ભાજપને ચૂંટણી મેનેજમેન્ટને કારણે વિજય મળતો આવ્યો છે. આ વખતે ભાજપ સીટીંગ ધારાસભ્ય રણજીત ગીલીટવાલાને ઉતારે તો તેમની નિષ્ક્રિયતા અને તેમની તબિયતના કારણે લોકો કરતાં ભાજપમા ંજ વધુ નારાજગી હોવાથી ઉમેદવાર બદલવા માંગ કાર્યકરો કરી રહયા છે. 

૭૦ હજાર જેટલા મુસ્લીમ મતદાર હોવા ઉપરાંત આ બેઠક પર કોંગ્રેસના પરંપરાગત કહેવાતા એસ.સી., એસ.ટી. મતદારોનું પ્રમાણ પણ નોંધપાત્ર છે. કોંગ્રેસના કેટલાક ક્ષત્રિય નેતાઓ પણ છે તેથી આ બેઠક પર હાલ પુરતું કોંગ્રેસનું પલ્લુ ભારે મનાઈ રહ્યું છે.

આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ કોને ચૂંટણી લડવા ઉતારે છે તેના પર પરિણામની અસર થઈ શકે છે. હાલ તો બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થાય તેવી સ્થિતિ છે. જોકે,  છેલ્લી ત્રણ ચુંટણીથી કોંગ્રેસ લઘુમતિ સમાજને એક કરવામાં નિષ્ફળ જતું હોવાથી બેનીફીટ ભાજપને મળી રહ્યો છે.

૨૦૦૭માં આરજેડી અને અપક્ષ ઉમેદવારો ૪૦૦૦ કરતા વધુ મત લઇ ગયા હતા. અને ભાજપના ઉમેદવારાનો ૧,૬૯૯ મતથી વિજય થયો હતો. ભાજપે સ્ટ્રેટજી મુજબ મુસ્લિમોને અપક્ષ તરીકે મેદાનમાં ઉતારી દીધા હતા. જ્યારે ૨૦૧૨ની ચુંટણીમાં ભાજપ૧૬૦૪૯ મતે જીત્યું હતું.

કોંગ્રેસના કદીર પીરઝાદાને ૫૬,૪૬૭ મત મળ્યા હતા. ૨૦૧૨માં છેલ્લી ઘડીએ  ભાજપ-કોગ્રેસને બદલે હિન્દુ મુસ્લીમનું વાતાવરણ ઉભુ થયું હતું.  પુર્વ બેઠકનું પરિણામ દર વર્ષે છેલ્લી  ઘડીએ જો અને તોની સ્થિતિમાં જ નક્કી થતું હોય પરિણામનું છેલ્લી ઘડી સુધી રહસ્ય રહે  છે. આ બેઠકમાં ૨૦૧૭ની ચૂંટણીમાં ૨,૦૦,૮૭૦ મતદારો છે.

૨૦૧૨ની ચૂંટણીનું પરિણામ

ઉમેદવાર  પક્ષ    મળેલામત જીતનો તફાવત

રણજીત ગીલીટવાલા  ભાજપ ૭૨૫૧૬   ૧૬૦૪૯

કદીર પીરઝાદા    કોંગ્રેસ  ૫૬૪૬૭

દિપક રાણા    ગુ.પ.પા.   ૨૧૨૪

કાશીરામ રાણાના ગઢમાં તેમના પુત્રને મળ્યા માત્ર ૨૧૨૪ મત

૨૦૧૨માં સુરત પુર્વની બેઠક પર ભાજપ સામે ગુજરાત પરિવર્તન પાર્ટી આક્રમકતાથી ચૂંટણી લડી હતી. કાશીરામ રાણાના ગઢ એવા કોટ વિસ્તારની પુર્વ બેઠક પર રાણાના નામે તેમના પુત્ર દિપક રાણાને ભાજપન વધુ મત તોડશે અને કોંગ્રસના કદીર પીરઝાદા જીતી જશે તેવું ગણીત ગણાઈ રહ્યું હતું. જોકે, રાણાના ગઢમાં તેમના પુત્ર દિપકને  માત્ર ૨૧૨૪ મત જ મળ્યા હતા.

પુર્વ વિધાનસભા જ્ઞાતિ પ્રમાણે મતદાર

મુસ્લીમઃ ૬૯૬૮૯

અન્યઃ ૨૭૮૫૭

રાણાઃ ૨૨૧૩૨

ક્ષત્રિયઃ ૨૦૩૩૧

મોઢ વણિકઃ ૧૧૮૯૪

જૈનઃ ૧૧૭૨૨

ઇનુ. જનજાતિઃ ૭૭૫૨

પટેલઃ ૬૩૯૬

અનુ. જનજાતિઃ ૫૦૮૬

વ્હોરાઃ ૮૫૫૮

મરાઠીઃ ૨૬૭૦

ખારવાઃ ૩૩૮૦

ભંડારી-માળીઃ ૮૫૨

પારસીઃ ૮૨૦

Post Comments