Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુરતની ટીનેજર ઘરેથી ભાગીને વરૂણ ધવનને મળવા મુંબઈ પહોંચી ગઈ

- વરૂણના ઘર બહાર ધમપછાડા કરતા વરૂણ મળ્યો, ફોટોગ્રાફ - ઓટોગ્રાફ આપી પોલીસને સોંપી

સુરત, તા.17. માર્ચ 2018 મંગળવાર

સુરતના મોટાવરાછા વિસ્તારમાંથી ગત શુક્રવારે બપોરે રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયેલી ધો. ૮માં અભ્યાસ કરતી તરૃણી મુંબઇથી મળી આવતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

લુમ્સના કારખાનેદારની પુત્રી ફિલ્મસ્ટાર વરૃણ ધવનની ફેન હોય ટ્રેન મારફતે મુંબઇ તેને મળવા પહોંચી હતી. વરૃણ ધવનના ઘરની બહાર હોબાળો મચાવતા વરૃણ ધવને તેને રૃબરૃ મળી તેની ઇચ્છા પૂરી કરી સાંતાક્રુઝ પોલીસને સોંપતા મુંબઇ પોલીસે સુરત પોલીસને જાણ કરી હતી.

સુરતના અમરોલી મોટાવરાછા વિસ્તારમાં રહેતા અને લસકાણા ખાતે લુમ્સનું કારખાનું ધરાવતા કારખાનેદારના બે સંતાનો પૈકી મોટી પુત્રી સ્વીટી (ઉ.વ. ૧૩) (નામ બદલ્યું છે) ગત શુક્રવારે બપોરે તેની માતા સાથે સૂઇ ગઇ હતી. જો કે, સાંજે પાંચ વાગ્યે તેની માતા ઉઠી ત્યારે સ્વીટી નજરે ન ચઢતાં તેની શોધખોળ કરી હતી પરંતુ ક્યાંય ભાળ ન મળતા આખરે તેના ગુમ થયાની જાણ અમરોલી પોલીસ મથકમાં કરતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૃ કરી હતી.

દરમિયાન ગત શનિવારે સાંજે મુંબઇની સાંતાક્રુઝ પોલીસે અમરોલી પોલીસને ફોન કરી સ્વીટી ત્યાં હોવાની જાણ કરતાં અમરોલી પોલીસ અને તરૃણીના પરિવારજનો ત્યાં દોડી ગયા હતા અને તેને સુરત લઇ આવ્યા હતા.

સ્વીટી મુંબઇ કેવી રીતે પહોંચચી તે અંગે અમરોલી પોલીસે પૂછપરછ કરી ત્યારે માત્ર ૧૩ વર્ષની સ્વીટીનું ફિલ્મ સ્ટાર વરૃણ ધવન પ્રત્યેનું પાગલપન જાણવા મળ્યું હતું. વરૃણ ધવનની જબ્બર ફેન સ્વીટી પોતાના ઘરેથી નીકળી સુરત સ્ટેશને પહોંચી હતી અને  ટ્રેન મારફતે મુંબઇ પહોંચી સીધી ખારમાં રહેતા વરૃણ ધવનના ઘરે પહોંચી હતી. રાતના સમયે પહોંચેલી સ્વીટી વરૃણ ધવનને મળવા રાતે ઉભી રહી  હીત પરંતુ સિક્યુરીટી સ્ટાફે તેને વરૃણ ધવન ઘરમાં નથી તેવી જાણ કરતાં તેણે બૂમબરાડા શરૃ કર્યા હતા.

આ અંગે કોઇક પાડોશીએ સાંતાક્રુઝ પોલીસને જાણ કરતાં સાંતાક્રુઝ પોલીસ ત્યાં દોડી આવી હતી. જો કે, તે અરસામાં જ વરૃણ ધવન પણ ઘરે પહોંચતા સ્વીટીએ  તેને મળ્યા બાદ જ પોલીસ સાથે જવા જીદ કરી હતી. આ અંગે વરૃણ ધવનને જાણ થતાં વરૃણ ધવન સ્વીટીને મળ્યો હતો અને તેની સાથે સેલ્ફી લઇ ઓટોગ્રાફ પણ આપ્યો હતો. બાદમાં સ્વીટી પોલીસ સાથે ગઇ હતી અને સાંતાક્રુઝ પોલીસે તેની પૂછપરછના  આધારે સુરત પોલીસને જાણ કરી હતી.

Post Comments