Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સામાન્ય સભામાં શાસકોએ પીઠ થાબડી તો કોંગ્રેસે શાસકોનો વિરોધ કર્યો

- ચૂંટણી પહેલાની છેલ્લી સભામાં શાસક-વિપક્ષના કોર્પોરેટર ખિલ્યા

- કોંગ્રેસે કહ્યું ભાજપ ગમે એટલા પ્રલોભન આપે પણ 2017માં પરિણામ વિપરિત જ આવશે

(પ્રતિનિધિ  દ્વારા)સુરત, તા 13 ઓક્ટોબર 2017, શુક્રવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાની સુરત મ્યુનિ.ની છેલ્લી સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષના કોર્પોરેટરોએ સામાન્ય સભા ગજવી હતી.

સભાની શરૂઆતમાં ઝીરો અવર્સ દરમિયાન ભાજપે પોતાની કામગરીના વખાણ કરીને પોતાની પીઠ થાબડી હતી જ્યારે કોંગ્રેસના કોર્પોરેટરોએ કહ્યું કે ચુંટણી હોવાથી ભાજપ વરાછા વિસ્તારમાં કામગીરી બતાવી રહી છે. પરંતુ ભાજપ ગમે એટલા પ્રલોભન આપે પણ 2017ની વિધાનસભાની ચૂટંણીનું પરિણામ ભાજપ તરફી નહીં આવે.

વિપક્ષી નેતા પ્રફુલ્લ તોગડિયાએ ઝીરો અવર્સમાં કહ્યું, 5 કરોડ રૂપિયા મેયરની ગ્રાન્ટ વરાછા વિસ્તારમાં ઉપયોગ કરવામાં આવી છે પણ સાથે સાથે 2017ની ચૂંટણીને લક્ષમાં લઈ કોંગ્રેસના કોર્પોરેટર ભાજપ  પર પ્રહાર કરે તે વાત સાચી હોય શકે. 4 દિવસમાં ભાજપ લોલીપોપ આપી ખાત મુર્હૂત કરી કરી છે પણ 22 વર્ષ સુધી આ કામગીરી કરવામાં આવી ન હતી તેથી અમારા સભ્યો પણ ખાત મુર્હૂતમાં હાજર રહ્યાં હતા.

હાલમાં મેરેજની  સિઝન આવે તે તેમાં કોમ્યુનીટી હોલની ડિપોઝીટ 35 દિવસ પહેલા લઈએ છીએ ત્યાર બાદ ઘણાં મોડા પાછા આપે છે તેનાથી સામાન્ય લોકોની મુશ્કેલી વધી રહી છે. ભાજપ ગમે એટલા પ્રલોભન આપે પણ પરિણામ ઉલ્ટુ જ મળશે.

કોંગ્રેસના મનોજ ચોવટીયાએ  ક હ્યું હતું કે, વરાછા વિસ્તારમાં હાલ કામગીરીની વાત થાય છે પરંતુ અત્યાર સુધી કેમ થતી ન હતી.  છેલ્લા 2 વર્ષથી વરાછામાં કોંગ્રેસના કોર્પોરેટર રજુઆત કરે તે કામગીરી કરવામાં આવતી નથી. જ્યારે લોકો ભાજપના નેતાઓને લઈને રજુઆત કરવામાં જાય ત્યારે જ કામગીરી થાય છે.

કોન્ટ્રાકટરની દિવાળી સુધારી પ્રજાની દિવાળી બગાડવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. પ્રજાનું હિત છે ત્યાં ભગવાનની બીક રાખીને ધ્યાનમાં લો તો વધુ સારૂ કોંગ્રેસના આક્ષેપનો જવાબ આપતા ડેપ્યુટી મેયર શંકર ચેવલીએ કહ્યું હતું કે, બજેટ લોકો અને ઝોનની માગણીને ધ્યાનમાં રાખીને બજેટ બને છે.

કોંગ્રેસના સભ્યો આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રજાને ભ્રમિત કરવાની વાત કરે છે. છેલ્લા ઘણાં વર્ષોની વાત કરવામા આવે તો  સાત ઝોનમાં સૌથી વધુ વિકાસના કામો વરાછા વિસ્તારમાં થયાં છે. આટલું જ નહીં પરંતુ વરાછા વિસ્તાર માટે સ્થાયી સમિતિમાં સંખ્યાબંધ કામો મંજુર કરાયા છે.

વરાછા વિસ્તારનો સમતોલ વિકાસ થાય તે માટે ઝોનના બે ભાગ પાડવામાં આવ્યા છે તે અંગેની કામગીરી પણ થઈ રહી  છે. સભાસદના અધ્યક્ષ  મેયરે પોતાની ગ્રાન્ટના 5 કરોડ રૂપિયા વરાછાની તમામ સોસાયટીને ફાળવ્યા છે.   કોગ્રેસ પોતાના અસ્તિત્વની લડાઈ  લડી રહી છે  માત્ર ખોટા આક્ષેપ કરી રહ્યાં છે .

ભાજપના મુકેશ દલાલે કહ્યું હતું, અમારા વિસ્તારમાં   ટ્રાફિક સમસ્યાનો હલ કરવા માટે જીલાણી-પાલિયા વચ્ચેના બ્રિજનું લોકાપુર્ણ થવા સાથે રીગંરોડની કામગીરી પણ પુરી થઈ છે. આ બ્રિજના કારણે અડાજણથી સ્ટેશન તરફ જવા માટે સરળતા પડશે અને ઈંધણની પણ બચત થશે.  આ ઉપરાંત વેડ વરિયાવ બ્રિજ અને કેબલ બ્રિજ સાથે પાલ ઉમરા  બ્રિજ તાપી નદી પર બન્યા હોવાથી આ વિસ્તારની ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે. આયોજન બધ્ધ રીતે જે રીતે બ્રિજ આપ્યા છે.

ઝીરો અળર્સની ચર્ચા દરમિયાન ભાજપના કાંતિભડેરીએ વરાછા વિસ્તારમાંથી પસાર થતી ખાડીને કવર કરવા માટેની કામગીરને લોકોના આરોગ્યની જાળવણી માટેની પ્રક્રિયા ગણાવી હતી. કોયલી ખાડીને કવર કરવાથી ગંદકીના પ્રશ્નો દુર થવા ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ દુર થાય તેવી કામગીરી હોવાથી અનેક લોકોને સીધો ફાયદો થશે.

ઉપરાંત ચોમાસા દરમિયાન સફાઈના પ્રશ્નો ઉભા થાય છે તે પ્રશ્નો પણ દુર થશે. કરંજ વિસ્તારમાં નર્મદ લાયબ્રેરી જેવી સારી લાયબ્રેરી બનાવવાની કામગીરી આગળ ધપાવવામાં આવી હોવાથી લોકોની વાંચન ભુખ  સંતોષાશે.  રીંગરોડ પર મલ્ટીલેવલ ફ્યાય ઓવર બ્રિજ બનાવવાની કામગીરી ભવિષ્યમાં થશે તેના કારણે શહેરની ટ્રાફિક સમસ્યામાં પણ ઘટાડો થઈ શકે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.


લેટેસ્ટ સમચારોની અપડેટ માટે અમરા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments