Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ત્રણ સંતાનની માતાને પરપુરૃષ સાથે સંબંધ રાખવાની ના પાડી તો માર પડયો

- કામરેજ તાલુકાના કરજણ ગામનો બનાવ

- તું કેમ લોકોને અમારા સંબંધો વિશે વાત કરીને બદનામ કરે છે કહી કિરણ પટેલ અને તેની પ્રેમિકાએ મહિલાને મ

બારડોલી, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

કામરેજ  તાલુકાના કરજણ ગામે રહેતી મહિલાએ ફળિયામાં રહેતી ત્રણ સંતાનની માતાને ગામના યુવાન સાથે સંબંધ રાખવાની ના પાડતા યુવાને મહિલાને માર મારતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. મહિલાએ ફળિયાની મહિલા અને મારનાર યુવાન વિરૃદ્ધ એટ્રોસીટી  એક્ટ હેઠલ ફરિયાદ નોંધાવી છે.

કરજણ ગામે નવા ફળિયામાં રેખાબેન પ્રવિણભાઇ રાઠોડ પતિ અને બે બાળકો સાથે રહે છે. તા. ૧૨-૪-૧૮ના રોજ રેખાબેન ઘરમાં કામ કરતી હતી ત્યારે ફળિયામાં રહેતી ત્રણ  સંતાનની માતા રેખાબેનના ઘરે ગઇ હતી. તે સમયે રેખાબેને મહિલાને કહ્યું કે, તું છનો ઉર્ફે કિરણ સાથે સંબંધ રાખવાના બંધ કર. તને ખબર છે કે તારા ત્રણ છોકરા છે. કોઇક દિવસ તારા વિશે લોકોને  ખબર પડશે તો તારી બદનામી  થશે.  જે સાંભળી મહિલા રેખાબેનના ઘરમાંથી નીકળી જતી રહી હતી.

બાદમાં મહિલા થોડીવાર પછી રેખાબેન પાસે જઇ તારા મમ્મી પપ્પા તારા ઘરે આવેલા છે તેમ કહી સાથે લઇ ગઇ હતી. રેખાબેનના ઘરે કોઇ ન હતું પરંતુ થોડીવારમાં કિરણ મોહનભાઇ પટેલ ત્યાં પહોંચી જઇ એકદમ ઉશ્કેરાઇ જઇ તું કેમ લોકોને અમારા સંબંધો વિશે વાત કરીને બદનામ કરે છે તેમ કહીને રેખાબેનને પેટમાં મારી જમીન પર પાડી દઇ લાકડીના સપાટા માર્યા હતા.

તે સમયે મહિલા પણ કિરણ પટેલને ઉશ્કેરી રેખાબેનને વધુ માર મારવા કહેતી હતી. ઇજાગ્રસ્ત રેખાબેનને સારવાર માટે દિનબંધુ હોસ્પિટલમાં દાખલ કરી હતી. કિરણ મોહનભાઇ  પટેલ (રહે. ધોરણપારડી, તા. કામરેજ) સાથે સમાધાનની વાતચીત બાદ રેખાબેને ગામની મહિલા  તથા કિરણ પટેલ વિરૃદ્ધ કામરેજ પોલીસમા ફરિયાદ આપતા પોલીસે એટ્રોસીટી એક્ટ અને મારામારીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી  હાથ ધરી છે.

Post Comments