Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાષ્ટ્રપતિના આગમનને લઇને તમામની રજા રદ કરી કુલપતિ ૧૦ દિવસ વિદેશ પ્રવાસે

-પદવીસમારંભની તૈયારી માટે તમામ સ્ટાફની રજા રદ કરીને કુલપતિ જાતે રજા પર ઉતરી જતા કચવાટ

સુરત, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

રાષ્ટ્રપતિની ઉપસ્થિતીમાં યોજાનાર વીર નર્મદ યુનિવર્સિટીના પદવીદાન સમારંભ માટે હવે ગણતરીના દિવસો જ બાકી હોવાથી તમામની રજાઓ રદ કરીને કેમ્પસ ધમધમતુ કર્યા બાદ કુલપતિ જાતે ૧૦ દિવસના વિદેશ પ્રવાસે ઉપડી જતા કર્મચારીઓમાં ગણગણાટ શરૃ થયો છે.

આગામી ૧૬ મી ફેબુ્રઆરીના રોજ નર્મદ યુનિવર્સિટીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદની ઉપસ્થિતીમાં પદવીદાન સમારંભ યોજાનાર છે. રાષ્ટ્રપતિ તરફથી આવવાની લીલીઝંડી મળ્યા બાદ યુનિવર્સિટી કેમ્પસમાં તેમના આગમને લઇને થનગનાટ વધી ગયો છે.

રાષ્ટ્રપતિ પહેલીવાર સુરત આવી રહયા હોવાથી તેમના આગમનમાં કોઇ કચાશ ના રહે તે માટેની તમામ તૈયારીઓ થઇ રહી છે.કુલપતિએ તમામની રજાઓ પણ રદ કરી દીધી છે.

 જો કે આ રજાઓ રદ કરવાની વચ્ચે જ કુલપતિ ૧૨મી ફેબુ્રઆરીથી દસ દિવસ માટે વિદેશના પ્રવાસે ઉપડી ગયા છે. અને ઉપકુલપતિ ભાસ્કર રાવલને કુલપતિનો ચાર્જ સોંપતા ગયા છે. સુત્રોના જણાવ્યા મુજબ કુલપતિ સામાજિક કારણોસર રજાઓ પર ગયા છે. અને પદવીદાન સંમારભ યોજાય તે પહેલા પાછા સુરત આવી જનાર છે. પરંતુ આ રીતે રજાઓ મુકીને વિદેશ જતા રહેતા ચર્ચાનો વિષય બન્યો છે.

Post Comments