Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાંડેસરાના વેપારી આબુ - અંબાજી ફરવા ગયા અને ઘરમાં તસ્કરો ઘૂસ્યા

-તિજોરી તોડી રૃ।. ૧.૮૦ લાખની મત્તાની ચોરી

(પ્રતિનિધિ દ્વારા)     સુરત,તા.16 જુલાઇ 2017, રવિવાર

પાંડેસરામાં દુકાનદાર આબુ-અંબાજી ફરવા ગયા અને તેમના ઘરમાં તસ્કરો રોકડા રૃ।. ૧,૮૦,૦૦૦ની મત્તાની ચોરી કરીને ભાગી ગયા હતાં.

પોલીસસૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં ભગવતી ઇન્ડસ્ટ્રીઝની પાસે ભવતીનગરમાં રહેતા ૪૫ વર્ષીય અનિલકુમાર વિજયભાઇ દિવાકરના ઘરમાં ગત  તા. ૪ થી સાંજથી તા. ૧૫મી રાત્રિ દરમિયાન ઘરના દરવાજા તેમજ લાકડાના દરવાજાનો નકુચો તસ્કરોએ  કોઇ સાધન વડે ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીનો દરવાજો કોઇ સાધન વડે ઉંચો કરી એક પાકીટમાં મુકેલા રોકડા રૃ।. ૧,૮૦,૦૦૦ ચોરી કરીને ભાગી ગયા હતા.
અનિલકુમાર રીંગરોડ ખાતે ઇલેકટ્રોનીક્સની દુકાન ધરાવે છે. તે આબુ-અંબાજી ફરવા ગયા હતા. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

Post Comments