Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અપક્ષ ઉભેલા ભાજપના સભ્યો પર લટકતી સસ્પેન્શનની તલવાર

-વલસાડ, ધરમપુર અને પારડી પાલિકાની ચૂંટણીમાં અપક્ષ દાવેદારી કરનારાઓએ ભાજપના નામે મત માંગતા ગંભીર નોંધ

વલસાડ, તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

તા.૧૭ ફેબુ્રઆરીના રોજ યોજાનારી વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનારા ભાજપના સભ્યો અને ટેકો આપનારા કાર્યકર્તાઓને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની વિચારણા ચાલી છે.

ચૂંટણીમાં વિજય મેળવવા અપક્ષ દાવેદારી કરનારા ભાજપી સભ્યો ભાજપના નામે પોતાને વોટ આપવા કરી રહેલા પ્રચારની હાઈકમાન્ડ દ્વારા ગંભીર નોંધ લવાઇ રહી છે.

વલસાડ, ધરમપુર અને પારડી પાલિકામાં હાલ ભાજપનું શાસન હોવાથી આ ચૂંટણીમાં પણ ભાજપનું પલ્લુ ભારે રહે તેવી શક્યતા છે. જેના કારણે પાલિકાની ચૂંટણીમાં ઝંપલાવવા ભાજપમાં કાર્યકર્તાઓનો રાફડો ફાટયો હતો.

જોકે ભાજપ દ્વારા ઘણા ચહેરાઓને ટિકિટ આપવામાં નહીં આવતાં તેઓએ અપક્ષ દાવેદારી કરી ભાજપના જ ઉમેદવારોને પડકાર ફેંક્યો છે. ભાજપના જ સભ્યોએ અપક્ષ દાવેદારી કરી ચૂંટણી પ્રચારમાં ભાજપના નામે પોતાને વોટ આપવા અપીલ શરૃ કરી છે. અને વિજેતા બની તેઓ ભાજપ વિજેતા બને તો નવી બોડીમાં ગોઠવાઈ જવાની વેતરણ શરૃ કરી હોવાની પ્રદેશ સંગઠનના હોદ્દેદારોને જાણ કરાઈ હતી.

જે અંગે કેબિનેટ મંત્રી ગણપત વસાવા, જિલ્લા પ્રભારી વિવેક પટેલ, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ કનુભાઈ દેસાઈ તેમજ ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના નામે તરવા માંગતા અપક્ષ સભ્યો સામે શિસ્તભંગના પગલાં લઈ તેઓને અને અપક્ષ ઉમેદવારી કરનારા સભ્યોને સમર્થન આપનારા કાર્યકર્તાઓને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની ચર્ચા થઇ હતી. જોકે, આ મામલે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.

ચૂંટણીના પરિણામ બાદ સંગઠન દ્વારા આ નિર્ણય લેવાય એવું ચર્ચાઇ રહ્યું છે. વલસાડ પાલિકામાં જ સૌથી વધુ ભાજપી કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી કરી છે. ગત ટર્મમાં ભાજપે સત્તા સ્થાપવા અપક્ષને ખોળે બેસાડતા અનેક ભાજપીઓ અપક્ષમાં લડી રહ્યા છે. જોકે, આ વર્ષે ચૂંટણીની જીત બાદ કયા સમિકરણો બને એ ભાજપની કેટલી બેઠક આવે તેના પર નિર્ભર છે.

Post Comments