Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વરાછામાં ૧૬ વર્ષની તરૃણીની સાવકા બાપે રાતે છેડતી કરી

-પત્નીએ ઠપકો આપતા ઘર છોડી ભાગ્યો

સુરત, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

વરાછા લંબેહનુમાન રોડ પાટીચાલ ઝુંપડપટ્ટીમાં રહેતી શ્રમજીવી પરિવારની ૧૬ વર્ષીય તરૃણીની છેડતી કરી તેનો સાવકો પિતા ફરાર થઇ ગયો હતો.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વરાછા લંબેહનુમાન રોડ પાટીચાલ ઝુંપડપટ્ટીમાં રહેતી મહિલા મજૂરી કામ કરે છે. ૧૬ વર્ષીય પુત્રીની માતાએ હકીમ અહમદ સૈયદ સાથે બીજા લગ્ન કર્યા છે. હકીમ પણ મજૂરી કામ કરે છે.

દરમિયાન રવિવારે રાત્રે તમામ જમીને સૂઇ ગયા હતા પરંતુ ૧૨-૩૦ વાગ્યે પુત્રીનો કણસવાનો અવાજ આવતાં મહિલાએ જોયું તો તેની પુત્રી ગભરાયેલી હાલતમાં જાગીને બેસેલી હતી અને સાવકા પિતાનો હાથ પુત્રીના જાંઘના ભાગે હતો.

આ અંગે મહિલાએ પતિને ઠપકો આપતાં તે ભાગી છુટયો હતો. બનાવ અંગે મહિલાએ પતિ વિરૃદ્ધ છેડતીની ફરિયાદ વરાછા પોલીસ મથકમાં  નોંધાવી હતી. વધુ તપાસ એ.એસ.આઇ. સાગર પ્રધાન કરી રહ્યાં છે.

Post Comments