Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બસના કન્ડકટરે વિદ્યાર્થિની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો

-વલસાડની સરસ્વતી સ્કૂલના બસ કન્ડકટર સામે બળાત્કાર અને પોક્સોની કલમનો ઉમેરો થયો

વલસાડ,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

વલસાડની પ્રતિષ્ઠિત ગણાતી ઇંગ્લીશ મિડિયમની સરસ્વતી સ્કૂલની ધોરણ ૧૦ની વિદ્યાર્થીનીને તેનો બસ કંડક્ટર ભગાડી ગયો હતો. બંનેને પોલીસે નાસીકથી ઝડપી પાડયા હતા. આ કેસમાં પોલીસે બસ ડ્રાઇવર વિરુદ્ધ પોક્સો અને બળાત્કારની કલમનો પણ ઉમેરો કર્યો છે.

વલસાડની અંગ્રેજી માધ્યમની સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કરતી ોરણ ૧૦ની ૧૫ વર્ષિય વિદ્યાર્થીની તેને સ્કૂલે લઇ જતા અને પરત લાવતા બસ કંડક્ટર પ્રફૂલ માંગેલા (ઉ.વ.૨૧ રહે નાના સૂરવાડા વલસાડ) સાથે સંપર્કમાં આવી હતી. તેમની મિત્રતા ફેસ બુક થકી ઘનિષ્ઠ બની હતી. આ વિદ્યાર્થીની બે દિવસ અગાઉ કંડક્ટર સાથે પ્રેમમાં હોવાનું જણાવતી એક ચીઠ્ઠી લખી પિતાનો મોબાઇલ લઇ ભાગી ગઇ હતી. જેના પગલે પિતાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે  મોબાઇલનું લોકેશન ટ્રેસ કરી બંનેને શિરડીથી પકડી પાડયા હતા. કંડક્ટર પ્રફૂલે તરૃણી સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાની વાત બહાર આવતાં પોલીસે  બળાત્કાર અને  પોક્સો હેઠળ કલમનો ઉમેરો કર્યો હતો.

Post Comments