Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેયર પદ પર સુરતી તો સ્થાયી સમિતિ અધ્યક્ષ સૌરાષ્ટ્રવાસી બને તેવી શક્યતા

- સસ્પેન્સ ફિલ્મના દ્રશ્યોની જેમ છેલ્લી ઘડીની તડજોડ ચાલુ

- સ્કાઈલેબ ન આવે તો પેનલમાથી જ નામ જાહેર થશે:  પ્રદેશના નેતાઓની એન્ટ્રીથી  હવે મામલો ગુંચવાયો: છેલ્લી ઘડીએ પણ થઈ શકે છે ફેરફાર

(પ્રતિનિધિ  દ્વારા)          સુરત, તા. 13 જૂન 2018, બુધવાર

સુરત મહાનગરપાલિાકના મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંક આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સસ્પેન્સ ફિલ્મના દ્રષ્યોની જેમ છેલ્લી ઘડીની તડજોડ શરૃ થઈ છે.  પાર્લામેન્ટ્રી બોર્ડ બાદ હવે આજે મોડી સાંજે પણ નામ જાહેર કરવા પહેલાં નેતાઓ ભેગા થતાં અનેક અટકળ શરૃ થઈ ગઈ છે. એક અટકળ એવી છે કે મેયર પદે સુરતી અને સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે સુરતી બનશે.

જો કોઈ સ્કાઈલેબ ન આવે તો પેનલમાં મુકવામાં આવેલા નામોમાંથી જ પદાધિકારી બનશે. પરંતુ છેલ્લી ઘડીની દોડધામના કારણે સ્કાઈલેબની શક્યતા પણ નકારી શકાતી નથી.  છેલ્લી ઘડીએ  પ્રદેશના નેતાઓની  એન્ટ્રી થતાં હવે તેમની કૃપા દ્રષ્ટી  જેના પર પડે છે તે પદાધિકારી બનશે તે નક્કી છે.  

સુરત મહાનગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પુરી થતાં નવા પદાધિકારીઓની નિમણુંકમાં નોરીપીટેશનની થીયરી હોવાથી હાલના ચાર પદાધિકારીઓની બાદબાકી થઈ ગઈ  છે. મેયર અને સ્થાયી અદ્યક્ષ તરીકે સુરતી અને સૌરાષ્ટ્રીયન મળી ચાર નામની પેનલ બની છે.  જોકે, આ પેનલમાંથી મુળ સુરતીની બાદબાકી ચર્ચાનો વિષય બની છે.

હવે  ચાર પદાધિકારીઓની પેનલના નામ પાર્લામન્ટ્રી બોર્ડમાં પહોંચ્યા ત્યારે પણ સુરતના નેતાને પ્રદેશના એક નેતાએ ઝાટકી કાઢ્યા હતા તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. હવે સુરતના પદાધિકારી માટે  ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરતના રાજકારણમાં અનેક અટકળ ચાલી રહી છે. સુરતના મેયર તરીકે સૌરાષ્ટ્રીયન બનશે કે સુરતી તે અંગે જાત જાતની ચર્ચા શરૃ થઈ છે. 

આ કિસ્સામાં પ્રદેશ નેતાઓની એન્ટ્રી થતાં હવે છેલ્લી ઘઢીની ખેંચતાણ અને દાવપેચ શરૃ થતાં છે.  પ્રદેશના નેતાઓન જેના પર કૃપા દ્રષ્ટી રહેશે તેને મેયર અને સ્થાયી સમિતિની ખુરશી મળશે તે નક્કી હોવાનું કહેવાય  છે.

ભાજપમા ંચાલતી ચર્ચા મુજબ  સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્રીયન  જ્યારે  મયર તરીકે સુરતીની પસંદગી થઈ શકે છે. જ્યારે ડેપ્યુટી મેયર પદે મહિલા અને શાસક પક્ષ નેતા તરીકે વિપક્ષી નેતાની પસંદગી થશે.

હાલ આ મુજબની ચર્ચા ચાલી રહી છે ત્યારે છેક છેલ્લી ઘડીએ પણ કોઈ ફેરફાર આવી શકે તેવીશક્યતા પણ નકારી શકાતી નથી. ભાજપમાં એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે મોડી રાત્રીએ ફરી એક વાર નામો પર ચર્ચા ચાલશે પ્રદેશના નેતાઓની એન્ટ્રી હોવાથી મામલો ગુંચવાયો છે તેથી ફેરફાર પણ આવી શકે છે.

હાલ જો અને તો પર અનેક ચર્ચા અને નામ પણ ચર્ચામાં આવી રહ્યાં છે  જેમા કેટલા સાચા અને કેટલા ખોટા નામ છે સાચા નામ તો મેન્ડેટ  ખુલશે ત્યારે જ ખબર પડશે. જેના કારણે  હાલ ચર્ચામાં જે નામ ચાલે છે તે સાચા પણ જાહેર થઈ શકે અને ખોટા પણ બની શકે છે.

ભાજપમાં ધમાસાણ તો કોગ્રેસ  સુષુપ્ત
આવતીકાલની મ્યુનિ.ની ખાસ સભામાં મ્યુનિ.ના પદાધિકારીની નિમણુંક માટે ભાજપમાં ધમાસાણ ચાલી રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસ ફરી એક વાર સુષુપ્ત હાલમાં જોવા મળી રહી છે.

સામાન્ય સભાની પરંપરા મુજબ ભાજપે મેયર તથા અન્ય પદાધિકારીઓના નામની દરખાસ્ત મુકશે તેની સામે કોંગ્રેસે પણ પોતાના નામ મુકવા પડશે. જોકે, બહુમતિથી ભાજપનો વિજય થશે પણ આ પરંપરા ચાલતી આવી હોવાથી તેનો અમલ આવતીકાલની સભામાં પણ થશે. આવી  સ્થિતિ હોવા છતાં  કોંગ્રસમાં મોડી સાંજે કોઈ ચહલ પહલ જોવા મળી ન હતી.

કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરોએ કહ્યું હતું કે, ભાજપ સામે નામ મુકવા માટે કોગ્રસમાં હજી કોઈ સુચના આપવામાં આવી નથી. શહેર પ્રમુખ અને વિપક્ષી નેતા સામે કોર્પોરેટરો ઝુંબેશ ચલાવી રહ્યાં હોવાના કારણે આ પદાધિકારીઓ નિષ્ક્રીય જોવા મળી રહ્યાં છે.  કોંગ્રેસે મોડી સાંજે કોઈ કામગીરી કરી ન હોવાથી આવતીકાલે સવારે સ્ટેટેજી ગોઠવે તેવી શક્યતા છે.

Post Comments