Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિજલપોરની મહિલાના ચારિત્ર્ય અંગે બિભત્સ મેસેજો ફેસબુક પર વાયરલ

-જામનગરનો કોન્ટ્રાક્ટર ભાવેશ માંડલીયા દિકુ અને રાઉડી રાઠોડ નામના આઈડી પરથી મેસેજો મુકી વિકૃત આનંદ

નવસારી,તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

વિજલપોરનાં શેરબ્રોકરની પત્નીનાં બિભત્સ મેસેજો ફેસબુક પર વાયરલ કરી વિકૃત આનંદ જામનગરના કોન્ટ્રાક્ટરને પોલીસે સાયબર ક્રાઈમનાં ગુનામાં ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વિજલપોર શહેરમાં રહેતાં અને શેરબ્રોકર તરીકે વ્યવસાય કરતાં આધેડ શખ્સનાં આઈ.ડી. પર બિભત્સ મેસેજો મુકવામાં આવ્યા હતા. આથી ચોંકી ઉઠેલા શેરબ્રોકરે તેના તપાસ કરતા આ મેસેજો જામનગરનાં વાણીયાવાડ ખાતે નેમનાથ રેસીડેન્સીમાં રહેતા કોન્ટ્રાક્ટર ભાવેશ ઉમેદભાઈ માંડલીયા (ઉ.વ.૪૨) એ મુક્યા હતા. તદઉપરાંત તેણે અન્ય આઈ.ડી, પર પણ આ બિભત્સ મેસેજો મુક્યા હતા.

આથી શેરબ્રોકરે ભાવેશને ફોન કરીને પોતાની પત્નીનાં બિભત્સ મેસેજો નહીં મુકતા જણાવ્યું હતું. ત્યારે ચોરી પર સીનાજોરી કરતા ભાવેશે શેરબ્રોકરનેજ ધમકી આપવા માંડી હતી. કંટાળેલા શેરબ્રોકરે વિજલપોર પોલીસમાં ભાવેશ માંડલીયા સામે ફરિયાદ આપતાં પોલીસે સાયબર ક્રાઈમનાં આઈ. ટી. એક્ટ ૬૬(૧) ઈ ૬ મુજબ ગુનો નોંધી તેની જામનગરથી ધરપકડ કરી હતી. તેની પાસે ગુનામાં વપરાયેલા ૨ નંગ મોબાઈલ, કોમ્પ્યુટર કબ્જે કર્યા હતા.

પ્રારંભિક પુછપરછમાં આરોપી ભાવેશે દિકુ અને રાઉડી રાઠોડ નામના આઈડી ફેસબુક પર બનાવ્યા હતા. અને તેના દ્વારા બિભત્સ મેસેજ વાયરલ કર્યા હતા. પોલીસે આરોપીને જેલનાં સળિયા પાછળ ધકેલી દીધો હતો. વધુ તપાસ ચાલી રહી છે.


 

Post Comments