Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરતમાં વરસાદની બીજી ઈનીગ્સ ધમાકેદાર રહી

- શહેરના અનેક રસ્તા પર પાણી ભરાયા, પીક અવર્સમાં ટ્રાફિક જામ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 12 જુલાઈ 2018 ગુરૃવાર

સુરતમાં વરસાદની બીજી ઈનીગ્સ એકદમ ધમાકેદાર રહેતાં સુરતીઓ અને મ્યુનિ.તંત્ર ઉંધતું ઝડપાયું હતું.

વહેલી સવારથી જ વરસાદના જોરના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો.

વરસાદની તીવ્રતા એટલી હતી કે શહરેના કેટલાક મુખ્ય માર્ગો પર પણ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ ગટરના પાણી બેક મારતાં લોકોની મુશ્કેલી વધી હતી. સતત વરસતા વરસાદના કારણે પીક અવર્સમાં શહેરનો ટ્રાફિક પણ જામ થયો હતો.

સુરતમાં આજે અચાનક ખાબકેલા વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું હતું. લોકો સવારે ધંધો રોજગાર પર જવા નિકળ્યા તેની સાથે જ ભારે વરસાદ વરસવાનું શરૃ થઈ ગયું હતું. વરસાદનું જોર એટલું હતું કે મ્યુનિ.ના સ્ટ્રોમ ડ્રેઈનની કેપેસીટી પણ ઓછી પડી હતી.

સ્ટ્રોમ ડ્રેઈનમાં પાણી જાય તે પહેલાં ઝીંકાયેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક નિચાણવાળા વિસ્તાર પર પાણીનો કબ્જો થઈ ગયો હતો. માત્ર નીચાણવાળા કે અંતરિયાળ વિસ્તાર નહીં શહેરના કેટલાક મેઈન રોડ પર પણ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો.

ઉધના ઉદ્યોગ નગર નજીક ગટરના પાણી બેક મારવાની ફરિયાદ હતી તો પાલનપોર શાક માર્કેટ, ટેકરાવાલા સ્કુલથી પાલનપોર જકાતનાકા સુધી અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયેલો જોવા મળ્યો હતો. શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદનું પાણી ભરાતા લોકોની હાલાકી વધી હતી.

લોકોને નોકરી ધંધા જવાના સમયે વરસાદનું જોર વધુ રહેતાં શહેરમાં તમામ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વકરી હતી. પીક અવર્સમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રષ્ય જોવા મળ્યા હતા. શહેરમાં ભરાયેલા પાણી અને વરસતા વરસાદના કારણે ટ્રાફિકની જામની  સ્થિતિ લાંબો સમય સુધી જોવા મળી હતી.

વરસતા વરસાદમાં ટ્રાફિક નિયમન પણ કરાયુ

સુરતમાં વરસાદના કારણે પીક અવર્સમાં ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા થઈ હતી તે સમયે સૌથી વગોવાયેલા ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડે ચાલુ વરસાદમાં રેઈનકોટ છત્રીની મદદથી ટ્રાફિક નિયમન કર્યું હતું.

વરસતો વરસાદ અને ભરાયેલા પાણીમાં અનેક જગ્યાએ  ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો સતત ટ્રાફિક હળવો કરવા માટેની કામગીરી કરતાં નજરે પડયાં હતા. ટ્રાફિક વિભાગની આ કામગીરીના કારણે ઠેક ઠેકાણે ટ્રાફિક જામ થયો હતો.

તે ટ્રાફિક થોડો સમયમાં હળવો થયેલો દેખાતો હતો. જોકે, વરસાદ હોવાથી લોકોને જલ્દી પહોંચવાની લ્હાયમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો હતો.

Post Comments